SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરામાં શીલકથાઓ (ખાસ કરીને “શીલોપદેશમાલાને ધ્યાનમાં રાખીને) નીલાંજના શાહ चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो । માગુ તુ સદ્ધા, સંગમન સ વીડિ ll (ઉત્તરાધ્યયનસૂત્ર, ૩.૧) ભૂમિકા : “ઉત્તરાંધ્યયનસૂત્ર'માં દર્શાવ્યું છે કે “જંતુઓ માટે ચાર બાબત દુર્લભ છે : મનુષ્યત્વ, ધર્મનું શ્રવણ, શ્રદ્ધા અને સંયમ વિશે સામર્થ્ય'. જૈન પરંપરામાં મળતી શીલકથાઓ, કે જેમાં સંયમનાશીલના માહાત્મનું નિરૂપણ છે તે આ લેખનો વિષય છે. આ શીલકથાઓના પ્રતિનિધિરૂપ “શીલોપદેશમાલા'નો પરિચય આપતાં પહેલાં, એની પૂર્વે લખાયેલા એ પ્રકારના સાહિત્યનો અછડતો નિર્દેશ કરવો આવશ્યક છે. સમગ્ર જૈન વાડ્મયને આગમિક અને આગમેતર એમ બે વિભાગમાં વહેંચી શકાય. . આગમિક સાહિત્ય એટલે આગમો અને એમની સાથે સંકળાયેલું વ્યાખ્યાત્મક સાહિત્ય. આગમોના આધાર પર જે આગમિક પ્રકરણો રચાયાં, તેમનો સમાવેશ આગમેતર સાહિત્યમાં કરવામાં આવે છે. આગમગ્રંથોનું પઠન-પાઠન સામાન્ય લોકો માટે અઘરું હતું. વળી આગમોમાં મહત્ત્વના બધા વિષયોનું સુસંકલિત અને સુવ્યવસ્થિત નિરૂપણ મળતું નથી. તેથી જૈન આચાર-વિચાર અને સંસ્કૃતિનો સામાન્ય બોધ સહેલાઈથી થઈ શકે એવી દૃષ્ટિથી આગમોના પ્રવેશદ્વાર જેવાં આગમિક પ્રકરણો પ્રાકૃત પદ્યમાં રચાયાં. તેમાં, દ્રવ્યાનુયોગ વગેરે સંબંધી વિચારોનું નિરૂપણ કરનારાં પ્રકરણો, સાત્ત્વિક પ્રકરણો તરીકે ઓળખાય છે, જયારે આચાર સંબંધી વિચારોનું નિરૂપણ કરનારાં પ્રકરણો, ચરણકરણાનુયોગને લગતાં પ્રકરણો તરીકે ઓળખાય છે.” આ બીજા પ્રકારનાં આગમિક પ્રકરણો પહેલાં માત્ર પ્રાકૃત ગાથાઓ રૂપે રચાયાં, અને પછી ટીકાકારોએ પ્રાકૃતમાં અને સંસ્કૃતમાં, ગાથાઓમાં સૂચવેલાં દગંતોને સમજાવતી કથાઓ આપતી વિસ્તૃત ટીકાઓ લખીને તેમને સમૃદ્ધ કર્યા. શીલોપદેશમાલા' (‘શી. મા.”) એ શીલ અંગેના વિચારોનું પ્રાકૃત ગાથાઓમાં નિરૂપણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520778
Book TitleSambodhi 2005 Vol 28
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2005
Total Pages188
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy