________________
Vol. XXI, 1997
અવલોકન
181 પ્રાચીન ગ્રન્થોની ભાષા પ્રાચીન જ હોવી જોઈએ. સમયાન્તરે થયેલા વિકાર છોડી દેવા જોઈએ. પ્રમાણમાં અર્વાચીન એવાં ચૂર્ણિટીકાઓમાં આવતાં પ્રાચીન રૂપો આગમોમાં સ્વીકારવાં જોઈએ. વળી હસ્તપ્રતવિજ્ઞાનનો એ નિયમ છે કે ગ્રન્થોની પ્રતો જેમ વધારે ને વધારે લખાતી જાય તેમ ભાષાપ્રયોગોમાં અધિક પરિવર્તન આવતું જાય. અને તેથી જ પ્રાચીન ગ્રન્થોની સમીક્ષિત આવૃત્તિ (Critical Edition) થવી જોઈએ. આથી ડૉ. ચન્દ્ર જણાવે છે કે અર્થની સંવાદિતા જળવાતી હોય તો પ્રાચીન શબ્દો અપનાવવા જોઈએ અને એ રીતે આ નવી દષ્ટિએ બધાં આગમોની નવી આવૃત્તિઓ થવી જોઈએ. અવલોકનકાર તેમના આ નિષ્કર્ષ સાથે સંપૂર્ણ રીતે સહમત થાય છે અને તેનું તો એવું સૂચન છે–દઢતાપૂર્વકનું સૂચન છે—કે ભારતીય પાઠ-સમીક્ષા(Indian Textual Criticism)ના માન્ય નિયમો અનુસાર આ અત્યન્ત મહત્ત્વના પ્રાચીન ગ્રન્થોની નવી આવૃત્તિ જ નહિ પણ સમીલિત આવૃત્તિ (Critical Edition) કરવી ખૂબ જરૂરી છે.
| ડૉ. ચન્દ્રની દૃષ્ટિ આપણી પ્રશંસા માંગી લે છે એટલું જ નહિ, પણ તે માટે આપણે તેમના આભારી છીએ. તેમના આ પ્રયત્નમાં તેમને સર્વ દિશાએથી પ્રોત્સાહન મળવું જોઈએ અને જૈન ધર્મના પૂજ્ય આચાર્યોએ પણ રૂઢિચુસ્તતા ન રાખતાં સંપ્રદાયના હિતમાં જ નહિ, પણ ભારતની પ્રાચીન સંસ્કૃતિના હિતમાં આ નવી દષ્ટિને આવકારવી જોઈએ. આવા સંશોધન દ્વારા ડૉ. ચન્દ્ર ભારતીય સંસ્કૃતિની અનુપમ સેવા બજાવી છે અને તેઓ આ ઉત્તમ પ્રવૃત્તિમાં સતત રત રહે તેવી અભિલાષા છે.
– જયન્ત પ્રે, ઠાકર Restoration of The Original Language of Ardhamāgadhĩ Texts. (2120) : લેખક ડૉ. કે. આર. ચન્દ્ર : પ્રકાશક : પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફંડ, અમદાવાદ-૩૮૦૦૧૫; ૧૯૯૪. પૃષ્ઠ ૨૪ + ૧૦૪ +૧ છબિલક; કદ ૨૨ x ૧૪ સે. મિત્ર; મૂલ્ય રૂ૮૦=00.
જૈન આગમોની મૂળ અર્ધમાગધી ભાષાના પુનઃપ્રસ્થાપન માટેનો આ એક અત્યન્ત પ્રશંસનીય પ્રયત્ન છે. પ્રાચીનતમ આગમ મનાતા “આચારાંગસૂત્ર”ના પ્રથમ ભાગમાંથી છૂટા છવાયા દશ શબ્દો લઈને તેનાં પાઠાન્તરોનો એક અભ્યાસ અહીં રજૂ કરવામાં આવ્યો છે. આ માટે અનેક કોષ્ટકો દ્વારા સુન્દર પૃથક્કરણ કરેલું છે. આ પૃથક્કરણના અધ્યયન ઉપરથી ફલિત થાય છે કે જાણે મૂળ અર્ધમાગધી ભાષાનું પ્રથમ શૌરસેની પ્રાકૃત અને પછી મહારાષ્ટ્ર પ્રાકૃતમાં રૂપાન્તર જ થઈ ગયું છે ! આ માટે અનેક કારણો જવાબદાર હોઈ શકે : એક તો સમય વીતતાં થતાં સ્વાભાવિક પરિવર્તનો, બીજું પૂર્વ ભારતમાંથી પશ્ચિમ ભારતમાં સ્થળાન્તર, ત્રીજું લહિયાઓ તથા વાચકોની નિષ્કાળજી અને ચોથું તે તે સમયના સમાજને સરળતાથી સમજાય તે માટેના સહેતુક પ્રયત્નો. આમાં અન્ય ચાર પ્રકાશિત પ્રાચીન આગમોમાંનાં સમાન શબ્દરૂપો સાથે તુલના પણ કરેલી છે જેથી કેટલાં જૂનાં રૂપો ઉપલબ્ધ થઈ શકે છે તેનો ખ્યાલ આવે.
આ તો એક નમૂનારૂપ અધ્યયન છે. આ જ રીતે સર્વ હસ્તપ્રતોને આધારે પ્રાચીન આગમોમાં આવતા સર્વ પ્રાચીન પ્રયોગોનો તુલનાત્મક અભ્યાસ કરાય તો સમ્પાદકોને પ્રાચીન અર્ધમાગધી શબ્દો પુષ્કળ મળી રહે અને એ રીતે આગમોની નવી આવૃત્તિમાં મૂળ ભાષા પુનઃ પ્રસ્થાપિત થઈ શકે. આવા કેટલાક શબ્દોની સૂચિ પણ લેખકે આપી છે. હસ્તપ્રતોમાં તેમ જ મુદ્રિત આગમોના પાઠમાં પણ જે પ્રાચીન પ્રયોગો મળે છે તે આ કાર્ય માટે દિશાસૂચન કરે છે. અને આવા કારણે જ ડૉ. ચન્દ્રને આ દિશામાં પહેલ