________________
Vol XXII, 1998
પાટણની બે અપ્રગટચૈત્યપરિપાટીઓ
189
પ્રત પરિચય .
પ્રસ્તુત પ્રત અગાઉ જણાવ્યું છે તેમ પગથિયાના ઉપાશ્રયેથી મળી છે (પ્રત ન પ૩૩૧, ડા ન, ૧૦૪) આ પ્રતની સ્થિતિ સારી છે પૃષ્ઠ પ્રમાણ ૨૫.૫ સે. મી. x ૧૧ ૫ સે. મી. છે તે ૭ પૃષ્ઠોમા છે અને સંપૂર્ણ છે ૭મા પૃષ્ઠ પર માત્ર પાચ પક્તિઓ છે પ્રત્યેક પૃષ્ઠમાં એકદરે ૧૩ થી ૧૬ પક્તિઓ સળગ લખાયેલ છે. પ્રત્યેક પક્તિમાં સરેરાશ ૪૫ થી ૪૯ અક્ષરો છે કાળી શાહી દ્વારા ૨ સે. મીન્ની માર્જીન રાખવામાં આવી છે અહી હરતાલથી પીળા રંગના દડ કરવામાં આવેલ છે ૭ ઢાળોમાં વિભાજિત આ કૃતિ ૧૯૩ કડીઓની બનેલી છે ૨. સંઘરાજ કૃત પાટણની ચૈત્યપરિપાટી (સં. ૧૬૧૩)
| ભલે મીડુ / | || શ્રી ગુરુભ્યો નમ ||
સરસતિ સામિણિ સમરી માય, નિરમલ મતિ પામી સહિગુરુ પસાય
ચૈત્ય પ્રવાડિ શ્રી પાટણ તણી, કરવા ષતિ ભવનની ઘણી ૧ પહિલ શ્રી ચઉવીસ જિસદ, પૂજી પ્રણમી તે જિનચદ
સુગુરુ વચન મન માહિ ધરી, ચરણ સદા તેહના અણસરી ૨ તે ગુરુજીનઈ ચલણ પ્રસાદ, ગુણ ગાઉ હુ મન ઉલ્લાદિ
વલી વિશેષઈ ઋષભ જિણેસ, પહિલુ પૂજ કરી દેસ ૩ પાસ નિણદ વિઘન ઉપસમિઈ, આણંદઈ ભવીયણ જે નમાં
- સવત સોલ તરોતરઈ વરષ્યિ, પ્રથમ જ્યેષ્ઠ શુદિ પુનમ પુષ્પ ૪ ગુરુવાસરિ ગાઉ જિન ધણી, આરભી પૂજા જિન તણી
સાવધાન થઇ સહુ સભલુ, જિમ સુખ સંપત્તિ હેલા મિલ ૫ શાતિ કરણ સોલસમા રાઈ, નિશિ દિન પ્રણમૂઉ તેહના પાય
શાંતિનાથ પ્રમુખ જગદીસ, ત્રઇસઠિ પ્રતિમા નાન્સીસ ૬ વર્ધમાન ઘરિ વદુ દેવ, દશમા જિનની કીજઈ સેવ
નવૂ દેહરાસુર પ્રતિમા આરિ, ગુણ ગાતા મનિ હરષ અપાર ૭ સાહા રતના સુત ઘરિ ઉદાર, ત્રણ પ્રતિમા વદુ સુખકાર
વસુપુજ પાસ ચંદપ્રભ વદ, પૂજઉ ભવીયા મનિ આણદ ૮ શ્રી કંબોઈલ કરઈ કલ્યાણ, નવ પ્રતિમા વદુ નિત જાણ
કટકીઆ વાડઈ આણદ, છ પ્રતિમાસુ ઋષભ નિણંદ