SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ શેર બજારે. ૧ શેર બજારે. ૨ શેર બજારે. ૩ શેર બજારે. ૪ શેરબજારનું પદ (કવિ દલપતરામ) (‘ભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો એ રાગ) શેર બજારે આ શું કર્યું, વાળ્યો દુનિયાનો ડાટ; લાજ લીધી લાખો લોકની, ઉપજાવ્યા ઉજાટ. પ્રથમ તો પૈસા પમાડિયા, લલચાવીયા લોક; મૂડી વગર કીધા માનવી, ફાંફા મારતા ફોક. બાગમાં બહુ સારો શોભતો, જેવો ફૂલનો ફાલ; જેવો તમાસો જાદૂ તણો, તેવો થઈ ગયો તાલ. મુંબઈની મોટી સાહેબી, સુખ સ્વરગ સમાન; દિલગિરિવાળી દેખાય છે, જેવું મોટું મશાણ. નૂર ગયું નરનારીનું, મુખ જાંખાં જણાય; શત્રુને લશકરે લૂટિયાં, એવાં ડોળ દેખાય. કઈકે વાસણ ઘર વેચિયાં, વેચ્ય બંગલા બાગ; કઈક કઈક દરિયે પડ્યા, તેનો ન જણાય તાગ. ભલા રે ભલાને ભુલાવિયા, ભુલ્યા ડાહ્યા દિવાન; હાણ અને હસવું થયું, ખોઈ શુદ્ધ ને સાન. એક સંકટ આ જુગારનું, બીજો રૂ તણો રોળ; ત્રીજું કોગળિયું તુટી પડ્યું, ધરા થઈ ધરબોળ. કશિ ચતુરાઈ ચાલે નહી, દીસે દૈવનો કોપ; ક્યાંથિ આવ્યું નાણું ક્યાં ગયું, એમ થયું રે અલોપ. સ્વમામાં સમૃદ્ધિ જે સાંપડી, ગઈ સ્વપનાની સાથ; અંગે પીડા ઉલટી વધી, વાગ્યા છાતિયે હાથ. કઈકે રામા મેલી રખડતી, મેલ્યાં રખડતાં બાળ, નાશિ છુટ્યા નર એકલા, આવ્યો કઠણ આ કાળ. શેર બજારે. ૫ શેર બજારે. ૬ શેર બજારે. ૭ શેર બજારે. ૮ શેર બજારે. ૯ શેર બજારે. ૧૦ શેર બજારે. ૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520778
Book TitleSambodhi 2005 Vol 28
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2005
Total Pages188
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy