________________
124
SAMBODHI
લક્ષ્મણભાઈ ભોજક
(५)
આ લેખ પણ કયાંથી લીધો છે તેની નોંધ નથી પણ લેખમાં વાદિદેવસૂરિની પરંપરામાં થયેલા મદન(ચંદ્ર)સૂરિના શિષ્ય, મોટે ભાગે તો (નિ)દેવસૂરિનું પ્રતિષ્ઠાપકરૂપે નામ છે'. અને આમ તે બૃહદગચ્છ સંબંધી હોઈ મહત્વનો છે.
(१) सं १३४९ फागुण शु ८ रवौ प्राग्वाट (२) सा० धरणिधर सुत सा० नरपाल भार्या (३) नायक(की)देवि पुत्र सा० पेथडेन मातृ-पितृ (४) श्रेयोर्थं श्रीशांतिनाथबिंबं का वादि श्री (५) देवसूरिसंताने श्रीमदनसूरिशिष्यैः श्री (६) तुवि(? मुनि) देवसूरिभिः ।।
પ્રસ્તુત લેખનું પણ સ્થળ અજ્ઞાત છે. લેખ શ્રીનેમિનાથની પ્રતિમા સંબંધમાં છે. કારાપક પલ્લીપગચ્છની આમ્નાયવાળા ધર્મવંશીય શ્રાવક પરિવાર છે. પ્રતિષ્ઠાપક આચાર્ય ઉદ્યોતસેન સૂરિના શિષ્ય મહેશ્વરસૂરિ છે. પલિવાલગચ્છની પટ્ટાવલિમાં એક મહેશ્વરસૂરિ નામ તો આવે છે, પણ ત્યાં તેમનો
સ્વર્ગવાસ સં. ૧૧૫૦માં બતાવ્યો હોઈ તેમ જ ગુરુનું નામ બીજું જ હોઈ તે આ આચાર્ય હોવાનો સંભવ नथी.
(१) संव० १३५२ वर्षे ज्येष्ठ शुदि ५ बुधे श्रीपल्लीयगच्छे धर्कटवंशे सा० सादा सुत
वागड भ्रातृ वादा भ्रातृ सोढा सुत रायण भ्रातृ केसव भ्रातृ अरजु - (२) न भीमड सीहड सांगण सा० वादाकेन मातृ चापल श्रेयसे श्रीनेमिनाथबिंब कारितं।
श्रीउद्योतनसूरिपट्टे प्रतिष्ठित श्रीमाहे(३) सू(श्व)रसूरिभिः श्रावके: शुभं भवतु ।।
(७)
આ લેખ દયાવડ (વર્તમાન દાવડ) ગામની માંડવીનો કરમુકિત સંબંધનો લેખ છે. તે સમયે ત્યાં મહામંડલેશ્વર રાણક વયજલદેવનું શાસન હતું.
(१) सं०१३५२ अश्विन वदि ११ सोमे अ(२) येह श्रीदयावडे महामंडलेश्वर राण० वय(३) जलदेवेन हंतकारहेतो: अत्र वास्तव्य मेदपाटी(४) य ब्राह्म० पंडि० आसादित्यस्य तलावर्त मुक्तमंडपि(५) कायां धर्मप्राप्तये दत्तं जोसारि से०।- त्ति(६) - आचंद्रार्कं यावत् श्रेय प्राप्तये ॥