________________
164
પ્રીતિ પંચોલી
SAMBODHI-PURĀTATTVA જમણા હાથની કોણી પર શીર્ષ ટેકવેલું છે જ્યારે વામહસ્ત ઢીંચણને સહારે ઉપર તરફ ઉઠાવેલો છે. સમગ્ર ચિત્રમાં દેવાનંદાનું નિરૂપણ ખૂબ મનોહર અને ધ્યાનાકર્ષક છે. માથે મુકુટ, કાનમાં ગોળ કુંડળ, કપોલ પર તિલક કંઠો, નાનો અને મોટો હાર, બે હાથે બાજુબંધ, તેમજ ચુડીઓ, નાકમાં ચુની અને પગમાં ઝાંઝર ધારણ કરેલાં છે. ચૌદ સ્વપ્નનાં ચિત્રો - હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મીદેવી, માલાય..., સૂર્ય, ચંદ્ર, ધ્વજ, કળશ, પદ્મ-સરોવર, સાગર, રત્નનો રાશિ, દેવવિમાન અને નિધૂમ અગ્નિ વગેરે બતાવ્યા છે. (ચિત્ર-૩) (૪) ઇંદ્ર સભા :
દેવલોકમાં સુધર્મ સભામાં બિરાજમાન ઈંદ્ર ભગવાન મહાવીરને દેવાનંદાની કુક્ષિમાં ઉત્પન્ન થયેલાં જોયાં.
ઇંદ્ર સિંહાસન પર આરૂઢ હોઈ દેવ ચતુર્ભુજ છે. કેશ રચના આકર્ષક છે. ભાલમાં ત્રિપુંડ માથે મુકુટ, કર્ણ કુંડળ, ગળામાં કંઠો અને બે હાર, બાહુ પર બાજુબંધ અને આભૂષણો છે. આજ હસ્તો પૈકી જમણા હસ્તમાં વજ અને વામ હાથમાં અંકુશ ધારણ કરેલા છે અને જમણો તેમજ ડાબો હાથ અનુક્રમે અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. દેવે લાલ ટપકીવાળું ધોતિયું ધારણ કરેલું છે. (૫) શક્રસ્તવ :
ભગવાન શક્ર પોતાના સિંહાસનથી નીચે ઊતરીને ચતુસ્ત પૈકી બે હાથથી નમસ્કાર મુદ્રામાં મહાવીર સ્વામીની સ્તુતિ કરે છે જયારે બાકીના બે હસ્તમાં અસ્પષ્ટ વસ્તુઓ દેખાય છે. જેની ઓળખ થઈ શકેલ નથી. ઇંદ્રની બેસવાની લઢણ ખૂબ ધ્યાનાકર્ષક જણાય છે એમના મસ્તકે મુકુટ શોભે છે. અલંકારોમાં કાને ગોળ કુંડળ, કંઠે એક સરીનો હાર તેમજ બીજો એક અન્ય હાર ધારણ કરેલ છે. સમગ્ર ચિત્રમાં પશ્ચિમ ભારતીય શૈલીની લાક્ષણિકતાઓ જોવા મળે છે. ઇંદ્ર સિંહાસનથી નીચે ઉતરી બે ઢીંચણ જમીનને અડાડી નમસ્કાર મુદ્રામાં મહાવીરની સ્તુતિ “નમસ્થi ગરિહંતા'' આદિ કરે છે એ પ્રસંગને ચિત્રિત કરવામાં આવ્યો છે. (ચિત્ર-૫) (૬) ગર્ભહરણ :
ઇંદ્રની આજ્ઞાથી હરિણગમેષીદેવ દેવાનંદાની કુક્ષિથી ગર્ભનું હરણ કરે છે.
આકર્ષક પલંગમાં દેવાનંદા અનિદ્રામાં છે. એમના બે હસ્ત ઊર્ધ્વગામી છે. દેવીએ સુશોભિત મુકુટ, કર્ણે કુંડળ, કંઠે રૈવેયક તથા અન્ય બે હાર ધારણ કરેલા છે. બંને હસ્તમાં રત્નજડિત કંકણો શોભે છે. દેવીના પાર્થમાં રત્નમંડિત ત્રણ કોરવાળું આભામંડળ છે.
પ્રસંગોચિત શૃંગયુક્ત હરિણ જેવા મુખનો દેવ બે કરમાં ગર્ભને હરણ કરીને લઈ જાય છે. ઉપરમાં સુશોભિત વાતાયન અને ઉપર મોરની સુરેખ આકૃતિઓ કાઢેલી જણાય છે. (ચિત્ર-૨)