SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ 130 નીલાંજના શાહ SAMBODHI કરતો આગમિક પ્રકરણગ્રંથ છે. આચાર અંગેના આવા પ્રકરણગ્રંથો લખાવાની શરૂઆત, ઈ. સ.ની પાંચમી સદીમાં થયેલા ધર્મદાસગણિની પ્રાકૃત કૃતિ “ઉપદેશમાલા'થી થઈ છે. તેમણે ૫૪૨ આર્યા છંદમાં રચેલી આ કૃતિમાં, ગુરુનું મહત્ત્વ, આચાર્યના ગુણ, ક્ષમા, શીલનું, સમિતિનું તેમજ ગુમિનું પાલન વગેરે મહત્ત્વના વિષયોનું દાંત સાથે નિરૂપણ કરીને, જીવનશોધન માટે અને આધ્યાત્મિક ઉન્નતિ માટે મૂલ્યવાન સામગ્રી આપી છે. ત્યારબાદ ઈ.સ.ની આઠમી સદીમાં થયેલા હરિભદ્રસૂરિએ ઉપદેશપદ' નામનો ૧૦૩૯ ગાથાઓ ધરાવતો ગ્રંથ પ્રાકૃતમાં રચ્યો. આ કૃતિમાં માનવભવની દુર્લભતાસૂચક દષ્ટાંત, ચાર પ્રકારની બુદ્ધિ વગેરે વિષયો પર વિચાર કરવામાં આવ્યો છે. તેના પર મુનિચંદ્રસૂરિએ બારમા સૈકામાં “સુખસંબોધિની' નામની વ્યાખ્યા પ્રાકૃત અને સંસ્કૃતમાં લખી છે, જયારે વર્ધમાનસૂરિએ પણ ઈ.સ.ના તેરમા સૈકામાં આ ગ્રંથ ઉપર વ્યાખ્યા લખી છે. શીલોપદેશમાલા” અને “શીલતરંગિણી' વિશે અત્યાર સુધી જૈન ધર્મના પાયાના ચાર સિદ્ધાંત દાન, તપ, શીલ અને ભાવ–એ ચારેને એક સાથે આવરી લેતાં પ્રકરણો રચાતાં હતાં, જ્યારે જયસિંહસૂરિના શિષ્ય જયકીર્તિએ “શી. મા.” રચીને માત્ર શીલ પર જુદું પ્રકરણ રચવાની પરંપરા શરૂ કરી. તેમણે ગુરુએ રચેલી “ધર્મોપદેશમાલા'ના નમૂના ઉપર ૧૧૪ ગાથાઓમાં આ પ્રાકૃત ગ્રંથ આશરે ઈ.સ.ની દસમી સદીમાં રચ્યો, તેમાં શીલ એટલે કે બ્રહ્મચર્યના પાલન માટે દષ્ટાંતપૂર્વક ઉપદેશ આપવામાં આવ્યો છે. શીલની આરાધના કરનાર અને વિરાધના કરનાર સ્ત્રીપુરુષોનાં તેમાં દષ્ટાંત આપવામાં આવ્યાં છે. બ્રહ્મચારી નેમિકુમાર નામના આ બાવીસમા તીર્થકરને પગે લાગીને વિવેકરૂપીકરિશાલા જેવી શીલોપદેશમાલા'નો હું આરંભ કરું છું, તેવો તેની પ્રથમ ગાથાનો ભાવાર્થ છે. આ કૃતિમાં મળતી સતી-નારીઓની કથાઓ ખાસ મહત્ત્વની છે. આ “શી. મા.” ઉપર “શીલોપદેશમાલાવૃત્તિ નામની સંસ્કૃત વૃત્તિ ઈ. સ. ૧૩૯૪માં સોમતિલકસૂરિએ રુદ્રપલ્લી(રૂપાલ ?)માં લખી. આ વૃત્તિનું નામ “શીલતરંગિણી' છે. જેમાં મૂળ ગાથાઓમાં નિર્દિષ્ટ દષ્ટાંતોને વિસ્તારથી સમજાવતી ૪૩ કથાઓ મળે છે. શીલતરંગિણી(શી. ત.)ના કર્તાએ આ વૃત્તિ ગુજરાતમાં લખી છે એનો પુરાવો એમની સંસ્કૃત ભાષા પરથી પણ મળી રહે છે. એમની સંસ્કૃત ભાષામાં ગુજરાતી ભાષામાં વપરાતા હોય એ રીતના ઘણા શબ્દો મળે છે. આ વૃત્તિ સરળ સંસ્કૃતમાં અને સાવ સાદી શૈલીમાં લખાયેલી છે, છતાં સહેજે શુષ્ક નથી, કારણ કે એમાં અલંકારો અને સુભાષિતોનો વચ્ચે વચ્ચે સમુચિત ઉપયોગ થયો છે. “શી. ત.' વૃત્તિ “શી. મા.'ના પૂરક ગ્રંથ સમી છે, તેથી આ લેખમાં જયારે “શી. ત.'નો જુદો નિર્દેશ ન કર્યો હોય ત્યારે “શી. મા.'માં તેનો સમાવેશ થયેલો ગણવાનો છે. જયકીર્તિએ રચેલી આ “શી. મા.'ને શીલકથાઓની પ્રતિનિધિરૂપ ગણવાનું કારણ એ છે, માત્ર શીલ પર જુદું પ્રકરણ રચવાની શરૂઆત તેનાથી થઈ છે, તે ઉપરાંત જૈન પરંપરામાં પછીથી જે જે કથાઓ રચાઈ છે, તે એના નમૂના પરથી જ લખાઈ છે. “શી. મા.”ની રચના થયા પછી તેની લોકપ્રિયતા એટલી બધી થઈ હતી કે તેના પર સોમતિલકસૂરિ ઉપરાંત બીજા બે-ત્રણ જણાએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520778
Book TitleSambodhi 2005 Vol 28
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2005
Total Pages188
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy