SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. xxI, 1997 ગુજરાતના પ્રસિદ્ધ હસ્તલિખિત 109 આ ભંડારનું એક અમૂલ્ય રત્ન તે “ધર્માલ્યુદયકાવ્ય”ની ૧૩મી સદીમાં લખાયેલી તાડપત્રીય પ્રત છે. મંત્રી વસ્તુપાલે પોતાના ગુરુ વિજયસેનસૂરિના ઉપદેશથી શત્રુંજયનો સંઘ કાઢ્યો હતો, એનો ઐતિહાસિક વૃત્તાંત આપવા સાથે કેટલીક ધર્મકથાઓ વર્ણવતું એ સંસ્કૃત કાવ્ય છે. એ કાવ્ય વિજયસેનસૂરિના શિષ્ય ઉદયપ્રભસૂરિએ રચેલું છે. આખાયે કાવ્યની વસ્તુપાલના સ્વહસ્તાક્ષર ખંભાતમાં જ થયેલી નકલ ત્યાં સચવાયેલી છે. આ ઉપરાંત બૌદ્ધ વિદ્વાનોના ગ્રંથો, સુભાષિત સંગ્રહો, ફારસી શબ્દોનો સંસ્કૃતમાં અર્થ આપતો શબ્દકોશ જેવા સંસ્કૃત-પ્રાકૃત અને ઇતર સાહિત્યની વિવિધ શાખાઓના કેટલાયે ગ્રંથોની પ્રાચીન પ્રતો ઉપલબ્ધ છે. એમાંની કેટલીય હસ્તપ્રતો ગુજરાતના ચૌલુક્ય અને વાઘેલા રાજાઓના સમયમાં લખાયેલી છે. આ ગ્રંથોમાંથી ગુજરાતના સામાજિક અને ધાર્મિક ઇતિહાસ પ્રાચીન ગામોના સ્થાનિક ઇતિહાસ તેમ જ પ્રાચીન મધ્યકાલીન ગુજરાતની સંસ્કાર અને સાહિત્ય પ્રવૃત્તિઓ વિશે ઉપયોગી માહિતી મળે છે. ખંભાતના આ પ્રાચીન ગ્રંથભંડારો માત્ર ગુજરાતની જ નહિ, પરંતુ સમસ્ત ભારતની મોંધી વિદ્યાસંપત્તિ છે. આ ભંડારમાં સંગૃહીત “નેમિનાથચરિતની ૧૩મી સદીની પ્રતમાં જૈન તીર્થંકર નેમિનાથ, અંબિકા દેવી અને અંજલિમુદ્રામાં શ્રાવક-શ્રાવિકાનાં ચિત્રો આલેખેલાં છે. બીજી એક ૧૨મી સદીની સચિત્ર પ્રતમાં બે ચિત્રો દોરેલાં છે, જેમાંના એકમાં પદ્માસન પર બેઠેલ મહાવીર સ્વામીનું અને બીજા ચિત્રમાં ત્રિભંગ અવસ્થામાં ઊભેલાં ચતુર્ભુજ સરસ્વતીનું સુંદર આલેખન છે. ખંભાતના પાયચંદ ગચ્છના ભંડારમાં ૧૫૦૦ જેટલી હસ્તપ્રતો જળવાયેલી છે, જેમાંની કેટલીક તાડપત્ર પર લખાયેલી છે. જ્ઞાનવિમલસૂરિના ભંડારમાં આ જ સૂરિની લખેલ સંસ્કૃત અને ગુજરાતની ભાષાની કેટલીક રચનાઓ પણ જોવા મળે છે. આચાર્ય નેમિસૂરિજીના ગ્રંથ ભંડારમાં આશરે વીસ હજાર જેટલી પ્રાચીન પ્રતો છે. નેમિસૂરિજીએ જૈન દષ્ટિએ વિશ્વવિદ્યા (cosmology) નું નિરૂપણ કરતો લોક પ્રકાશ નામનો ગ્રંથ જૂનાગઢમાં રચેલો. એમના પોતાના હસ્તાક્ષરોવાળી પ્રત અહીં સચવાયેલી છે. અમદાવાદના હસ્તપ્રત ભંડારો : ભો. જે. અધ્યયન - સંશોધન વિદ્યાભવન હસ્તપ્રત સંગ્રહ: | ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના નામે ઓળખાતી ગુજરાત વિદ્યાસભાએ એના મૂળ સ્થાપક એલેકઝાંડર ફોર્બ્સના સમયથી હસ્તપ્રતોનો સંગ્રહ કરવાનું કાર્ય શરૂ કરેલું. સંસ્થાના ઉત્તરોત્તર વિકાસના પરિણામે ભેટરૂપે પ્રાપ્ત થયેલી અથવા ખરીદેલી હસ્તપ્રતોની સંખ્યા લગભગ ૨૦૦૦ જેટલી થયેલી છે. ૧૯૪૬માં ગુજરાત વિદ્યાસભાનો ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગ ભો. જે. વિદ્યાભવનના નામે વિકસ્યો. ત્યારથી આ સંસ્થાના મ્યુઝિયમમાં આ હસ્તલિખિત સંગ્રહ સુરક્ષિત છે. હાલ આ મ્યુઝિયમમાં સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતી, હિંદી, વ્રજ, મરાઠી, બંગાળી, અરબીફારસી જેવી ભાષાઓમાં લખાયેલી લગભગ ૧૦,૦૦૦ જેટલી હસ્તપ્રતો સંગૃહીત છે. મોટા ભાગની હસ્તપ્રતો કાગળ ઉપર લખાયેલી છે. કેટલીક કાપડ અને તાડપત્ર ઉપર પણ લખાયેલી મળે
SR No.520771
Book TitleSambodhi 1998 Vol 21
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1998
Total Pages196
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy