SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ 114 ભારતી શેલત; આર. ટી. સાવલિયા SAMBODHI ૧૮મા સૈકાની કાગળ પરની હસ્તપ્રત સચવાયેલી છે. એમાં ભગવાન સૂર્યના માનુષસ્વરૂપનું ચિત્ર આલેખેલું છે. સૂર્યનો રથ સાત ઘોડાઓથી હંકારાય છે. રથ હાંકનાર સારથિની પાઘડી મરાઠી ઢબની છે. સારથિએ એક હાથમાં ઘોડાઓની લગામ પકડી છે, તો બીજા હાથમાં પાતળો દંડ ધારણ કરેલ છે. રથની મધ્યમાં સૂર્યનું મસ્તક પ્રભામંડળની સાથે દર્શાવેલું છે. આખું ચિત્ર લયયુક્ત ગતિમાં હોય એમ જણાય છે. ગુજરાત રાજ્યના દફતર ભંડારમાં પ્રેમાનંદની ભાગવત દશમસ્કંધની એક ગુજરાતી ભાષાની સચિત્ર હસ્તપ્રત સંગૃહીત છે. વડોદરા પાસેના માંડવીમાં લખાયેલી આ હસ્તપ્રતમાં કુલ ૩૬૫ ચિત્રો છે. ચિત્રોનો સમય ૧૮મી સદીના ઉત્તરાર્ધ અને ૧૯મી સદીના પૂર્વાર્ધ જણાય છે. એમાં બકાસુરવધ, પૂતનાવધ, અઘાસુરવધ, કૃષ્ણની બાળ લીલા, નાગદમન વગેરે પ્રસંગોનાં ભાવવાદી આલેખનો છે. વેશભૂષા પરંપરાગત ગુજરાતી છે. એક ચિત્રમાં બાળકને સૂવાના પારણાનું આલેખન કરેલું છે, જે સંખેડાની કાષ્ઠકલાની યાદ તાજી કરાવે છે. ચિત્રોને ઉઠાવ આપવા હાંસિયામાં વેલ બુટ્ટાની કલાત્મક ભાત ઉપસાવેલી છે. કવિ પ્રેમાનંદે જે ભાવ કવિતામાં વ્યક્ત કર્યો છે, તેને જ ચિત્રકારે રંગ અને રેખામાં અભિવ્યક્ત કર્યો છે. અમદાવાદમાં દેવશાના પાડાના દયા વિમલજી ભંડારમાં આશરે ૧૫મી સદીની કલ્પસૂત્રની સચિત્ર સુવર્ણાક્ષરી હસ્તપ્રત સગૃહીત છે, જેમાં રાગ રાગિણીઓ જેવા સંગીત શાસ્ત્રનાં તથા આકાશચારી, પાદચારી અને ભોમચારી જેવા ભરતનાટ્યશાસ્ત્રનાં રૂપો ચીતરેલાં છે. પાંજરાપોળના વિજયનેમિસુરિ જ્ઞાનભંડારમાં શાંતિનાથ ચરિતની ચિત્રિત લાકડાની પટ્ટી છે. અમદાવાદમાંના ઉજમફઈની ધર્મશાળાના ગ્રંથ ભંડારમાંથી એક ૧૪મી સદીની પ્રતમાં મહાવીરનું ચ્યવન, જન્મ નિર્વાણ સમવસરણ વગેરે પ્રસંગો ચીતરેલા છે. ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયમાં ૪૩૭ જેટલી હસ્તપ્રતોનો સંગ્રહ થયેલો છે. એમાં સંસ્કૃત, પ્રાકૃત, હિંદી અને ગુજરાતી ભાષાની હસ્તપ્રતો છે. આ હસ્તલિખિત ગ્રંથો, વેદ, ઉપનિષદ ઇતિહાસ-પુરાણ, છંદ, જયોતિષ, કર્મકાંડ, વ્યાકરણ જેવા વિષયોને લગતા છે. વડોદરાનો પ્રાચ્યવિદ્યા મંદિર હસ્તપ્રત સંગ્રહ : મહારાજા સયાજીરાવ ત્રીજાના અપૂર્વ પ્રયાસ અને ભારતીય સાહિત્ય તેમ જ સંસ્કૃતિ પ્રત્યેની એમની અપાર પ્રેમભક્તિને પરિણામે વડોદરામાં હસ્તપ્રતોનો વિશાળ ભંડાર અસ્તિત્વમાં આવી શક્યો છે. વડોદરાની સેન્ટ્રલ લાઈબ્રેરીમાંની સંસ્કૃત હસ્તપ્રતોને જુદી તારવી તેનો સ્વતંત્ર વિભાગ પ્રાચ્ય વિદ્યા મંદિર નામે અસ્તિત્વમાં આવ્યો. આ સંસ્થામાં ૨૦,૦૦૦ જેટલી હસ્તપ્રતોનો સંગ્રહ સુરક્ષિત છે. હસ્તપ્રતોનાં સૂચિપત્રો પ્રકાશિત થયેલાં છે. આ સંગ્રહમાં વેદ, ઉપનિષદ, સ્મૃતિ, વેદાંત, વ્યાકરણ વગેરે વિષયોની હસ્તપ્રતો સચવાયેલી છે. કેટલીક હસ્તપ્રતો દક્ષિણ ભારતની તેલુગુ, કન્નડ, ગ્રંથ, મલયાલમ અને ઉત્તર ભારતની બંગાળી, શારદા, નેવારી, ઉડિયા જેવી
SR No.520771
Book TitleSambodhi 1998 Vol 21
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1998
Total Pages196
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy