________________
iis
Vol. XI, 1997
ગુજરાતના પ્રસિદ્ધ હસ્તલિખિત લિપિઓમાં લખાયેલી છે. કેટલીક જૈનેતર હસ્તપ્રતો અહીં સચવાયેલી છે, જેમાંની હરિલીલા ષોડશકલા નામના સંસ્કૃત ગ્રંથમાંથી ગુજરાતી રૂપાંતર કરેલ ગ્રંથની સચિપ્રત મળે છે. એમાં ગોવર્ધન ધારણ અને પાર્વતીદક્ષ પ્રજાપતિનાં ચિત્રો આલેખાયેલાં છે. આ પ્રસંગોનાં ચિત્રો અત્યંત મોહક છે.
પંચરત્ન ગીતા”ની સચિત્ર ગુટકો પણ અહીં છે. એમાં ભગવદ્ગીતાનાં ચિત્રો નોંધપાત્ર છે. એના દસમા અધ્યાય વિભૂતિયોગમાં શ્રીકૃષ્ણ અર્જુનને સૃષ્ટિમાં સર્વ સર્જનોમાં જે શ્રેષ્ઠતાનો અંશ છે તે પરમાત્માનો છે, એ પ્રકારે સમજાવતાં ચિત્રો આલેખ્યાં છે.
વડોદરાના હંસવિજયજી સંગ્રહમાં કલ્પસૂત્રની ૧૫મી સદીની સોનેરી શાહીથી લખાયેલી હસ્તપ્રતમાં ૮ ચિત્રો અને અપ્રતિમ કારીગરીવાળી સુંદર ૭૪ કિનારો છે. છાણીના જૈન ગ્રંથ ભંડારો :
વડોદરા પાસેના છાણી ગામમાં ત્રણ જેટલા ભંડારો છે. કાંતિવિજયજી સંગ્રહમાં કુલ ૧૧૨૦ કાગળની અને ૩ તાડપત્રીય હસ્તપ્રતો સંગૃહીત છે. એમાં ચાંદીની શાહીથી લખેલ ૧૭મી સદીની કલ્પસૂત્રની હસ્તપ્રત નોંધપાત્ર છે. અહીંના વીરવિજયજી શાસસંગ્રહમાં “ઓઘનિર્યુક્તિ” ગ્રંથની ઈ. સની ૧૨મી સદીની (૧૯૬૧) પ્રત છે, જેમાં ૧૬ વિદ્યાદેવીઓ, સરસ્વતી, લક્ષ્મી, અંબિકા, બ્રહ્મશાંતિયક્ષના મળી કુલ ૨૧ ચિત્રો જૈન મૂર્તિવિધાનની દષ્ટિએ મહત્ત્વનાં છે. આ ઉપરાંત અભયસાગરજી મહારાજના ભંડારમાં પણ હસ્તપ્રતો સંગૃહીત છે. શ્રીમદ્ ભાગવતની સંપૂર્ણ હસ્તપ્રત પણ અહીં ઉપલબ્ધ છે.
ઈડરના શેઠ આણંદજી મંગળજીની પેઢીના ગ્રંથ ભંડારમાં કલ્પસૂત્ર અને કાલકકથાની ૧૪મી-૧૫મી સદીની સચિત્ર પ્રત છે. તાડપત્રની પ્રત ઉપર સોનાની શાહીથી ચિત્રો આલેખેલાં છે. એ આ પ્રતની વિશેષતા છે. કલ્પસૂત્રના વધુમાં વધુ પ્રસંગો આ પત્રમાં સ્થાન પામ્યા છે. અષ્ટ માંગલિક, મહાવીરનો જન્મ, પાર્શ્વનાથનો જન્મ, નિર્વાણ, એમના યક્ષ-યક્ષિી, ઋષભ દેવનું નિર્માણ વગેરે ચિત્રો ખૂબ આકર્ષક અને નોંધપાત્ર છે.
આ ઉપરાંત જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં પણ હસ્તપ્રતો સંગૃહીત છે. સુરતના સરદાર પટેલ મ્યુઝિયમ, રાધનપુર જૂનાગઢ ભાવનગર, મહુવા, પાલિતાણા, લીંબડી, બોટાદ જેવાં સ્થળોએ જ્ઞાનભંડારો છે, જેમાં હજારોની સંખ્યામાં આપણો પુરાણો હસ્તલિખિત વારસો સચવાયેલો છે. લીંબડીના જૈન જ્ઞાન ભંડારમાં કલ્પસૂત્રની સચિત્ર સુવર્ણાક્ષરી હસ્તપ્રત છે. જામનગરમાં કલ્પસૂત્ર-કાલક કથા (ઈ. સ. ૧૫૦૧)ની સચિત્ર હસ્તપ્રત છે.
૧૮૮૬માં સ્થપાયેલી નડિયાદની ડાહીલક્ષ્મી લાઈબ્રેરીમાં અપ્રગટ હસ્તપ્રતોનો ભંડાર સચવાયેલો છે. એમાં સંસ્કૃત, ગુજરાતી ભાષાની હસ્તપ્રતો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ બધી કાવ્ય, જ્યોતિષશાસ્ત્ર, યોગ, સંગીત, વિજ્ઞાન, આયુર્વેદ વગેરે વિષયોને લગતી હસ્તપ્રતો અહીં જોવા મળે છે.