SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ 103 Vol. XXIV, 2001 શ્રી હરિભદ્રાચાર્ય પ્રણીત લલિતવિસ્તરા’ ટીકા ચૈત્યવંદનસૂત્રોમાંનું સૂત્ર ‘નમુત્યુ’ના પદ્યપદમાં ભક્તિ ઝરે છે. શ્રી હરિભદ્રસૂરિ કહે છે ચૈત્યવંદન કરતા પહેલાં ‘પ્રણિપાતઠંડસૂત્ર' અર્થાત્ નમુત્યુર્ણ બોલવું જોઈએ જેથી અપૂર્વ ભાવવૃદ્ધિ આવે. પરમાત્માના નમસ્કારમાં ચિત્તનો પ્રવેશ થવો એ જ અરિહંત બનવાની પ્રક્રિયા છે. શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે કે – (૧) આ ગણધર પ્રણીતસૂત્ર છે. ગણધરો અહશિષ્ટ છે મહાજ્ઞાની છે એટલે જ (૨) આ સૂત્ર મહાગંભીર છે - deep છે - જેમ સાગરના ઊંડાણનો તાગ માપી શકાતો નથી તેમ તેની અર્થગંભીરતાનો તત્ત્વના ઊંડાણનો તાગ પામી શકાય નહીં. તેથી તે (૩) સકલ ન્યાયકર છે. સર્વન્યાયનો અર્થાત્ દર્શન વિષયક પ્રમાણભૂત ચર્ચાનો સમુદ્ર છે. રત્નની ખાણમાં જેમ જેમ ખોદો તેમ રત્નો નીકળ્યાં જ કરે, તેમ આ સૂત્રમાં પણ જેમ જેમ ઊંડા ઊતરીએ, વિચારીએ તેમ તત્ત્વો નીકળ્યાં જ કરે. આવું મહાગંભીર અર્થપૂર્ણ હોવાથી(૪) આ સૂત્ર ભવ્ય પ્રમોદ હેતુ છે - સર્વ ભવ્યજીવોને તે હર્ષના કારણરૂપ છે જે એનું પઠન કરે છે તેને તત્ત્વ ચમત્કાર દેખાય છે. તેથી તેને પરમ આનંદ થાય છે. (૫) આવું તે સૂત્ર પરમાર્થરૂપ છે અર્થાત્ પરમ આર્ષવચનરૂપ છે. (૬) તે અન્યોને નિદર્શન છે - અર્થાત્ બીજાઓને દિશદર્શનરૂપ છે. (૭) તે મનનીય છે-તત્ત્વવિચારણાસભર હોવાથી ચિંતન કરવા યોગ્ય છે. ટૂંકમાં આ સૂત્ર પરમાર્થ વિચારપ્રેરક છે. વળી, તેની તત્ત્વસંકલના અદ્ભુત છે. સર્વજ્ઞ, સર્વદર્શી સ્વરૂપ સંપદાયુક્ત અહંત ભગવંતો નમસ્કારને યોગ્ય છે- અન્યને પણ ઉપકારી છે. બીજાને પણ આત્મતુલ્ય ફળ આપે છે. શ્રી હરિભદ્દે આ સૂત્રના ઉચ્ચારણ વખતે અર્થભાવ પર ખાસ ભાર મૂક્યો છે. આમ, પ્રથમ તેમણે નમુત્યુર્ણની ચર્ચા કરી ચૈત્યવંદન યોગ્ય ભૂમિકા રચી છે. તેમના મત પ્રમાણે બધાં જ સૂત્રો મન-વચન અને કાયાની એકાગ્રતાથી પઠન કરવાં જોઈએ. આ સ્તોત્રો થકી શુભચિત્ત લાભ હોય છે જે વંદનાનું મહત્ત્વનું પ્રયોજન છે. જ્યાં સુવિચારણા પ્રગટે છે ત્યાં નિજજ્ઞાન સહજ છે. જે ભાવે મોહક્ષય થઈ નિર્વાણની પ્રાપ્તિ વાક્ય બને છે. આ પ્રમાણે આચાર્ય શ્રી હરિભદ્ર અત્ ચિત્ય અર્થાત્ પ્રતિમાની પૂજ્યતા સિદ્ધ કરી છે. અને શાસ્ત્રસિદ્ધપણું પ્રતિષ્ઠિત ક્યું છે. અંતમાં, આ ગ્રંથનો ઉપસંહાર કરતાં તેઓ કહે છે – ચૈત્યવંદનસૂત્ર શ્રવણ-પઠન કરવા યોગ્ય છે. તે આત્માને પ્રસન્ન કરે છે કારણ કે તે થકી સંવેગાદ્રિસિદ્ધ હોય છે અને છેવટે તેઓએ મંગલ આશિષ આપી છે. નિશ્ચય લક્ષમાં રાખી સાધન દ્વારા સ્વસ્વરૂપમાં રુચિ થતાં કૃતકૃત્ય થવાનો માર્ગ ઉપલબ્ધ થાય છે. અને છેલ્લે, વ્યવહાર સે દેવ જિન, નિર્ચ સે હૈ આપ, એ હિ બચનસે સમજ લે જિનપ્રવચનકી છાપ.” (-શ્રીમદ્ રાજચંદ્ર) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520774
Book TitleSambodhi 2001 Vol 24
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2001
Total Pages162
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy