SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ 150 SAMBODHI નથી, તે વ્યવહારની પણ વસ્તુ છે. અનેકાન્તની સાર્થક્તા ઈષ્ટને જાણવામાં અને જગાડવામાં છે તેમ જ અનિષ્ટને ઓળખીને તેને સુવાડી દેવામાં છે. (૩૬) એક કાળે અનેકાન્તનું સ્થાન ધર્મ પૂરતું મર્યાદિત રહ્યું હતું પણ હવે જો તેનો વ્યવહારનાં વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગાય તો સંભાવનાની નવી ક્ષિતિજો ઉઘાડી શકે તેમ છે. (૩૬) એમની દષ્ટિએ અનેકાન્તનો સાર એટલે ખંડન નહીં પણ મંડન. કોઈપણ વિચારસરણી કે વિચારપદ્ધતિ જે તે સમયની સમસ્યાનું સમાધાન કરવામાંથી જ ઉદ્ભવે છે. અને સમાધાન એટલે સમન્વય (૭). એમની દષ્ટિએ ઉપનિષદોનો આત્મવાદ, ચાર્વાકોનો ભૌતિવાદ, બુદ્ધનો અનાત્મવાદ જેનોના અનેકાન્તવાદના સિદ્ધાન્ત તરફ લઈ જાય છે. (૭ થી ૯). અનેકાન્તનો સરળ અર્થ પ્રસ્તુત કરતાં તેઓ જણાવે છે કે સત્ય અનંત છે, મહાન છે અને તેનો આવિષ્કાર અનેક રીતે થઈ શકે છે. (૧૨). સમસ્ત પ્રવૃત્તિ આપણને સૂચક સંદેશ આપે છે કે પ્રતિપક્ષ વિના પ્રકૃતિમાં સંતુલન રહી જાતું નથી. (૧૫) અનેકાન્ત વિરોના વિચારોના મંથનનું નવનીત એ છે કે સમસ્ત સંસાર પરસ્પર વિરોધી ધર્મોના સહઅસ્તિત્વનો છે (૧૬) એમ કહીને શ્રી ચંદ્રહાસભાઈ અનેકાન્ત વિજ્ઞાન છે, અનેકાન્ત એટલે અપેક્ષા (૨૧) એવું સૂચિત કરે છે. તેમના કહેવા મુજબ અનેકાન્તના વિજ્ઞાનને સમજવા માટે સાદ્વાદ એક પદ્ધતિ છે. બંને વચ્ચેનો સંબંધ વાચ્ય-વાચક, સાધ્ય-સાધકનો છે. (૨૨) સ્યાદ્વાડ નિશ્ચય અને વ્યવહાર વચ્ચેની સુંદર સમતુલા સમો છે. સદ્વિચાર તે નિશ્ચય અને સદાચાર તે વ્યવહાર અને બંને પરસ્પર સંલગ્નિત છે (૨૫) એમ સૂચવીને તેઓ કહે છે કે અનેકાન્ત વર્તમાનમાં જીવવાનું, ભૂતકાળમાંથી બોધ લેવાનું અને ભવિષ્યને ઘડવાનું ઉત્તમ ઔષધ છે (૨૬). સારરૂપે તેઓ કહે છે વત્યુ સુરાવો ઘો એટલે કે વસ્તુનો સ્વભાવ એ એનો ધર્મ છે (૩૪) એવું સૂત્ર આપીને સ્યાદ્વાદ, અનેકાંતવાદ, નયવાદ અને સપ્તભંગી જેને અધ્યાત્મજગતના પારિભાષિક શબ્દો છે અને પરસ્પરની ઘણા નજીક છે અને તેથી સામાન્ય જણ માટે તો આ બધા શબ્દો લગભગ સમાનાર્થી રહ્યા છે. (૨૧) શ્રી મલચંદ શાહે અનેકાંતવાદ એ ક્રાન્તદ્રષ્ટા મહાવીરનું વિશિષ્ટ પ્રદાન છે એવું વિધાન કરીને વિશ્વશાંતિ માટે તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે આ અમૂલ્ય પ્રદાન છે (૩૭) એમ કહીને સમસ્ત જગત સારુ અનેકાન્તના સિદ્ધાન્તની સાર્થક્તા સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે. એમના કહેવા મુજબ અનેકાન્તવાદ એ એક દષ્ટિ છે જે સત્યને આધારે ઊભી છે, એવું સૂચિત કરી સત્યને પ્રતિષ્ઠિત કરે છે. મનુષ્યની શક્તિ સીમિત હોય છે તેથી કોઈપણ વસ્તુનું ત્રિકાલાબાધિત યથાર્થ દર્શન થવું મુશ્કેલ હોય છે...આથી વસ્તુનું યથાર્થ દર્શન કરનાર કે અપૂર્ણ દર્શન કરનારને અન્યાય ન થાય એવી ચિંતામાંથી મહાવીરને અનેકાંતદષ્ટિ મળી આવી (૩૭), એવું નોધીને શ્રી મલચંદભાઈ મહાવીરને સામાન્યજણની કેવી ચિંતા હતી તેવું દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. એમના કહેવા મુજબ અનેકાન્તવાદનાં બીજ હિન્દુધર્મમાં અનુસ્મૃત છે (૪૧). આથી એવું સૂચિત થાય છે કે ભારતના વિવિધ ધર્મો અને વિભિન્ન સંપ્રદાયોનું લક્ષ્ય એક જ છે; કેવળ પદ્ધતિ અને અભિગમ ભિન્ન છે. “અનેકાન્તવાદની ઉપયોગિતા” નામક પ્રકરણ ત્રણમાં શ્રી પ્રવીણભાઈ શાહ વિવિધ દર્શનકારોના વિચારો આપણી પ્રત્યક્ષ કરી અનેકાન્તના સિદ્ધાન્તની સરળ સમજ આપણને સંપડાવી આપે છે (૪૯). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520774
Book TitleSambodhi 2001 Vol 24
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2001
Total Pages162
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy