________________
Vol. XXIII, 2000 રાજીમતીપ્રબોધ નાટક - એક અવલોકન
117 સંકળાયેલા સ્વજન છે એમ જણાય છે. તેમને સમુદ્રવિજય માનીએ તો પણ તે બંધ બેસતું નથી, કારણ કે પાંચમાં અંકમાં સમુદ્રવિજયનો નામથી નિર્દેશ છે. આ જ રીતે આ નાટકમાં બકુ, ચમ્પ, ચતુર, પ્રિયમ્ વગેરે પાત્રો કઈ ભૂમિકા ભજવે છે, તેનો સ્પષ્ટ ખ્યાલ આવતો નથી. ઉપસંહાર :
આવી થોડીક મર્યાદાઓ હોવા છતાં ‘રાપ્ર’નું સાહિત્યિક મૂલ્ય સહેજે ઓછું આંકી શકાય તેમ નથી. રા' નાટકમાં નેમિના મુખમાં મૂકેલા શ્લોકોમાં કવિની ઋતંભરા પ્રજ્ઞાના ચમકારા મળે છે. તે ઉપરાંત આ નાટકમાં યશશ્ચન્દ્રની ઉત્તમ કવિત્વશક્તિના, સંસ્કૃત પ્રાકૃત ભાષા ઉપરના પૂરેપૂરા પ્રભુત્વના તેમજ સંવાદકલા પરની પક્કના પૂરતા પુરાવા મળે છે.
લગ્ન કરવા જતા નેમિકમારે પાંજરામાં પૂરેલાં પ્રાણીઓના કરુણ આક્રંદને સાંભળી, એ જ ક્ષણે દીક્ષા લેવાનો મક્કમ નિર્ધાર ક્ય. એ પ્રસંગને જૈન કવિઓએ સંસ્કૃત, પ્રાકૃત અપ્રભંશ, જૂની ગુજરાતી વગેરે અનેક ભાષાઓમાં વિવિધ સાહિત્યપ્રકારોમાં, નેમિચરિત્રની અંદર આલેખ્યો છે.
નેમિકુમારે પોતાની વાગ્દત્તાને, પ્રબુદ્ધ કરી અને એની પાસેથી આધ્યાત્મિક પંથે પળવા માટે સંમતિ મેળવી, તે પ્રસંગને એક સંપૂર્ણ સંસ્કૃત નાટકના ફ્લેવરમાં ઢાળીને, ખાસ કરીને એમાં રાજીમતીના પાત્રને ઉપસાવનાર યશશ્ચન્દ્ર પહેલા કવિ છે.
કવિ પોતાનાં નાટકો વિરો પ્રસ્તાવનામાં લખે છે કે આ નાટકોમાં કાવ્યામૃત ઝરે છે, જ્યારે તે ‘રાજીમતીપ્રબોધ' નાટક વિશે જણાવે છે કે,
'अस्त्येव सहृदयहृदयकषपट्टिकानियूंढप्रौढवागर्थंहाटकं राजीमतीप्रबन्धं नाम नाटकं कृतिः खल्वस्य यशश्चन्द्रस्य।'
તેમનો આ દાવો કેટલે અંશે સાચો છે તે સદાયોએ જ નક્કી કરવાનું છે.
વધુ વિગત માટે જુઓઃ નીતાનના સુ. શાહ
(Ed.) (THAIYTETH1284 Introduction, p. 1-32, प्रकाशक-श्रुतप्रसारक सभा, अमदावाद, १९९७.