________________
156
હતી.
વિભૂતિ વિ. ભટ્ટ
ફરીથી એકવાર મંત્રી વસ્તુપાલે સોમેશ્વરને સમસ્યા આપી“જિ: જિ વા મેલ: ?''
સોમેશ્વરે એ આ રીતે પૂરી કરી આપી
येनागच्छज्जमाख्यातो येनानीतश्च मत्पतिः ।
પ્રથમં હિ ! : પ્રખ્ય: જા: િવા મેલ: ?
આ વખતે પણ સોમેશ્વરને ૧૬ હજાર દ્રમ્મ કવિ મિત્ર મંત્રી પાસેથી મળ્યા. આ રીતે બંને કવિમિત્રોની કાવ્યક્રીડા ચાલ્યા કરતી.
દાનમંડપિકામાં અઢળક દ્રવ્યદાન કરતા મંત્રીને જોતાં, કોઈક કવિ સોમેશ્વરે પીયૂષાપિ પેશ..... શ્લોક કહ્યો. આ સાંભળીને મંત્રીએ સોમેશ્વરને ૨૩ લાખ (દ્રમ્મ) આપ્યા. આ પ્રસંગ પરથી તે સમયની ધાર્મિક સહિષ્ણુતા ઉપરાંત ધાર્મિક ઉદારતા પ્રવર્તતી જોવા મળે છે.
SAMBODHI
આ પરથી કવિવૃંદ માત્ર રાજદરબારમાં જ નહિ પરંતુ મંત્રી જ્યાં જાય ત્યાં, યાત્રાસ્થળોએ પણ અને મંત્રીએ યોજેલા કવિત્વસત્રમાં પણ એકઠાં થતાં.
એકવાર પોતાની વૃદ્ધાવસ્થા નજીક આવતી જોઈને ઉદાર ચહેરે પૃથ્વી પર નીચે જોતાં મંત્રી બેઠા હતા. મનમાં યાત્રાએ જવાનો વિચાર કરતા હતા તેવામાં તેની પાસે સોમેશ્વર આવ્યો, તેને બેસવાને આસન આપ્યું ત્યારે સોમેશ્વરે આજુબાજુ જોતાં જોતાં કહ્યું –
અન્નવાનૈ: પય:પાન: ધર્મસ્થાનૈૠ ભૂતલમ્ ।
यशसा वस्तुपालेन रुद्धमाकाशमण्डलम् ॥१
આ જ શ્લોક બીજા કોઈક કવિએ ૯ વાર મંત્રીને કહ્યો તેથી મંત્રીએ તે બધાને ૯ હજાર આપ્યા. ઉપરોક્ત શ્લોકના પ્રસંગ ૫૨થી વસ્તુપાલનો છેલ્લી યાત્રાનો વિચાર હોવા સંભવે છે. અને કવિની પણ મંત્રી સાથેની છેલ્લી મુલકાત હોવી જોઈએ. ઉપરોક્ત શ્લોક અન્ય પ્રસંગે કોઈક બ્રાહ્મણે સભામાં પ્રવેશતી વખતે, મંત્રીએ આસન આપ્યું ત્યારે બોલ્યો એમ પણ નોંધાયું છે.
બંને મંત્રીઓ એ એક વાર ખૂબ જ ધન, ભૂમિ વગેરે સોમેશ્વર વગેરેને તથા ગરીબોમાં વહેંચ્યું. ત્યારે સોમેશ્વરે એક શ્લોક કહ્યો
सूत्रे वृत्ति कृता पूर्वं दुर्गसिंहेन धीमता ।
विसूत्रे तु कृता तेषां वस्तुपालेन मन्त्रिणा ||१
વસ્તુપાલે નિષ્કંટક રાજ્ય વીસલદેવને સોપ્યું તે પ્રસંગે પણ ઉપરોક્ત શ્લોક નોંધાયો છે, પણ ‘કોઈક કવિ'એ કહ્યો એ રીતે.