________________
વડનગરનો સમ્મતિય સંઘારામ
ર૦ ના મહેતા, મુનીન્દ્ર વે, જોષી, રતિલાલ સર ભાવસાર પ્રાસ્તાવિક
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાનું નાગરોત્પત્તિનું કેન્દ્ર, વડનગર, ઉત્તર ગુજરાતનું સુપ્રસિદ્ધ નગર છે. હાટકેશ્વર અને શૈવ સંપ્રદાયનાં આ ક્ષેત્રમાં શિવ, સ્કંદ, શક્તિ આદિ વૈદિક પરંપરાના સંપ્રદાયો સાથે જૈન પરંપરાનાં દેરાસરોની ઘણી માહિતી મળે છે. આ સાહિત્યના અવલોકનમાં બૌદ્ધોની પ્રવૃત્તિઓ સ્વાભાવિક રીતે ન દેખાય. | ગુજરાતની બૌદ્ધ પ્રવૃત્તિઓની કેટલીક નોંધ મળે છે. તેમાં આ પ્રદેશમાં આવેલા કે પ્રદેશથી પરિચિત યુવાન-સ્વાંગ, ઇસિંગ આદિ યાત્રીઓએ કેટલીક માહિતી સાચવી રાખી છે, તેમાં યુવાન સ્વાંગે એ-નાન-તો-પુલો જેવાં આર્નતપુર કે આનંદપુરનાં ચીની રૂપાંતર હેઠળ વડનગરના પ્રદેશની જે માહિતી આપી છે તેનો સારાંશ આ પ્રમાણે છે. આનંદપુરનગરનો ઘેરાવો આશરે ૨૦લી અર્થાત્ પાંચ કિલોમીટર જેટલો છે. તે નગરમાં બૌદ્ધોની સમ્મતિય શાખાના દશ સંઘારામો હતા તેમાં આશરે ૧૦૦૦ સાધુઓ વસતા હતા. ચીની યાત્રીની આ માહિતીને પુષ્ટ કરે તેવી કેટલીક વસ્તુઓ વડનગરમાંથી મળી છે. પ્રાપ્ત સામગ્રી - ઐતિહાસિક
આ વર્ષના અર્થાત્ વિક્રમાર્ક ૨૦૪૮ = ઈ. સ. ૧૯૯૨ના ચોમાસામાં ખેતીની હળ ચલાવવાની પ્રવૃત્તિમાં શ્રી બાબુભાઈ પટેલને લાલ પથ્થરની એક પ્રતિમા મળી. આ પ્રતિમાની પ્રાપ્તિની હકીકત તેમણે વડનગર આર્ટ્સ અને કૉમર્સ કૉલેજના પ્રાધ્યાપક શ્રી રતિલાલ ભાવસારને કરી. આ પ્રતિમા માટે વધુ માહિતી મેળવવા તેમણે ગુજરાત રાજ્યમાં પુરાતત્વ ખાતાંનો સંપર્ક સાધ્યો. આ ખાતાના ઉત્તરવર્તુળના કાર્યકર શ્રી મુનીન્દ્ર વેટ જોષીને સ્થળ-તપાસની સૂચના મળતાં ૧૨ ઑગસ્ટ ૧૯૯૨ના રોજ તેમણે ત્યાં તપાસ કરી અને તે તપાસમાં મળેલી બુદ્ધની પ્રતિમાની પ્રસિદ્ધિ ગુજરાત સમાચાર'માં ૧૮ ઑગસ્ટ ૧૯૯૨ના રોજ થઈ.
આ પ્રતિમા અને સાથે મળેલી સામગ્રીના વધુ અધ્યયન માટે શ્રી મુનીન્દ્ર જોષીએ ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગનો સંપર્ક સાધ્યો. તેમણે મેળવેલી માહિતીની વધુ તપાસ જરૂરી હતી. તેથી ૫ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ ગુજરાત વિદ્યાપીઠમાંથી પ્રા. ૨૦ ના મહેતા. ડૉ. પંકજ દેસાઈ તથા ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ ખાતાના શ્રી મુનીન્દ્ર જોષી વડનગર કૉલેજના પ્રાધ્યાપક રતિલાલ ભાવસાર તથા બાબુભાઈ પટેલની મંડળીએ આ તપાસ હાથ ધરી. આ તપાસને પરિણામે સમ્મતિય શાખાના સંઘારામની મળેલી માહિતી અત્રે રજૂ કરી છે. અન્વેષણ
ઑગસ્ટમાં મળેલી બૌદ્ધ પ્રતિમા પર ચૂનો ચઢાવેલો હતો, તેથી તેની પર કોતરેલા લેખના