________________
Vol. XX, 1996
સમમતાકાર : એક અપ્રસિદ્ધ વૈયાકરણ
121
છે કે સ્વામિનપસÍતા: વિવાદિત પર્વન્ત | તેમનું કહેવું એમ છે. ક્ષીરસ્વામી, કાશ્યપ સમ્મતાકાર વગેરે કેટલાક આ ધાતુનો રિતુ પાઠ કરે છે એટલે કે ૪ ઉલ્લેપણે પાઠ કરે છે. તેમના મતે સંસ્કુતિ વગેરે રૂપો થાય છે.
ક્ષીરસ્વામી મોહિ ડસ્લેપે છે એમ જ પાઠ આપે છે (પૃ. ૨૯૨), તે સાયણે નોધેલા તેમના મત કરતાં જુદો પડે છે.
સાયણ વધારામાં નોંધે છે કે બીજા કેટલાક ઉકારાદિ એટલે કે ૩rs ! એમ પાઠ કરે છે, પણ તે મૈત્રેય વગેરે બીજા ઓ કે જે એને ધાત્વવયવ ગણે છે તેમને અને મને ઇસંજ્ઞક ગણના બીજાઓને અભિમત નથી. મૈત્રેય નંદિ વક્ષેપણે એમ પાઠ આપે છે. (પૃ. ૧૪).
૩૧. નન્ન પવારને 1 સાયણ આ ધાતુસૂત્રની વ્યાખ્યામાં કહે છે કે નન્દ્રિસમતી મતી વિપર્યસ્થ પતિ: ERન તિ, તન્મભૂતિ મૈત્રેયો ગતિમિત્યુvહાર | નન્દુિ સમ્મતાકાર આ ધાતુસ્ત્રમાં
ના' એવો જે પાઠ કરે છે. તે સાયણ મૈત્રેયનો આધાર આપી સ્વીકારતા નથી, કારણ કે મૈત્રેય (પૃ. ૧૪૦) અને ક્ષીરસ્વામી (પૃ. ૨૯૨) નન્ન અપવારને એવો પાઠ આપે છે. નન્દી અને સમ્મતાકાર નંગ એવો જે પાઠ કરે છે તેના પરથી ‘નાગ' શબ્દ થાય છે. ભારતને અમુક પ્રદેશોમાં સ્ત્રીઓ મુખ ઢાંકવા લાજ કાઢે છે, તેને અને આ તન્ન-નાગને કંઈ સંબંધ હશે કે કેમ એવો પ્રશ્ન થાય છે.
સાયણે ટાંકેલા સમ્મતાકારના આ મતોનો અભ્યાસ કરતાં એક વાત સ્પષ્ટ થાય છે કે પાણિનીય ધાતુપાઠ પર તેમણે “સમ્મતા' નામની વિસ્તૃત વૃત્તિ લખી હશે અને તેમાં સાયણની જેમજ ધાતુઓનાં સ્વરૂપ, અર્થ, ઉપદેશ, ગણો, સંખ્યા પેટાગણો, રૂપો, ધાતુસંબંધી પ્રત્યયો, નિયમો, સંધિઓ વગેરે ધાતુઓને લગતી ઘણી ઘણી બાબતોનું ઊંડું વિશ્લેષણ કર્યું હશે.
બીજી એક બાબત એ ઊપસે છે કે સમ્મતાકારના મોટા ભાગના મતો ક્ષીરસ્વામી, કાશ્યપ (એક અપ્રસિદ્ધ વૈયાકરણ) અને ખાસ કરીને મૈત્રેય સાથે મળતા આવે છે, તે પરથી કહી શકાય છે કે સમ્મતાકાર અને મૈત્રેય ધાતુપાઠની બાબતમાં કોઈ સમાને પરંપરાને અનુસરે છે. કેટલીક બાબતોમાં તે ચાન્દ્ર, દુર્ગ અને વર્ધમાન સાથે પણ સંમત થાય છે. તે પરથી જણાય છે કે તે કોઈ એક વ્યાકરણ સંપ્રદાયને માનતા નથી.
સાયણ ધાતુપાઠને લગતી મહત્ત્વની કેટલીક બાબતોમાં સમ્મતાકારને જે રીતે પ્રમાણભૂત વૈયાકરણ તરીકે ટાંકે છે, તે પરથી તેમની સમર્થ વૈયાકરણ તરીકેની પ્રતિષ્ઠાનો અંદાજ આવે છે. સાયણે માધવીયા ધાતુવૃત્તિમાં જે અનેકાનેક અપ્રસિદ્ધ વૈયાકરણોના મત ટાંક્યા છે, તે પરથી ખ્યાલ આવે છે કે ગણ્યાગાંઠ્યા ગ્રંથો સિવાય ધાતપાઠ પરના મોટા ભાગના ગ્રંથો લુપ્ત થયા છે. તે સંજોગોમાં, ધાતુપાઠનો તલસ્પર્શી અને સર્વાગીણ અભ્યાસ કરનાર સભ્યતાકારના નામના વૈયાકરણના મતોને સાચવવા બદલ સાયણના આપણે ખૂબ ઋણી છીએ.