________________
128
બંસીધર ભટ્ટ
SAMBODHI
કઠ ઉપનિષદ उ:१० इन्द्रियेभ्यः परा ह्या अर्थेभ्यश्च परं मनः ।
मनसस्तु परा बुद्धि बुद्धेरात्मा महान् परः ॥ ૩:૧૧ મહત: પરમજીમwત્ પુરુષ: પર: |
पुरुषान्न परं किञ्चित् सा काष्ठा सा परा गतिः ॥ ૩:૧૦ ૩થ = ઇંદ્રિયોના વિષય = શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ
ન્દ્રિય = આંખ, કાન, નાક, જીભ, ત્વચા ૩-૧૧ ઝાઝા = ચરિમ સીમા, ધ્યેય, સૌથી ઉપરી ઉત્તમ-માર્ગ (સરખાવો પાણિનિ ૮.૧.૬૭-૬૮),
પર = જુદું, ઊંચું [(પાંચ) ઈંદ્રિયોથી (તેના પાંચ) વિષયો ઊંચા (જુદા) છે અને (પાંચ) વિષયોથી મન ઊંચું છે. મન કરતાં તો બુદ્ધિ ઊંચી, અને બુદ્ધિ કરતાં મહાનું આત્મા ઊંચો છે. (૧૦). (તે) મહાનું (આત્મા) કરતાં અવ્યક્ત ઊંચું છે; અવ્યક્તથી પુરુષ ઊંચો છે. પુરુષથી કાંઈ પણ ઊંચું નથી; તે ચરિમસીમા છે; તે ઊંચી ગતિ છે (૧૧).” સરખાવો ગીતા–૭.૭ : મત્ત: પરતાં નાખ્યત્ વિઝિતિ.. “મારાથી વધારે ઊંચે બીજું કાંઈ નથી...”]
ફરીથી, કઠ ઉપનિષદ :६.७ इन्द्रियेभ्यः परं मनो मनसः सत्त्वमुत्तमम् ।
सत्त्वादधि महानात्मा महतोऽव्यक्तमुत्तमम् ॥ ६.८ अव्यक्तात्तु परः पुरुषो व्यापकोऽलिङ्ग एव च ।
यज्झात्वा मुच्यते जन्तुरमृतत्त्वं च गच्छति ॥
સત્ત્વ=ગુણમાંથી ઉત્પન્ન થઈ હોવાથી બુદ્ધિ, ધsઉપર, ઊંચે ૬.૮ લિંક =કોઈનું લક્ષણ નક્કી કરતું ચિહ્ન, લાક્ષણિકતા, ... જેમ કે “શરીર”, પ્રકૃતિનું કોઈક લક્ષણ વગેરે,
નતુ= જન્મેલાં જીવડાં). આ શ્લોકના પૂર્વાર્ધના પહેલા પાદમાં એક માત્રા વધી જાય છે ! [“(પાંચ) ઇંદ્રિયોથી મન ઊંચું છે, મનથી સત્ત્વ(બુદ્ધિ) ઉત્તમ છે; સત્ત્વથી(બુદ્ધિથી) ઊંચે મહાન્ આત્મા છે; મહાનું (આત્મા)થી અવ્યક્ત ઉત્તમ છે. (૭) અવ્યક્તથી ઊંચે રહેલો પુરુષ વ્યાપક અને કોઈ લિંગ (ચિહ્ન) વગરનો જ છે. જે (પુરુષ)ને જાણીને (સંસારી) જીવો (સંસારથી) મુક્ત થાય છે અને “અમૃતત્વ” (અમરણના ભાવ) તરફ જાય છે. (૮).] [કઠ ઉપ. ૬.૭માં આવતા નથને કઠ ઉ૫. ૬.૭માં ગણવામાં આવ્યા નથી, તેમ જ બુદ્ધિ માટે સર્વ શબ્દ યોજયો છે] આ જ વિચારો ગીતા ૩:૪૨માં સંક્રાંત થયેલા સમાંતર મળે છે.
૬.૭ સવ