________________
Vol. XX, 1995-1996
વડનગરનો સમ્મતિય સંઘારામ
125
પાલિ જેવી ભાષામાં લખાયેલા આ લેખનું અર્થવાહી ભાષાંતર કરતાં તેના અર્થ દર્શાવે છે કે સમ્મતિય ભિક્ષુઓના જે દેવ બોધિસત્ત્વ (છે) તેમના ચૈત્ય માટે આચાર્ય મહોસયકે આણ્યા. અર્થાત્ આ પ્રતિમા લઈ આવ્યા. પ્રતિમા
બોધિસત્ત્વના લેખવાળી પ્રતિમા રાતા પથ્થરની છે. (કદ ૦.૫૧.૫ x ૦.૪૪.૫ x ૦.૮૫). આ પ્રતિમા સિંહાસન પર પદ્માસનમાં બેઠેલા જટાધારી બોધિસત્ત્વ વચ્ચે છે અને તેમની બન્ને બાજુએ ઊભેલા ચામરધર છે. લંબગોળ મુખમુદ્રાવાળા, ડાબા ખભા પર સંઘાટી ધારી બોધિસત્ત્વનાં પદ્માસન વાળેલા પગનાં તળિયાં પર ત્રિરત્ન, ચોવીસ આરાવાળાં ચક્ર અને આંગળી પર પદ્મનાં ચિહનો કોતરેલાં છે. તેમના પ્રભામંડળ પર પીપળાના પાનની ભાતનું સુરેખ અંકન છે. કંઈક આગળ ઢળતી મુખમુદ્રા, હાથની અભયમુદ્રા સાથે સામ્ય દર્શાવે છે. ડાબા હાથ પરની સંઘાટીની રેખાઓ અને પગ પરનું તક્ષણ પ્રમાણમાં યથાર્થદર્શી છે.
બોધિસત્ત્વની બન્ને બાજુએ ઉભેલા પાર્ષદો ચામર ધારણ કરેલા મોરપિચ્છના મુકુટ, ગળામાં બે હાંસળી, કાનમાં ભારી કુંડળ, હાથે ભારે કડાં, ટિ પર આમળા ચઢાવેલા ભારે કમરબંધ અને કટી પરથી નીચે પગ પર પહોંચતાં અધોવસ્ત્રની વ્યવસ્થિત કોતરણી દર્શાવે છે. તેમની પાછળ પણ પીપળાના વૃક્ષ નીચે તે ઊભા હોય તેમ દર્શાવતી ભાત છે.
બોધિસત્ત્વનું સિંહાસન સાત આડા પટ્ટાથી સુશોભિત છે. તેમાં ઉપરના બે પટ્ટા પર આગળ વર્ણવેલા બે પંક્તિનો લેખ છે.
શૈલિની દૃષ્ટિએ આ પ્રતિમા મથુરાની બીજી ત્રીજી સદીની બોધિસત્ત્વોની પ્રતિમાઓ સાથે તાદાભ્ય રાખે છે. તેમાં તેમનાં સિંહાસન, સિંહાસન પરના લેખ, તેની પ્રતિમા તથા લેખની તેક્ષણકલા આદિ વિવિધ ભાગોમાં સમરૂપતા દેખાય છે. આ સમરૂપતા તથા લેખના અક્ષરોની સમરૂપતા જોતાં આ પ્રતિમા પણ ઈ. સ.ની બીજી-ત્રીજી સદીની હોવાનું સમજાય છે. પ્રાપ્તિસ્થાન :
બોધિસત્ત્વની સમ્મતિય શાખાની આ પ્રતિમાનું પ્રાપ્તિસ્થાન વડનગરના નૈæત્ય ખૂણા પરનું ૨૮૩૪ નંબરનું ખેતર છે. આ ખેતરની ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ તરફથી જમીન નીચાણવાળી હોઈને ત્યાં પાણી ભરાઈ રહેતાં તળાવ બને છે.
આ તળાવની દક્ષિણે જમીન ઢોળાવવાળી છે. એ ઢોળાવ પૂરા થાય ત્યાંથી બોધિસત્ત્વની પ્રતિમા ઉપરાંત માટીની પકવેલી ઈંટો, જાડાં લાલ વાસણો તથા નીલ-લોહિત પ્રકાર સાથે સરખાવી શકાય એવાં માટીનાં વાસણોના ભાગો, તેમ જ શંખના કાપેલા ભાગો આદિ વસ્તુઓ મળી આવી છે. આ વસ્તુઓ અહીં જૂની વસાહત હતી એમ સૂચવે છે દ હીંથી મળેલાં માટીનાં વાસણો ઈ. સની શરૂઆતની સદીઓ તથા તેનાથી કંઈક જૂનો સમય દર્શાવે છે.
આમ બોધિસત્ત્વની મૂર્તિનાં પ્રાપ્તિસ્થાન પરથી મળતા અવશેષો પ્રતિમાના પૂર્વકાલીન,