SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Vol-1, XXIX ધર્મ અને કલા 141 લખ્યાં છે તે મિલ્ટન કે શેલીનાં કાવ્યો કરતાં કઈ રીતે ઉતરતાં છે ? - સાચી કલાનો ઉદ્દેશ સુંદરનું પ્રક્ટીકરણ કરવાનો છે. પરંતુ એ કાર્ય તેણે વિશ્વના પ્રવાહ જોડે નિકટ સંબંધ સાધીને કરવાનું છે. મોટામાં મોટી પ્રજાઓ અને સૌથી વધારે સંસ્કૃત થયેલી જાતિઓ કલાને હંમેશાં જીવનનું અંગ ગણે છે અને તેને જીવનની સેવામાં યોજે છે. કલા તો જીવનની સર્વ પ્રવૃતિઓમાં પ્રકટ કરવાની જીવંત સંવાદિતા અને સુંદરતા છે. ૧૬ સૌંદર્ય અને સંવાદિતાનો આ આવિર્ભાવ પૃથ્વી ઉપર પ્રકટ થનાર દિવ્ય સાક્ષાત્કારતાનું એક અંગ છે, કદાચ તેનું સૌથી શ્રેષ્ઠ અંગ છે. સાચી કળા સમગ્રતાવાળી, અખંડસ્વરૂપ હોય છે. તે જીવન સાથે એક હોઈ તેની સાથે વણાઈ ગયેલી હોય છે. કલાનું મૂળ સત્ય જોવા જાઓ તો તે પ્રભુના વિશ્વરૂપ આવિર્ભાવમાં રહેલું મૂળ સૌંદર્ય તત્ત્વ જ છે. કલા એથી લેશ પણ ઓછી વસ્તુ નથી. કલાકારે સાચા સૌંદર્યનું સર્જન કરવું હોય તો પ્રથમ તો તેણે પોતાના સર્જનના વિષયને પોતાની અંદર જોવો જોઈએ, પોતાની આંતર-ચેતનામાં તેનો સમગ્રપણે સાક્ષાત્કાર કરવો જોઈએ. એ પ્રમાણે જ્યારે તે પોતાની કૃતિને પ્રથમ અંતરમાં પ્રાપ્ત કરે, તેને ત્યાં ધારણ કરે ત્યાર પછી જ તેને બાહ્યરૂપ આપે એ પણ યોગના જેવી જ એક શિસ્ત છે. કારણ કે એવી આંતર ગતિ દ્વારા કલાકાર સૂક્ષ્મ આંતર-પ્રદેશો સાથે ગાઢ સંપર્કમાં આવે છે. આધુનિક કલા અને તેની ભૂમિકા : આધુનિક કલાનો આરંભ જેની પ્રતિષ્ઠાથી થયો તે ફ્રેન્ચ ચિત્રકાર સેઝાને કલાનું શિક્ષણ લીધું ન હતું એ સાચું છે. બીજા વિશ્વયુદ્ધ પછી સંસ્કારનાં સર્વ ક્ષેત્રોમાં જે આરાજકતા આવી તેની ઘણી અસર કલાના ક્ષેત્રમાં પણ થઈ. પરંતુ કલાના ક્ષેત્રમાં જે પરિવર્તન આવ્યું છે તેનું ઉધાર પાસું મોટું છે એમ સ્વીકારતાં પણ જમા પાસું છેક મૂલ્ય વગરનું નથી એ આપણે કબૂલ કરવું પડશે. બે વસ્તુઓ એ મંથન-કાળમાંથી પ્રાપ્ત થઈ છે :૧૭ ૧. કલાસર્જકને પોતાના અંતરાત્માની પ્રેરણાના પ્રકાશ ઉપર આધાર રાખીને સર્જન કરવાની સદંતર સ્વતંત્રતા, ૨. કલાની રજૂઆતમાં, આયોજનના પ્રકારમાં, એક પ્રકારની સીધેસીધી-નિરાડંબર-રીતિ. અનેક દોષોવાળી, અને અનિષ્ટ ગણાય એવાં તત્ત્વોવાળી હોવા છતાં “અતિ આધુનિક કલા-બીજી કલાઓ પેઠે-વધારે ને વધારે અંતલક્ષી-આત્મલક્ષી-બનતી ગઈ છે. કલાકારને આજે પોતાની બહિર્મુખ ચેતના અને માનસિક કલ્પના સિવાય ઘણા સ્તરોનો અનુભવ થવા લાગ્યો છે. માનવચેતના અતિ સંકુલ છે, એની ચડતી ઊતરતી ભૂમિકાઓ છે, એ વસ્તુ કલાકારોના અનુભવમાં આવવા લાગી છે. અલબત્ત એમાં સાચી અને ખોટી આત્મલક્ષીતાનો ભેદ ન સમજાવાને કારણે અતિ આધુનિક કલામાં કલાકારના માનસની નિમ્ન ચેતના, અધોપ્રાણનું આકર્ષણ, કલ્પનાના ફાંટા, અવાસ્તવિક, વિચિત્ર આકારો વગેરે વ્યક્ત થઈ રહ્યાં છે. અમેરિકામાં લોકમાનસ નિત્ય નવીનતામાં તથા કાંઈક ભડકાવે એવું હોય તેમાં ઘણો રસ લે છે એટલે ત્યાં ઘણીવાર અર્થ વગરની
SR No.520779
Book TitleSambodhi 2005 Vol 29
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2005
Total Pages242
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy