SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ જૂનાગઢના ત્રણ શૈલલેખ હરિપ્રસાદ શાસ્ત્રી* જૂનાગઢથી ગિરનાર જવાના માર્ગ ઉપર દામોદર કુંડની પહેલાં એક મોટો શૈલ ખડક) આવેલો છે. એ શૈલ ઉપર ત્રણ અભિલેખ કોતરેલા છે. હાલ આ શૈલ ઉપર છાપરું કરેલું છે ને ત્યાં પુરાતત્ત્વ ખાતા તરફથી ચોકીદાર પણ રાખેલો છે. અર્વાચીનકાળમાં આ ઐતિહાસિક શૈલ ગીચ ઝાડીમાં ઢંકાયેલો હતો. પ્રવાસીઓ નજીકમાં દામોદર કુંડની અને પાછળ આવેલા રેવતી કુંડની મુલાકાત લેતા, પરંતુ આ શૈલની મહત્તા કોઈની જાણમાં નહોતી. ૧૮મી સદીમાં ભારતના અતિપ્રાચીન અભિલેખ કોઈને ઉકલતા નહોતા. ૧૮૩૮માં જેમ્સ પ્રિન્સેપે આ શૈલ પર કોતરેલા અશોકના અભિલેખ ઉકેલ્યા. આવા લેખ ભારતમાં કેટલાંક અન્ય સ્થળોએ પણ કોતરાયા છે. ગિરનાર જતા માર્ગ પર આવેલા આ શૈલલેખ સંપાદિત અને પ્રકાશિત થયા ત્યારે એને “ગિરનાર શૈલલેખો' તરીકે ઓળખવામાં આવ્યા. આ શેલના પૂર્વ બાજુના ભાગ ઉપર કોતરેલા લેખ સંખ્યામાં ૧૪ છે. એમાં વચ્ચે ઊભી રેખા વડે બે હરોળ પાડી એની બે બાજુએ કુલ ૧૨ લેખ કોતરેલા છે ને એની નીચે લેખ નં.૧૩ અને ૧૪ કોતર્યા છે. આ બધા લેખ મૌર્યકાલીન બ્રાહ્મીલિપિમાં કોતરેલા છે. એ લિપિમાં અક્ષરો પર શિરોરેખા કરવામાં આવતી નહિ. અક્ષરો મોટા ભાગે સમચોરસ આકારના અને ઊંડા કોતરેલા છે. આ લેખોનું લખાણ પાલિ જેવી પ્રાકૃત ભાષામાં લખેલું છે. એમાં આ લેખોને “ધમ લિપી” (ધર્મ લિપિ) ધર્મ લેખ=ધર્મ લેખ' તરીકે ઓળખવામાં આવ્યા છે. એમાં “દેવોના પ્રિય પ્રિયદર્શી રાજાએ ધર્મને લગતાં શાસન ફરમાવ્યાં છે. આ રાજા મૌર્ય વંશનો સમ્રાટ અશોક હોવાનું માલુમ પડ્યું છે. દેવોના પ્રિય પ્રિયદર્શી રાજાના આ શૈલલેખમાં જણાવ્યું છે કે (૧) જીવહિંસા કરવી નહિ.(૨) રાજાએ સમસ્ત રાજયમાં મનુષ્ય ચિકિત્સા તથા પશુચિકિત્સાનો પ્રબંધ કર્યો છે. પશુઓ તથા મનુષ્યો માટે માર્ગો પર કૂવા ખોદાવ્યા છે ને વૃક્ષ રોપાવ્યાં છે. (૩) અભિષેકના બારમા વર્ષે પ્રિયદર્શીએ * નિવૃત્ત નિયામક, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ.
SR No.520779
Book TitleSambodhi 2005 Vol 29
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2005
Total Pages242
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy