SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામી દયાનન્દની કર્મમીમાંસા કમલેશકુમાર છે. ચોક્સી પ્રસ્તાવના સને ૧૮૨૪ માં ટંકારા (જિ. રાજકોટ) ખાતે જન્મેલા સ્વામી દયાનન્દ એકબાજુ તાત્કાલિક ભારતીય સમાજમાં સુધારાનું કાર્ય હાથ ધર્યું, તો બીજી બાજુ હિન્દુ, જૈન-બૌદ્ધ, પ્રીસ્તિ અને મુસ્લિમ સમાજમાં પ્રચલિત ધર્મ અને દર્શનને લગતી માન્યતાઓનું પરીક્ષણ પણ હાથ ધર્યું. પરીક્ષણના આ કાર્ય માટે તેમણે પોતાના તર્કપૂર્ણ વિચારની સાથે સાથે વેદ-સંહિતાઓ અને તદનુકૂળ ઇતરસાહિત્યનો પણ આશ્રય શબ્દ-પ્રમાણ તરીકે લીધો. એમની દૃષ્ટિએ વેદ-સંહિતાઓ સ્વતઃપ્રમાણ છે અને તે સિવાયનું બધું જ પરતઃપ્રમાણ છે. સ્વતઃપ્રમાણ તરીકે જે વેદ-સંહિતાઓનો સ્વામી દયાનન્દ આશ્રય લીધો, તે વેદ-સંહિતાઓને હિન્દુ ધર્મનો દરેક સંપ્રદાય અનાદિ તેમજ અપૌરુષેય તરીકે જોતો-સમજતોમાનતો આવ્યો છે. અલબત્ત, દરેક સંપ્રદાય વેદ-સંહિતાઓના અર્થઘટન વિશે મત-ભેદ ધરાવે છે; એ નોંધવું જોઈએ. વેદ-સંહિતાઓને શબ્દપ્રમાણ તરીકે (સ્વતઃપ્રમાણ) સ્વીકારવા ઉપરાંત “સૃષ્ટિક્રમ' નામક એક બીજા પરિબળનો પણ તેમણે ધર્મ અને દર્શનના વિનિશ્ચય માટે ઉપયોગ લીધો છે. આ બધાના આધારે કર્મવિષયક તેમની માન્યતાએ જે આકાર લીધો છે, તે નિમ્નાનુસાર છે. સ્વામી દયાનન્દનો મૂળભૂત સિદ્ધાન્ત : સ્વામી દયાનન્દ ચૈતવાદનો સ્વીકાર કર્યો છે. આ મુજબ ઈશ્વર, જીવ અને પ્રકૃતિ – એ ત્રણેય સ્વતંત્ર પદાર્થો/એકમો છે; અને તે ત્રણેય અનાદિ છે. આ પૈકી ઈશ્વર અને જીવ એ બે સચેતન છે; જ્યારે પ્રકૃતિ અચેતન છે; જડ છે. “ઈશ્વર એક છે; નિરાકાર છે અને સૃષ્ટિની ઉત્પત્તિકર્તા છે. વળી, તે સર્વજ્ઞ અને સર્વશક્તિમાન પણ છે. ઈશ્વરના અવતાર અંગે પૌરાણિક માન્યતાની તદન વિરુદ્ધ સ્વામી દયાનન્દની માન્યતા છે. તેઓ અવતારવાદનો કમિપિ સ્વીકાર કરતા નથી. જીવ અચેતન છે અને તેની સંખ્યા અનેક છે (અસંખ્ય છે). એક જ જીવ જન્મ-જન્માન્તર થકી જીવતો અને મરતો રહે છે. પ્રાણી અને મનુષ્યના જીવમાં તેઓ કોઈ અંતર જોતા નથી. જો કે આ “જીવ અનાદિ અને અચેતન છે; અને એ રીતે તેટલા પૂરતો ઈશ્વરની જેમ જ દેખાય છે; છતાં ‘જીવ' અલ્પજ્ઞ છે; એકદશી છે અને જન્મ-મરણના ચક્રમાં ફરતો રહે છે; એમ તેઓ જણાવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520776
Book TitleSambodhi 2003 Vol 26
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2003
Total Pages184
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy