________________
SAMBODHI
216
રસીલા કડીઆ, શીતલ શાહ તોરણ અને થાભલાની નકશી અદ્ભુત છે. કરણાશાહના પાડામાં શેઠ પાતાના ઘરદેરાસરમાં કળવાળી પૂતળીઓ અને હાથી દાતનું કામ જોવા મળે છે, ખેતલવસહીમાં પારેખ ઉદિકરણના ઘરદેરાસરમાં રત્નમય બિબ અને કળશ તથા સદફકારી જેવી કલા-કારીગરી છે – જેવી વિગતો
કેટલેક સ્થળે કવિ કોઈક પ્રતિમા, કોઈક સ્થળ કે કોઈક નકશીકામ સદર્ભે લબાણપૂર્વક નોધ કરે છે
આવી એક નોધ ઊચી શેરીના પાર્શ્વનાથના જિનાલયમાની ચદ્રપ્રભુ સ્વામીની પ્રતિમા સદર્ભે પાચ કડીમા આપી છે તે જણાવે છે કે – આ પ્રતિમા પિત્તળની અતિ પ્રાચીન પ્રતિમા છે આર્ય સુહસ્તિસૂરિના ઉપદેશથી સપ્રતિ રાજાએ તે ભરાવેલી છે અને કવિ ચૈત્યપરિપાટી લખે છે ત્યારે આ મૂર્તિ ૧૭૦૦ વર્ષ જેટલી પ્રાચીન છે અને તેથી આ પ્રતિમાના દર્શન એટલે એનું જાત્રા જેટલુ મહત્ત્વ છે
આ ચૈત્યપરિપાટીમા કવિએ તે-તે વિસ્તારમાં બધાયેલા નવા દેરાસરોની વિગતો પણ જણાવી છે આવા નવા દેરાસરોની સંખ્યા ૯ જેટલી છે મુનિ સિદ્ધિસૂરિની ચૈત્યપરિપાટીમાં આ દેરાસરોનો ઉલ્લેખ નથી
અને ૭મી (છેલ્લી) ઢાળમા કવિ આગળની ૬ ઢાળમાં નિર્દેશિત દેહરા, દહેરાસર અને બિબ સખ્યાનુ સપૂર્ણ ટોટલ આપે છે અને પોતે આ ચૈત્યપરિપાટી (વિધિ પક્ષ) અચલગચ્છીય ગુરુ મુનિ ધર્મમૂર્તિસૂરિની કૃપાથી આનદ સાથે સ૦ ૧૬૧૩ આષાઢી પૂનમ અને શનિવારના રોજ પાટણ નગરમાં પૂર્ણ કરી હોવાનું જણાવે છે કલશમાં કર્તા તરીકે કવિ પોતાનું નામ સંઘરાજ જણાવે છે
તાં ચૈત્ય અવિચલ કહઈ સેવક સંઘરાજ સુખાકરું. કવિ સઘરાજ પાટણની ચૈત્યપરિપાટી કરતાં નોધે છે કે કેટલાક જિનાલયમાં તેઓએ ચપક, કેતકી, કમલ જેવા પુષ્પો વડે પુષ્ય પૂજા કરી છે વિધિપૂર્વક સૂત્રો બોલ્યા છે ૩૬ જિનાલયોમા વિધિ સહિત સત્તરભેદી પૂજા ભણાવી છે ઘણા બધા જિનાલયોમા કેસર અને ચંદનથી ભગવાનની અગ પૂજા તો કરી હોય જ આ અભિવ્યક્તિ દર્શાવે છે કે તેઓએ આ ચૈત્યપરિપાટી કરતી વખતે અતિ ઉલ્લાસ અને હૃદયના અનેરા ભાવ અનુભવ્યા છે
પાટણની ચૈત્યપરિપાટીઓમાં પ્રસ્તુત ચૈત્યપરિપાટી તેની વિગતસભરતાના કારણે અમૂલ્ય છે પાટણના જિનાલયોના ઈતિહાસના અધ્યયનમા આ વિગતો બહુમૂલ્ય ઉમેરણરૂપ છે