SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ અવલોકન परंपरागत प्राकृत व्याकरण की समीक्षा और अर्धमागधी : (હિન્દી) ઃ લેખક ડૉ. કે. આર. ચન્દ્રા; પ્રકાશક : પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફંડ, ૩૭૫ સરસ્વતી નગર, અમદાવાદ-૩૮૦૦૧૫, ૧૯૫. પૃષ્ઠ ૮ + ૧૫૨, કદ ૨૨ સે. મી.x ૧૪ સે. મી., મૂલ્ય રૂા. ૫૦=વિદ્યા વિકાસ ફંડ ગ્રંથાંક ૧૧. સંશોધનનું અતિસુંદર પુસ્તક. તેમાં કુલ ૧૫ અધ્યાય છે, જેમાંથી પ્રથમ ૧૧ તથા ૧૫મો લેખરૂપે પ્રકાશિત થઈ ચૂક્યા છે. પ્રારંભમાં લેખકે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓના પરસ્પર સંબંધને ઉદાહરણો તથા ઉદ્ધરણો આપી વિશદ રીતે સમજાવ્યો છે. આમાં “પ્રકૃતિ” અને “યોનિ” શબ્દોનો જે અર્થ કર્યો છે તે પ્રતીતિકર લાગતો નથી. પરંતુ તે પછીનું જે મુદ્દાસર વિવેચન છે તે સઘળું દાદ માંગી લે તેવું છે. ઉપલબ્ધ પ્રાચીન સાહિત્ય તેમ જ શિલાલેખોમાં મળતા ભાષાના સ્વરૂપની દૃષ્ટિએ અહીં પરંપરાગત પ્રાકત વ્યાકરણના કેટલાક નિયમોની સમીક્ષા કરી અર્ધમાગધી ભાષાની વિશેષતાઓ દર્શાવવાનો પ્રબળ અને પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. વિશેષાવશ્યકભાષ્યની એક પ્રાચીન તાડપત્રીય હસ્તપ્રત જેસલમેરના ભંડારમાંથી પ્રાપ્ત થઈ તેમાંના પાઠોના અભ્યાસે લેખકને આ નવી દિશા સુઝાડી. વ્યાકરણના આ નિયમોની ચર્ચામાં વિવિધ લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાનોના મંતવ્યો રજૂ કરી સરસ વિશ્લેષણ કર્યું છે. વળી આગમો આદિમાંથી થોકબંધ ઉદાહરણો આપ્યાં છે. જ્યાં જરૂર લાગી ત્યાં કોષ્ટકો પણ આપ્યાં છે. પહેલી સો ગાથાઓના શબ્દોની પણ ચર્ચા કોઇક આપી કરી છે. અર્ધમાગધીનું તો વ્યાકરણ જ રચાયું નથી; આચાર્ય હેમચન્ટે પણ તેને “આર્ષ” કહી અટકી ગયા છે. વ્યાકરણના નિયમો પછીની પ્રાકૃત ભાષાઓ માટે ઘડાયા છે. આથી અઘોષ વ્યંજનોનું ઘોષીકરણ, મધ્યે આવતા વ્યંજનનો લોપ તથા નો થવો વગેરે માટેના નિયમો પ્રાચીન અર્ધમાગધીને લાગુ પાડવા ઉચિત નથી. અર્ધમાગધી આગમોના સર્વ સંપાદકોએ વ્યાકરણના નિયમોને લક્ષમાં લઈને સંપાદન કર્યું હોવાથી ભાષામાં ખૂબ પરિવર્તન આવી ગયું છે. આ રીતે મહારાષ્ટ્રી પ્રાકૃતનાં રૂપો સારા પ્રમાણમાં ઘૂસી ગયાં છે. આ માટે એક રોચક ઉદાહરણ જોઈએ. પ્રાચીન કાળમાં – “I” આ રીતે લખાતો, અને '1' આમ લખાતો. ભેદ સ્પષ્ટ હતો. ગુપ્તકાળના પ્રારંભે દેવનાગરીના બધા અક્ષરો ઉપર શિરોરેખા મૂકવાની પ્રથા શરૂ થઈ. આથી ૪ ના સ્વરૂપને શિરોરેખા લાગતાં ' આવું સ્વરૂપ થતાં ર અને પ વચ્ચે ભ્રમ ઊભો થવા લાગ્યો. ઉચ્ચારમાં પણ નો વિશેષ થવા લાગ્યો. પરિણામે નો થાય એવો નિયમ ઘડાયો. આ મહારાષ્ટ્રી પ્રાકૃતનો નિયમ પૂર્વભારતમાં પાંગરેલી પ્રાચીન અર્ધમાગધીને લગાડવો એ ક્યાંનો ન્યાય ? દૈવયોગે હસ્તપ્રતોમાં સારા પ્રમાણમાં પ્રાચીન રૂપો મળે છે. એવું પણ દષ્ટિગોચર થાય છે કે ચૂર્ણિટીકાઓમાં જૂનાં રૂપો મળે છે અને જૂના મૂળ ગ્રંથોમાં નવાં રૂપો વધ્યાં છે. ડૉ. ચન્દ્રને જેસલમેરની તાડપત્રીય પ્રતના નિરીક્ષણમાંથી પ્રેરણા મળી અને તેમણે મૂળ અર્ધમાગધી પ્રયોગોની શોધમાં સંશોધન આદર્યું. તેમનું આ સંશોધનનું ઊંડાણ પ્રશંસાપાત્ર છે. આમાંથી પ્રતીત થાય છે કે મૂળ ભાષામાં ધ્વન્યાત્મક દષ્ટિએ બહુ પરિવર્તન થઈ ગયું છે. એમના આ અભ્યાસનો નિષ્કર્ષ એવો છે કે :
SR No.520771
Book TitleSambodhi 1998 Vol 21
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1998
Total Pages196
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy