SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ અમદાવાદની કેટલીક ઉમા-મહેશ્વરની યુગલ પ્રતિમાઓ ડૉ. રામભાઈ ઠાસાવલિયા, શ્રી મુનીન્દ્ર જોષી* ધર્મ એ ભારત વર્ષનો પ્રાણ છે. ધર્મમાં હિંદુ ધર્મ અને તેના સંપ્રદાયોમાં પણ શૈવ સંપ્રદાય મોખરે છે. શૈવ સંપ્રદાયના અધિષ્ઠાતા દેવ શિવ છે. શિવ પૂજાનો પ્રચાર અને મહત્ત્વ અન્ય સંપ્રદાયો કરતાં વધુ વિકાસ પામેલો જોવા મળે છે. વિષ્ણુ જેમ પાલક દેવ મનાય છે. તેમ શિવ સંહારક શક્તિ ધરાવતા ગણાય છે. ““શિવ” શબ્દનો એક અર્થ “કલ્યાણકારી” થાય છે. સામાન્ય રીતે શિવના પૂજન-અર્ચનમાં લિંગ જ મુખ્યતઃ પૂજાય છે. છતાં તેમની ઉપલબ્ધ પ્રકારની દેહધારી પ્રતિમાઓ જોવા મળે છે. પુરાણો અને ગ્રંથોમાં શિવના કાર્ય અનુસાર મુખ્ય ચાર સ્વરૂપો બતાવ્યાં છે. (૧) સામાન્ય (૨) નૃત્ય (૩) અનુગ્રહ (૪) સંહારક. સામાન્ય સ્વરૂપમાં શિવની યુગલ પ્રતિમાઓનો સમાવેશ થાય છે જેમાં “ઉસ્થિત” એટલે. ઊભેલી (હરગીરી સ્વરૂપ) અને “આસીન એટલે બેઠેલી (ઉમા-મહેશ્વર સ્વરૂપ) એમ બે પ્રકારની હોય છે. કોઈ પણ સંપ્રદાયમાં દેવ સાથે તેની પત્ની સ્વરૂપે દેવીની પ્રતિમાં રહેલી જોવા મળે છે. આ પ્રકારની પ્રતિમાઓમાં મોટા ભાગે દેવ-દેવીને આસીન કે ઉસ્થિત બતાવાય છે. આવી પ્રતિમાઓ સામાન્ય રીતે યુગલ કે આલિંગન પ્રતિમાઓ તરીકે ઓળખાય છે. આ પ્રકારમાં સર્વ સામાન્ય પ્રચલિત સ્વરૂપોમાં બ્રહ્મા-સાવિત્રી, ઉમા-મહેશ્વર, લક્ષ્મીનારાયણ, ગણેશ-શક્તિનાં સ્વરૂપો વિશેષ નજરે પડે છે. શિવના પ્રતિભા-વિધાનમાં શિવની યુગલ પ્રતિમાઓ વિશેનાં વિધાન પુરાણો અને શિલ્પ ગ્રંથોમાંથી મળી આવે છે જેમાં મત્સ્ય પુરાણ , અભિલક્ષિતાર્થ ચિંતામણિ, દેવતામૂર્તિ પ્રકરણ”, અપરાજિત પૃચ્છા, રૂપ મંડન વગેરેમાં શિવના યુગલ સ્વરૂપનું મૂર્તિવિધાન આપવામાં આવ્યું છે. તેમાં જણાવ્યા પ્રમાણે શિવને આસન પર લલિતાસનમાં બેઠેલાં, દ્વિભુજ કે ચતુર્ભુજ હોય છે જેમાં અનુક્રમે નીલોત્પલ કમળ, ફૂલ, ત્રીજો હાથ ઉમાના ખભા પર અને ચોથો હાથ ઉમાના ડાબા સ્તનને સ્પર્શતો બતાવેલો હોય છે. શિવના મસ્તકે જટામુકુટ, ત્રિનેત્ર, ચંદ્રકલા, શરીર ઉપર ગરચર્મ ધારણ કરેલ, ડાબા ઉત્સગ પર ઉમાં બેઠેલા દ્વિભુજ, એક હાથ શિવના ખભા ઉપર અને બીજા હાથમાં કમળ કે દર્પણ, શરીરે વિવિધ આભૂષણો ને અલંકારો ધારણ કરેલ હોય છે. જુદા જુદા ગ્રંથોમાં આ સ્વરૂપ વિશે થોડી થોડી ભિન્નતા જોવા મળે છે. ગુજરાતમાંથી પ્રાપ્ત આવી યુગલ પ્રતિમાઓનું નિરીક્ષણ કરતાં સામાન્ય રીતે શિવ લલિતાસનમાં બેઠેલા કે ઊભેલા હોય છે. તેમના હાથમાં અનુક્રમે માતુલિંગ, ત્રિશૂલ, આલિંગનમુદ્રા અને સર્પ હોય છે. શિવના ડાબા ઉલ્લંગમાં શિવ તરફ દૃષ્ટિ રાખી બેઠેલા કે ઊભા, દ્વિભુજ હોય છે. દક્ષિણ હસ્ત શિવના ખભા પર ટેકવેલ અને વામ હસ્તમાં દર્પણ કે ઉત્પલ ધારણ કરેલ હોય
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy