________________
157
Vol. XXVII, 2004
કવિ મંત્રી વસ્તુપાલ અને તેના સમકાલીન કવિઓ આમ એક જ શ્લોક જુદા જુદા સંદર્ભમાં નોંધાયેલા જોવા મળે છે. આ પરથી સોમેશ્વર કવિ સતત રાજસભામાં હાજર હોવાનું પ્રતીત થાય છે.
મંત્રી વસ્તુપાલે સોમેશ્વરની રાજગુરુ અને કવિ તરીકે પ્રશંસાપૂર્વક ઓળખાણ આપી તે સોમેશ્વરે પોતાના “ઉલ્લાઘરાઘવ' નાટકની પ્રસ્તાવનામાં કહ્યું કે ચૌલુક્ય રાજાઓ જેના ચરણમાં વંદન કરતા, રાણક વિરધવલ તેને પિતા તુલ્ય સન્માન કરીને વંદન કરતો.
ગોધરાના ઘૂઘુલ રાજાનો પરાજય કરીને મંત્રી તેજપાલ ધોળકામાં પ્રવેશ્યો. લાકડાના પાંજરામાં પૂરેલા ધંધુલને વીરધવલ સમક્ષ અર્પણ કરવાથી પ્રસન્ન થયેલા વિરધવલે સભા ભરીને તેજપાલનું સ્વાગત કર્યું અને તેના ઇશારાથી સોમેશ્વરે પ્રસંગોચિત શ્લોક કહ્યો
मार्गे कर्दमदुस्तरे जलभृते गर्ताशतैराकुले, खिन्ने शाकटिके भरेऽति विषमे दूरं गते रोधसि । शब्देनैतदहं ब्रवीमि महता कृत्वोच्छ्रितां तर्जनी
મીદશે અને વિદાય ધવત્તે વોટું માં : ક્ષ: ૨ પુ.પ્ર.પં.. ૬૨ યાત્રાએ બંને મંત્રીઓ નીકળ્યા ત્યારે તેમને ભેટમાં મળેલું સુવર્ણ, દ્રવ્ય હતું. તેથી બંને ભાઈઓએ મંત્રણા કરીને એ દ્રવ્ય ધર્મ-પુણ્ય કાર્ય માટે ખર્ચવાનો નિશ્ચય કર્યો, કેમકે દ્રવ્યને ભૂમિમાં સંતાડવા જતાં બીજું અઢળક દ્રવ્ય પ્રાપ્ત થયું. આથી સોમેશ્વરે પ્રશંસા સાથે શાસ્ત્રબોધ યાદ કર્યો
पन्थाममेको न कदापि गच्छेदितिस्मृतिप्रोक्तमिव स्मरन्तौ ।
तौ भ्रातरौ संसृतिमोहचौरे संभूय धर्मेऽध्वनि सम्प्रवृत्तौ ॥१ આ રીતે આ મંત્રી બેલડીના સતત સાહચર્ય પ્રત્યે સોમેશ્વરે આપણું ધ્યાન દોર્યું છે અને આપણને તે બંને સાથેનું સોમેશ્વરનું પણ સાહચર્ય પ્રતીત થયા વિના રહેતું નથી. આથી સોમેશ્વર અને મંત્રીઓ પરસ્પર ગાઢ પરિચય ધરાવતા મિત્રો પણ હશે જ તેથી પરસ્પરની મુશ્કેલીમાં પણ કામ લાગતા હોવા જોઈએ એવું કેટલાક પ્રસંગો પરથી સમજી શકાય છે. બંને મંત્રીઓને “ઘટસર્પની કસોટીમાંથી પસાર થવું પડેલું, તેમાંથી સોમેશ્વરે તેમને છોડાવેલા. ખાસ કરીને વીસક્લેવ રાણક બન્યા પછી એવી કસોટીઓ મંત્રીઓને થયેલી. વીસલદેવને તેનું રાજ્ય નિષ્કટંક બનાવીને સોંપ્યું તો પણ ! બીજા કોઈક પ્રસંગે સોમેશ્વરે વસ્તુપાલમાં ક્યા ગુણો છે તેનું વર્ણન કર્યું
बाणे गीर्वाणगोष्ठी भणति मघवति ब्रह्मभूयं प्रपन्ने, व्यासे विद्यानिवासे कलयति च कलां कैशवी कालिदासे । माघे मोघां मघोनः सफलयति दृशं चाद्य वाग्देवतायाः,
सोऽयं धात्रा धरित्र्यां निवसनसदन प्रस्तुते वस्तुपालः ॥ पु.प्र.सं.पृ. ७४ અહીં વસ્તુપાલના કાવ્યતત્ત્વની બાણ, વ્યાસ, ઈન્દ્ર, કાલિદાસ અને સરસ્વતી દેવીના સંદર્ભમાં