SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ Vol XXII, 1998 મહિમભટ્ટ અને જનાવ્યાપાર 161 ૨ તેમાં પૂર્વ અને અપર ક્રમ હોતો નથી ૩ તે શક્તિઓ એકસાથે પોતાનું કામ કરે છે ઉદાહરણ તરીકે, અગ્નિમાં દાહકત્વ અને પ્રકાશવરૂપ બે શક્તિઓ છે. અગ્નિનુ દાહકત્વ અગ્નિના પ્રકાશત્વને રોકી શકતું નથી, તે જ રીતે અગ્નિની પ્રકાશિકા શક્તિ અગ્નિની દાધિકાશક્તિને રોકી શકતી નથીવળી, અહી એવો ક્રમ પણ જણાતો નથી કે પહેલા અગ્નિની દાહિકાશક્તિ પ્રવૃત્ત થાય, ત્યારબાદ તેની પ્રકાશિકાશક્તિ પ્રવૃત્ત થાય અથવા તો, આનાથી વિપરીત. પ્રથમ પ્રકાશિકાશક્તિ પ્રતીત થાય. ત્યારબાદ દાહિકાશક્તિની પ્રતીતિ થાય આમ બનતુ નથી પ્રાય અગ્નિનું દાહકત્વ અને પ્રકાશકત્વ-બને એકીસાથે પ્રવૃત્ત થતા દશ્યમાન થાય છે એટલે કે અગ્નિ પ્રકાશ આપે છે. સાથોસાથ આપણને દઝાડે પણ છે આમ, અગ્નિની બને શક્તિઓ યુગપતુ પોતપોતાનું કાર્ય કરતી જોવા મળે છે શબ્દ પર આશ્રિત અભિધા, લક્ષણા અને બજના વિશે વિચારીએ, તો એમ જણાય છે કે આ ત્રણેય શક્તિઓ અગ્નિની શક્તિઓની માફક અન્યોન્ય નિરપેક્ષરૂપે, પૂર્વાપર ક્રમભાવરહિત અને યુગપત્ કાર્ય કરતી જોવા મળતી નથી કોઈ પણ આચાર્ય એવો ઉલ્લેખ સરખો કર્યો નથી કે અભિધા, લક્ષણો અને વ્યાજના યુગપતું કાર્ય કરે છે એટલુ જ નહિ, વસ્તુસ્થિતિ આનાથી વિપરીત છે ૧ અભિધાશક્તિ કોઈ એક જ નિશ્ચિત અર્થ આપે છે, તેથી અન્ય અર્થ માટે અન્ય શક્તિની કલ્પના કરવી પડે છે ૨ આ શક્તિઓના વ્યાપાર પરસ્પર સાપેક્ષ જોવા મળે છે જેમકે તાત્પર્યા અને લક્ષણા અભિધાની અપેક્ષા રાખે છે વજન પણ અભિધામૂલક અને લક્ષણામૂલક હોય છે ૩ વ્યગ્યાર્થની પ્રતીતિમા પૂર્વ અને અપરક્રમ જણાય છે તેથી ત્રણેય શક્તિઓનુ યુગપતુ કાર્યકારિત્વ સંભવી શકતું નથી અર્થપ્રતીતિમાં કોઈ એક વૃત્તિ કે શક્તિ એક વાર પોતાનું કાર્ય કરી લઈ, વિરત થઈ જાય છે, ત્યારે જ અન્ય શક્તિનો વ્યાપાર સભવી શકે છે આવો અનુભવ સાક્ષાતુ થાય છે તેથી શક્તિઓને શબ્દ પર આશ્રિત ન માનતા, ભિન્નાશ્રયા માનવી જોઈએ કેવળ અભિધાને જ શબ્દનિષ્ઠ માનવી જોઈએ અન્ય શક્તિઓ તો અર્થાશ્રયા છે તેથી લક્ષણા, વ્યાજના આદિ વ્યાપાર અર્થના છે, શબ્દના નહિ (બ) વાચક શબ્દ અને વ્યંજનાવ્યાપાર વચ્ચે સ્વાભાવિક સંબંધ નથી. જો એમ દલીલ કરવામાં આવે છે, શબ્દાર્થના નિત્ય સંબધના સિદ્ધાંત અનુસાર, સ્વભાવપ્રાપ્ત કાર્યકારણભાવ તો સામાન્યરૂપે સિદ્ધ છે જ તેથી વ્યજનાશક્તિનો સ્વીકાર કર્યા વિના વ્યગ્યાથની. પ્રતીતિ થાય છે, તેમ માનવામાં શો વાધો છે ? આના ઉત્તરરૂપે પ્રથકાર જણાવે છે કે ગેય વસ્તુનો તેના રાગ, લય આદિનો વિભાવાદિ સાથે સ્વાભાવિક સબધ છે જેમકે વિયોગિની કે વૈતાલીય છદોમાં ગાવામાં આવતી કરણપ્રશસ્તિ તેના અર્થના જ્ઞાતાને તેમજ અર્થ નહિ જાણનારા ભાવકને સમાન રીતે ભાવવિભોર બનાવી દે છે ભાવ ( શબ્દો) અને તેની અભિવ્યક્તિ (=રાગ, લય આદિ) વચ્ચે સ્વાભાવિક સબધ રહેલો છે, તેવો સ્વાભાવિક સબધ શબ્દ અને વ્યગ્યાર્થ વચ્ચે નથી આથી વ્યગ્યાર્થીની પ્રતીતિ પ્રજ્ઞાવાન સહૃદય ભાવકને જ થાય છે, મૂર્ખ આદિને વ્યગ્યાથેની પ્રતીતિ થતી નથી તેથી શબ્દનો વ્યગ્યાર્થ વચ્ચે સ્વાભાવિક સબધ સ્વીકારી શકાય નહિ મહિમાના શબ્દોમાં
SR No.520772
Book TitleSambodhi 1998 Vol 22
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1998
Total Pages279
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy