________________
98
આ ૨. શાહ
SAMBODHI
લખેલ છે. આ મુદ્રા કંઈક અંશે ઉપરથી સપાટ અને નીચેની બાજુએથી ઈંડા આકારની છે. બંને પતરાંને પકડી રાખતી તાંબાની ડાબી બાજુની કડી જળવાઈ રહેલ છે, જ્યારે જમણી બાજુની કડી ખોવાઈ ગયેલ છે.
તાંબાના પતરા ઉપરનું લખાણ વ્યવસ્થિત અને સુવાચ્ય છે. લખાણ ઊંડે સુધી કોતરેલ હોવાથી પતરાની લખાણની પાછળની બાજુએ તે ઊપસી આવેલ દેખાય છે. બીજા પતરાની પાછળની બાજુએથી કોદાળીનો ઘા વાગેલ હોય તેવી નિશાની છે, જે આગળની બાજુએ ઊપસી આવેલ છે.
આ તામ્રપત્રને લગતી કેટલીક માહિતી નીચે મુજબ છે. દરેક પતરા ઉપર લખાણ - ૧૪ લીટી પતરા ઉપર લખેલ ભાષા - સંસ્કૃત પતરા ઉપર લખેલ લિપિ - વલભી-બ્રાહ્મી પતરાનું માપ
- ૨૮ સે. મી. X ૧૬.૫ સે. મી. પતરાની જાડાઈ
- ૦.૧૭ સે. મી. તાંબાની કડીનો વ્યાસ
- ૦.૪૯ સે. મી. મુદ્રા સાથે જોડેલ કડીનો વ્યાસ - ૦.૫૧ સે. મી. મુદ્રાનું માપ
- ૫ સે. મી. x ૪.૫ સે. મી. પતરા ઉપરના અક્ષરોનું માપ - ૦.૫ સે. મી. તામ્રપત્રનું કુલ વજન
- ૧૭. ૧૭ ગ્રામ મુદ્રા સાથે પહેલા પતરાનું વજન - ૯૮૮ ગ્રામ મુદ્રાનું તેની કડી સાથે વજન - ૨૪૫ ગ્રામ પહેલા પતરાનું વજન
- ૭૪૩ ગ્રામ બીજા પતરાનું વજન
- ૭૧૯ ગ્રામ તાંબાની કડીનું વજન
- ૧૦ ગ્રામ તામ્રપત્રના લખાણમાં અન્ય તામ્રપત્રની જેમ વંશાવલી છે. દાનપત્રમાં જે સ્થળનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તે ગામ કુકુટ છે. દાન આપવાનું કારણ મંદિરના સમારકામ, અન્ન, વસ્ત્ર, પૂજા ઇત્યાદિ માટેનું છે. દૂતક પ્રતિહાર મમ્મક છે. અને લખનાર ફિકક્ક છે. વલભી રાજા ધ્રુવસેન પહેલા દ્વારા અપાયેલ આ દાનની તામ્રપત્રમાં તિથિ વલભી સંવત ૨૦૬ના આસો સુદ-૫ છે. એટલે કે ઈ. સપરપ. આ તામ્રપત્રનું કુફ્ફટ ગામ તે આજનું ભાવનગર જિલ્લાનું કુકડ ગામ હોઈ શકે.
આ તામ્રપત્રના બીજા પતરાની ૭મી લીટીમાં (સળંગ ૨૧મી લીટી) ષોડશ લખેલ છે, જે