SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ 151 Vol. XXIV, 2001 એમના કહેવાનું તાત્પર્ય એ છે કે ‘જગતમાં બધે જ અનેકાન્તવાદ છે′ (૫૭). અને આ કારણે જ અનેકાન્તવાદને પચાવનાર શારીરિક અને માનસિક આરોગ્ય સતત જાળવી શકે છે. (૫૭). અનેકાન્તવાદના આધારે ત્રિવિધ વ્યવહારલક્ષી શિક્ષણનું આયોજન શ્રેષ્ઠ પરિણામો લાવી સમાજ કે રાષ્ટ્રનું તંદુરસ્ત ઘડતર કરી શકે છે (૫૬). સમય સંપત્તિ શક્તિના ત્રિવિધ પરિમાણનો દુર્વ્યય અટકાવવા દીર્ઘદષ્ટિ અનેકાન્તદષ્ટિ રાખ્યા વિના કોઈ વિક્લ્પ નથી (૫૫-૫૬). દુનિયાની તમામ કાયદાની કોર્ટોમાં અનેકાન્તવાદનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે (૫૪). અનેકાન્તવાદને આધારે પૂર્વગ્રહ વિના દેરાહિતનાં કાર્યમાં આગળ વધે તો ટૂંકા ગાળામાં રાષ્ટ્રનો સૌથી વધુ વિકાસ સાધી શકાય છે (૫૫). જેવાં વિધાનો મારફતે શ્રી મલુચંદભાઈ જીવનમાં અનેકાન્તવાદની કેવી ઉપયોગિતા રહી છે તે સોદાહરણ સરળ રીતે સમજાવે છે. સામાન્યજણ સારુ આ પ્રકરણ ઘણું ઉપયોગી બની રહે તેમ છે. REVIEW પ્રકરણ ચાર, પાંચ, છ અને સાતમાં આ ગ્રંથના સંપાદક અને આ ચારેય પ્રકરણોના લેખક શ્રી નવીનભાઈ શાહ અનેકાન્તવાદનાં વિવિધ પાસાંને સરળ રીતે કાવ્યમય પદ્ધતિથી સમજાવતાં સામેની વ્યક્તિના દૃષ્ટિબિંદુને સમજવાની કળા’, ‘સત્યદર્શનની કળા અથવા અસ્તિત્વ પારખવાની દૃષ્ટિ’ તથા ‘અનેકાન્તવાદ : કળા અને વિજ્ઞાન’ છે એવા મુદ્દાઓને આવરી લે છે. ‘કાવ્યમય અનેકાન્તદષ્ટિ’માં લેખકે નય એટલે શું એના પંચોતેર અર્થ આપણને સંપ્રાપ્ત કરી આપ્યા છે. ટૂંકાં ટૂંકાં વાક્યો મારફતે શ્રી નવીનભાઈએ અનેકાન્તવાદ અંતર્ગત સમાવિષ્ટ કેટલીક તાત્ત્વિક બાબતોને ગદ્યપદ્યનો વિનિયોગ કરીને સરળ રીતે સમજાવવામાં સફળતા હાંસલ કરી છે. છેલ્લા પ્રકરણમાં લેખકે અનેકાન્ત કળા છે કે વિજ્ઞાન તે ૧૪ સૂત્રાત્મક વાક્યોથી સમજાવે છે. દા.ત. જ્ઞાન મેળવવાની કાર્યપદ્ધતિને સમજાવે તે શાસ્ત્રનું નામ છે અનેકાન્તવાદ (૭૯). દષ્ટિ, ભાષા અને વસ્તુની સત્યતા ત્રણેનો અભ્યાસ કરાવવો તે અનેકાન્તવાદનું કાર્યક્ષેત્ર છે (૭૯). અનેકાન્તવાદ એ વિજ્ઞાન છે કારણ કે તે પૃથક્કરણ અને વર્ગીકરણ કરીને સમાધાન કરે છે (૮૩). અનેકાન્તવાદ એ મોક્ષ માટેનો પાયો છે કારણ તે શાંતિ અને આનંદ આપે છે (૮૪) અનેકાન્તવાદ એ ઉચ્ચ કોટિનું સામાજિક શાસ્ત્ર છે કારણ કે તે લોક્શાહી અને સહકારને ઉત્તેજિત કરે છે અને સામી વ્યક્તિના વિરોધી મતનું સમાધાન કરે છે અને તેથી વ્યવહાર સુસંગત કરે છે. (૮૩) અનેકાન્તવાદ એ સંદેશાવ્યવહારનું શાસ્ત્ર છે કારણ કે તે શબ્દોનું વિભાગીકરણ કરી તેની પાછળ રહેલા અર્થભેદને સમજાવે છે અને અર્થઘટન કરે છે (૮૩) અનેકાન્તવાદ એ સંવાદ છે કારણ કે તે હઠાગ્રહ ભરેલ વિવાદને નષ્ટ કરી બધાં જ વિરોધી તત્ત્વોનો સમન્વય કરે છે અને તેમને સહભાગી કરે છે. (૮૩-૮૪) અનેકાન્તવાદ એ જ્ઞાનમીમાંસા છે કારણ કે તે જ્ઞાનદર્શન અને ચારિત્ર્ય કેમ ઘડાય તેની પદ્ધતિને સમજાવે છે. (૮૩) ઇત્યાદિ. ‘સામેની વ્યક્તિના દષ્ટિબિંદુને સમજવાની કળા' પણ અનેકાન્તવાદનું એક પાસું છે. આ માટે અહિંસક પ્રતિભાવ, ખંડનપ્રવૃત્તિનો અભાવ, તિરસ્કારવૃત્તિનો અભાવ, મિથ્યાત્વની શોધ, હઠાગ્રહનો અભાવ, મૂલ્યાંકનવૃત્તિનો પ્રભાવ, સત્યની સાપેક્ષતા જેવા મુદ્દાઓને લેખક સમજાવે છે અને સારાંરો અભિવ્યક્ત કરે છે કે ‘તમારી સમજશક્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ તમારી આત્મીયતા વધતી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520774
Book TitleSambodhi 2001 Vol 24
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2001
Total Pages162
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy