SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXVIII, 2005 જૈન પરંપરામાં શીલકથાઓ 135 શી. મા.'માં સતીચરિત્રો પછી, શીલનું વિરાધન કરનારી, નુપૂરપંડિતા, દત્તદુહિતા, મદનમંજરી વગેરે સ્ત્રીઓને લગતી કથાઓ છે. તેઓની સમાજમાં કેવી અવદશા થાય છે, તેનું વિગતવાર નિરૂપણ “શી. મા.માં મળે છે. “શી. મા.'ના કર્તા શીલ વિશે સ્થિર રહેવા માટે નીચેની ગાથામાં કહે છે. एवं सीलाराहण - विराहणाणं च सुक्खदुक्खाई । इय जाणिय भो भव्वा सिढिला मा होहि सीलम्मि ॥६७॥ (એ પ્રમાણે શીલની આરાધના અને વિરાધનાને પરિણામે, અનુક્રમે જે સુખ અને દુઃખો આવે છે, તેને જાણીને, હે ભવ્ય જીવો, શીલવ્રતને આચરવામાં શિથિલ ન થાઓ.) આ કૃતિના અંતભાગમાં ૬૭ સ્ત્રીઓના ચંચળપણાની સખત નિંદા કરવામાં આવી છે. કુટિલ સ્ત્રીઓના સંગથી મનુષ્ય યશ, ધર્મ, કુલાચાર બધું ગુમાવે છે, માટે તેમના સંગથી દૂર રહેવા પર ભાર મૂકાયો છે. નીચેની ગાથામાં તુચ્છ મહિલાઓના સંસર્ગને પરિહરીને સિદ્ધિવધૂને વરવાનું કહ્યું છે : સાર-સુદ-સિરિ-રન્ન વિધિ સદ્ધિ-સિદ્ધિ-વહું ! जइ ईहसि ता परिहर इयराओ तुच्छ महिलाओ ॥१२॥ (જો તું શાશ્વત સુખની સંપત્તિથી મનોહર, અને જેનો પ્રેમ નિશ્ચલ છે એવી સમૃદ્ધ મોક્ષલક્ષ્મીરૂપ વધૂને ઇચ્છતો હોય તો બીજી તુચ્છ સ્ત્રીઓને છોડી દે.) નીચેની ગાથામાં સતી સ્ત્રીનું લક્ષણ આપ્યું છે : __स च्चिय सइ त्ति भन्नइ जा वि हु रे विहुन खंडए सीलं ॥१०६॥ (સ્ત્રીને ખરેખર સતી કહેવાય કે જે સંકટમાં પણ પોતાના શીલનો ભંગ થવા દેતી નથી.). સતીશિરોમણિ સીતાની વિસ્તૃત કથા અંતે આપીને આ પ્રકરણનો તેના કર્તાએ ઉચિત ઉપસંહાર કર્યો છે. આ સતી સ્ત્રીઓની કથાઓ વાંચતાં બીજી એક મહત્ત્વની બાબત ધ્યાનમાં આવી છે, જે મુખ્ય વિષયની દૃષ્ટિએ પ્રસ્તુત ન હોવા છતાં નોંધવાલાયક છે. જે નારીઓનું આ કથામાં ચિત્રણ થયું છે, તેઓમાંની કેટલીક નારીઓ સ્ત્રીસહજ કળાઓ ઉપરાંત બીજી વિશિષ્ટ કળાઓ પણ જાણતી હતી, જેમકે ગુણસુંદરી ઈંટોમાંથી સુવર્ણ બનાવવાનો કીમિયો જાણતી હતી (કથા નં. ૧). નર્મદાસુંદરીનું સ્વરશાસ્ત્રનું જ્ઞાન એટલું પ્રખર હતું કે મનુષ્યનો સ્વર સાંભળીને તે તેનું યથાતથ વર્ણન કરી શકતી હતી(કથા નં.૨૭). ઋષિદત્તા નામની નારી, સ્ત્રીમાંથી પુરુષરૂપે ફેરવવાની અને - 'પાછા મૂળ સ્વરૂપમાં આવવાની ઔષધિ જાણતી હતી (કથા નં. ર૯). ઋષભદેવની પુત્રી બ્રાહ્મી સ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520778
Book TitleSambodhi 2005 Vol 28
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2005
Total Pages188
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy