________________
Vol XXII, 1998
179
૩ સોભા
પાટણની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ પોલે વાગોલને ભેટીયા રે, નાભિનરિદ મલ્હાર, પોલે કાંન રેવા તણે રે, મુનીસુવ્રત સુવિચાર પંચોતરી પોલે જઈ રે, પ્રથમ નમુ આદિનાથ, વસાવાડે ભેટીયા રે, સોલસમાં શાંતિનાથ પોલે અષઈ ગણીયા તણે રે, આદિશ્વર અરિહંત, પોલે અજુવસા તણે રે, સાંતિનાથ ભગવત ષેતલ વસહી ભેટીયા રે, ખેતલો પાર્શ્વનાથ, બીજે શ્રી મહાવીરજી રે, ત્રીજે શ્રી સાંતિનાથ પોલે સંઘવીનીયે ભેટીયા રે, મૂરતિ મોહન પાસ, પ્રાસાદમે પ્રભુ ભેટીયા રે, આણી મન ઓલાસ દેહરે શ્રી આદિનાથ રે, નબિ બેઠા જિનરાજ, દેહરાસરમે ભેટીયા રે, જિનજી ગરીબનિવાજ ધાતુમય જિનરાજના રે, બિબ અનોપમ દોય, પાસ સુપાસ વિરાજતા રે, દેહરાસર માહિ જોય પોલે સૂરજી માધવ તો રે, ષષલીઓ પ્રભુ પાસ, પ્રાસાદમે પ્રભુ દીપતા રે, જુ રવિ કિરણ પ્રકાસ ચાચરીયા વાડે ભલા રે, પ્રાસાદ દોય જિસદ, વિજયચિતામણિ પાસજી રે, શાંતિ જિન સુખકદ પોલ ભલી લાલબાઈની રે, પ્રાસાદ એક ઓદાર, ધર્મ જિશેસર ભેટીયા રે, ધર્મ તણો દાતાર કસુંબીયા વાડૅ નમુ રે, સાહિબ સીતલનાથ, ભુંયરા માટે પ્રભુ ભેટીયા રે, પરગટ પાર્શ્વનાથ. ઢાલ ચોથી પૂરી થઈ રે, ઉગણાસી પ્રાસાદ, સાહ લાધો કહે પ્રણમતા રે, દુર ટલે વિષવાદ
૧૦ સો.
૧૧ સો.
૧૩ સો.
૧૪ સોભાગી,
હવે વાદુ મન મોબસુ, શ્રી જિન ભવન મુઝાર, રાતિકાવાડે જે અછે, તે સુણયો નરનાર(૨). અબજી મહતાને જઈ પાડા માટે જિનરાજ, સીતલનાથ જોહારીયે, તારણતરણ જિહાજ