________________
156
શોભના આર. શાહ
SAMBODHI-PURĀTATTVA
૩. પાદસમ - સ્વરને અનુકૂળ નિર્મિત ગેય પદના અનુસાર ગાવામાં આવતું ગીત. ૪. લયસમ - વીણા આદિને આહત કરવાથી જે લય ઉત્પન્ન થાય છે, તે અનુસાર ગાવામાં આવતું ગીત. ૫. ઝહસમ - વીણા આદિ દ્વારા જે સ્વર પકડાય તે અનુસાર ગાવામાં આવતું ગીત. ૬. નિવસિતોચ્છવસિતસમ - શ્વાસ લેવાના અને છોડવાના ક્રમાનુસાર ગાવામાં આવતું ગીત. ૭. સંચાર સમ - સિતાર આદિ સાથે ગાવામાં આવતું ગીત.
ગીતનો ઉચ્છવાસ-કાલનો નિર્ણય કરતાં સ્થાનાંગમાં બતાવવામાં આવ્યું છે કે જેટલા સમયમાં કોઈ છન્દનું એક ચરણ ગાવામાં આવે છે, એટલો તેનો ઉદ્ઘાસ – કાલ હોય છે, અને તેના આકાર ત્રણ હોય છે – આદિમાં મૃદુ, મધ્યમાં તીવ્ર અને અન્તમાં મંદ.૨૦
લય, સ્વર તથા મૂચ્છનાઓમાં બંધાઈને ધ્વનિ સંગીતની સૃષ્ટિ રચે છે. સંગીતનો માનવજીવન સાથે સીધો સંબંધ છે. જે માનવને સાચારૂપમાં પ્રકટ કરે છે. ગીતનું ગાન નિર્દોષ તથા ગુણયુક્ત થાય તે માટે કેટલાક દોષોનું નિરાકરણ આવશ્યક માનવામાં આવ્યું છે -
૧. ભીત - ભયભીત થઈને ગાવું. ૨. કુત - શીઘ્રતાથી ગાવું, ૩. હૃસ્વ-શબ્દોને લઘુ બનાવીને ગાવું. ૪. ઉત્તાલ – તાલ અનુસાર ન ગાવું. ૫. કાક સ્વર – કાગડાની જેમ કર્કશ સ્વરથી ગાવું. ૭. અનુનાસ - નાકથી ગાવું.'
| નવાંગી ટીકાકાર અભયદેવના અનુસાર, “પીત ત્રતમાનસમ્ કુર્ત ત્વરિતમ્ | રસ્ય હૃસ્વ સ્વર નયુક્ટ્રિમ્ | સત્તાનં અસ્થાનતાત્રમ્ | | સ્વર અશ્રાવ્ય સ્વરમ્ ” અર્થાત્ જેમાં ગાવાના સમયે ચિત્ત વિક્ષિપ્ત, ત્રસ્ત હોય તે ભીત છે. જે ગાયનની અંતર્ગત અત્યાધિક ત્વરિત હોય તે દ્રત છે, રહસ્યમાં સ્વરો તથા શબ્દોનું હૃસ્વ તથા લઘુ ઉચ્ચારણ થાય છે, તાલનું અસ્થાનપણું ઉત્તાલ છે. કાકસ્વર કર્કશસ્વર માટે છે. તથા સ્વરોચ્ચારણમાં નાસિકાનો પ્રયોગ કરવો તે અનુનાસિક છે. ૨૨
સ્થાનાંગમાં ગીત-ગાયનના સંબંધમાં નીચે પ્રમાણે દર્શાવેલ ગુણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો
૧. પૂર્ણ – સ્વરના આરોહ - અવરોહ પરિપૂર્ણ હોવા. ૨. રક્ત - ગાવામાં આવતા રાગોથી પરિસ્કૃત થવું. ૩. અલંકૃત - વિભિન્ન સ્વરોથી સુશોભિત હોવું. ૪. વ્યક્ત – સ્પષ્ટ સ્વરવાળું હોવું. ૫. અવિઘુષ્ટ - નિયત કે નિયમિત સ્વરયુક્ત હોવું. ૬. મધુર- મધુર સ્વરયુક્ત હોવું. ૭. સમ - તાલ, વણા આદિનું અનુગમન કરવું.