________________
SAMBODHI
[વસ.]
120
૧. મ. ભટ્ટ પ્રતિજ્ઞા'માં વસતક અને યૌગન્દરાયણની ઉપર્યુકત ઉકિતઓનો અનુવાદ નીચે મુજબ કર્યો છે :
(વન વેલી) ત્યારે એમને મૂકિયે પડતા ને પકડિયે રસતો થયું, અંતરનો ભકિતભાવ આપણે બતાવી ચૂકયા; પુરુષપ્રયત્ન પણ કરી છૂટ્યા. ()
યોગ.] વસંતક ! તમે તો બટકબોલા
એના એ જ વસંતક રહ્યા. ભાઈ,
એ કહો છો તમે તે થતું હશે કે ? અહીં (ન.) એવી પાદટીમમાં તેઓ ઉમેરે છે કે – “આ અને એ પછીની વસંતકની વક્રોક્તિ યૌગન્દરાયણના ઉત્સાહનું પોષણ કરે છે. સ્વામી પ્રત્યેની રતિ એ ઉત્સાહનું અંગ છે. પરંતુ શ્રી કે.હ. ધ્રુવ કહે છે એમ વિદૂષકની વક્રોકિતથી જે મન્દી યૌગન્તરાયણના ઉત્સાહનું પોષણ થતું હોય તો આ નાટકના કર્મઠ નાયકનું પાત્ર એની ગરીમાએથી ઘણું નીચે ઉતરી જાય છે, ઝાંખુ પડી જાય છે. વાસ્તવમાં તો આ જ યૌગન્દરાયણે પ્રથમ અંકના અંત ભાગે પોતે ઉચ્ચાર્યું હતું કે,
काष्ठादृग्निर्जायते मथ्यमानाद्, भूमिस्तोयं खन्यमाना ददाति । सोत्साहानां नास्त्यसाध्यं नराणां मार्गारब्धाः सर्वयत्ना: फलन्ति ।।
'ઊત્સાહયુકત મનુષ્યોને કશુંય અસાધ્ય નથી આ મહાનું આસ્થાથી જે યૌગન્દરાયણે પ્રથમાંકમાં ‘રાજાને પોતે ન છોડાવી લાવે, તો પોતે યૌગન્દરાયણ નથી.' (૧.૧૬) એવી પ્રતિજ્ઞા લીધી હતી એને એ રીતે એ પાત્રનો એક પ્રબળ ઉત્સાહી વ્યક્તિ તરીકે પ્રેક્ષકોના મન ઉપર જે પ્રભાવ પાડ્યો હતો – તે બધું ધૂળમાં મળી જાય; જે શ્રી કે.હ. ધ્રુવસાહેબ કહે છે તેમ વિદૂષકની વક્રોકિતથી યૌગન્દરાયણ ફરીથી ઉત્સાહયુકત થવાનો હોય તો. - આના બદલે આપણે જોયું તેમ – આળસુ વિદૂષકોને, કે જેને રાજા ને છોડીને ચાલ્યા જવાનું એક તબકકે મન થઈ આવે છે ત્યારે, યાદ કરાવે છે કે, “અલ્યા ! તુ તો વસન્તક છું,' તારા ઉત્સાહને વળી પાનખર કેવી ? તો એમાં જ બન્ને પાત્રોના ચરિત્રચિત્રણને પોતપોતાની રીતનો ચિરસ્થાયી રંગ ચઢી જાય છે.
ઉપસંહાર : ‘ત્રિવેન્દ્રમુ-રૂપકો'નાં નાટ્યકાર દ્વારા જે તે પાત્રોના સંજ્ઞાકરણનો સંવાદમાં કોઈ વિશિષ્ટ ક્ષણે જ્યારે વિનિયોગ થાય છે ત્યારે કે - ૧, જે તે પાત્રનું ગુણ સંકીર્તન પ્રકટ કરે છે, (જેમ કે, વૃકોદર, મધ્યમ, રદનિકા કે સજજલક); અથવા ૨. અમુક પ્રકારના નામકરણના ઈતિહાસની જિજ્ઞાસા સંતોષે છે, (જેમ કે દામોદર); અથવા ૩. કાર્યવેગ આગળ વધારવામાં અમુક પાત્રનું પ્રવર્તન કેવી રીતે થશે તે પ્રકટ કરવામાં આવે છે, (જેમ કે, માયાવિમારક); અથવા ૪. અમુક પાત્રનું સત્ત્વ જગાડીને, તેને