________________
110
બંસીધર ભટ્ટ
SAMBODHI
સાકાર-કૃષ્ણ-તત્ત્વને–ભજે છે તે મારો “યુક્તતમ” (મને જ જોડાયેલો?) મનાય છે” તે શ્લોક
૪૭ સ્પષ્ટ રીતે ક્ષેપક છે, (સરખાવો ૧૨.૨). (c) વિભાગ ૧ના ગીતા ૧-૬ અને ૧૩–૧૮ અધ્યાયોમાં પરંપરાગત જ્ઞાનમાં–જ્યાં કૃષ્ણના મુખે
મૂકેલા શ્લોકો છે તેવા સ્થળે કુલ ૪૧૭ શ્લોકોમાંથી સાકાર–કૃષ્ણતના કુલ ૬૧ શ્લોકો (સમગ્ર ગીતાની દૃષ્ટિએ ૮.૭%) ક્ષેપક તરીકે જુદા તારવીને અમે ટેબલ ૧માં દર્શાવ્યા છે. તેમાં ગીતા અધ્યાય ૧-૨ના કૃષ્ણના મુખે મૂકેલા ૬૩ શ્લોકોનો સમાવેશ ન કરતાં અધ્યાય ૩-૬ના કૃષ્ણના મુખે મૂકેલા કુલ ૧૫ર શ્લોકોમાં સાકાર–કૃષ્ણ તત્ત્વના કુલ ૨૮ શ્લોકો (૧૮.૪%), અને ગીતા ૧૩-૧૮ અધ્યાયોમાં કૃષ્ણના મુખે મૂકેલા કુલ ૨૦૨ શ્લોકોમાંથી સાકાર-કૃષ્ણતત્ત્વના કુલ ૩૩ શ્લોકો પણ (૧૪.૬%) ક્ષેપક ગણાય. ગીતા ૧-૬ અને ૧૩–૧૮ અધ્યાયોના કૃષ્ણના મુખે મૂકેલા શ્લોકમાં સાકાર–કૃષ્ણ–તત્ત્વના કુલ ૬૧ શ્લોકો સિવાયના (ગીતા ૧-૬માં એવા કુલ ૧૮૭, અને ગીતા ૧૩–૧૮માં કુલ ૧૬૯=) કુલ ૩૫૬ શ્લોકમાં પણ કાળક્રમે વૃદ્ધિ નથી થઈ, અને તે મૌલિક છે તેમ માનવાને કોઈ કારણ નથી, જેમ કે ગીતા-૧૩.૪, ૨૨; ૧૫.૧ વગેરે પરંપરાગત જ્ઞાન વિષયક છતાં અહીં તે મૌલિક નથી. આ વિશેની ચર્ચા-વિચારણા કે વિવેચન પ્રસ્તુત વિષય સાથે સંગત નહીં હોવાથી તથા વિસ્તારભયને લીધે તેને અહીં સ્થાન આપ્યું નથી. (વિશેષ વિવેચન માટે જુઓ માલીનાર, ૩૨૭–૩૫૪ અને આગળ, એકમ ૧ તથા એકમ ૫). એમ છતાં, અમારા તારવેલા સાકારકૃષ્ણ-તત્ત્વના જે શ્લોકોને, માલીનારે પણ વિશ્લેષણ કરીને તેમને ક્ષેપક જણાવ્યા છે; ત્યાં અમે ટેબલ ૧માં તે શ્લોક સંખ્યા આગળ (તારક) ચિહ્નથી નિર્દેશ કર્યો છે. એક તારક ()= ગીતાના મૌલિક શ્લોકમાં પહેલા સ્તરે ક્ષેપક; બે તારક (xx)= ગીતાના બીજા સ્તરે ક્ષેપક. ગીતા ૧-૬ અને ગીતા ૧૩–૧૮; એવા ગીતાના અધ્યાયોને એકબીજાથી ભિન્ન ગણવાની આવશ્યકતા છે. આ બધા અધ્યાયોના વિચારો સામાન્ય રીતે ગીતા ૭–૧૨ અધ્યાયોના સાકારકૃષ્ણ–તત્ત્વના વિચારોથી તદ્દન જુદા તરી આવવાથી તે કુલ ૧૨ અધ્યાયોને અમે ટેબલ ૧માં અને ગીતા ૭–૧૨,-કુલ ૬ અધ્યાયોને ટેબલ ૨માં દર્શાવ્યા છે. કોઈવાર યુગ્મક જેવા કે બે-ત્રણ શ્લોકોના સમૂહના શ્લોકોમાં, એકમાં જ કૃષ્ણ–તત્ત્વનું પ્રથમ–પુરુષ સર્વનામ હોય તો પણ તે બધાનો સંદર્ભ પ્રમાણે કૃષ્ણ–તત્ત્વના શ્લોકોમાં જ સમાવેશ કર્યો છે; તેમને જુદા જુદા રાખ્યા નથી.