________________
મહિમભટ્ટ અને વ્યંજનાવ્યાપાર
અરુણા કે પટેલ આનંદવર્ધનના મતે કાવ્યનો આત્મા પ્રતીયમાન ધ્વનિ છે તેને અભિવ્યક્ત કરતી મહાકવિઓની વાણી પોતાના પ્રતિભાવિશેષને પણ વ્યક્ત કરે છે કેવળ શબ્દાર્થના જ્ઞાનથી વ્યગ્યાર્થનું જ્ઞાન થતુ નથી વ્યગ્યાર્થને વ્યક્ત કરતી શબ્દની અલગ શક્તિ છે વાક્યર્થને પ્રકાશિત કરતો શબ્દનો અભિધાવ્યાપાર પૂર્ણ થઈ જાય, પછી શબ્દનો બનાવ્યાપાર કાર્યરત બને છે અને વ્યગ્યાથને અભિવ્યક્ત કરે છે વ્યગ્યાર્થની અભિવ્યક્તિમાં વાચક શબ્દ તેમજ વાચ્ય અર્થ વૈકલ્પિક સ્વરૂપે સ્વને ગુણીભૂત બનાવી દઈને વ્યગ્યાર્થને વ્યક્ત કરે છે અનુમાનવાદી મહિમભટ્ટ વજનાવ્યાપારનો સર્વથા અસ્વીકાર કરે છે તેમના વ્યક્તિવિવેક' ગ્રંથનો ઉદેશ ધ્વનિના સર્વ ભેદપ્રભેદોનો અનુમાનમા અતર્ભાવ દર્શાવવાનો તેમજ ધ્વનિની પ્રાણભૂત અભિવ્યજનાનું ખાન કરવાનો રહ્યો છે, તેવુ સ્વય ગ્રંથકારે જણાવ્યુ છે આથી તેમના વ્યક્તિવિવેક'માં રજૂ થયેલા તેમના વજનાવિરોધી વિચારોનું પરીક્ષણ કરીશુ (અ) શબ્દમાં અભિધા સિવાય, કોઈ અન્ય વ્યાપારની સત્તા નથી – મહિમભટ્ટ જણાવે છે કે શબ્દને અનેકાર્થબોધક શક્તિના આશ્રયરૂપ માનીને, તેના પર
ની. અભિધા સિવાયની અન્ય શક્તિની જે કલ્પના કરવામાં આવી છે, તે શબ્દના સદર્ભમા નહિ, અર્થના સંદર્ભમાં સુયોગ્ય જણાય છે કારણ કે શબ્દ અનેક શક્તિઓના આશ્રયરૂપે સિદ્ધ થતો નથી અને વળી, જે કોઈ એકથી વધારે શક્તિઓ એક જ આશ્રયે રહેલી હોય, તેમની પ્રવૃત્તિ પરસ્પરથી નિરપેક્ષ કે સ્વતંત્ર હોય છે તેમાં પૂર્વ અને અપર ક્રમ હોતો નથી. જેમકે અગ્નિની દાહકતા, પ્રકાશકતા આદિ પરતુ જે શક્તિઓને શબ્દની આશ્રિત માનવામાં આવી છે, તેમાં આવું જોવા મળતું નથી કારણ કે અન્ય શક્તિઓની પ્રવૃત્તિ અભિધાપૂર્વકની હોય છે તે શક્તિઓને ભિન્નાશ્રયા માનવી જોઈએ, કેવળ શબ્દ પર આધારિત માનવી જોઈએ નહિ
ગ્રંથકારના વક્તવ્યનુ તાત્પર્ય એ છે કે શબ્દમાં એકસાથે અનેક અર્થોને વ્યક્ત કરવાનું સામર્થ્ય નથી તેથી અન્ય અર્થોની પ્રાપ્તિ માટે શબ્દમાં લક્ષણા, વ્યજના વગેરે વ્યાપારોની કલ્પના કરવામા આવી છે, તે યુક્તિસંગત નથી લક્ષણ અને વ્યજનાને શબ્દની શક્તિરૂપે ઓળખાવવા, તે ભૂલભરેલું છે કારણ કે વાચ્યાર્થ સિવાયના જે અર્થો પ્રાપ્ત થાય છે, તે અર્થના વ્યાપારો છે, શબ્દના નથી શબ્દને તો કેવળ અભિધાવ્યાપાર જ સભવિત છે શબ્દના સમાશ્રયે અનેકવિધ અર્થોની પ્રત્યાયિકા શક્તિઓ રહેલી છે તે બાબતનું કોઈ પ્રમાણ નથી શબ્દ અનેક શક્તિઓનો આશ્રય છે. તે માન્યતાનું ખડન કરવા મહિમાએ ઉપરના ગદ્યખડમાં ત્રણ યુક્તિઓ દર્શાવી છે
જયા એક જ પદાર્થ પર અનેક શક્તિઓ આશ્રયરૂપ હોય, ત્યા૧ તે શક્તિઓ પરસ્પરથી નિરપેક્ષ હોય છે