________________
117
Vol. XIX, 93-94.
‘ત્રિવેન્દ્રમ રૂપકો'માં... પૂરેપૂરી જાળવીને, તેને ઉકિતમાં રૂપાંતરિત કરે છે, તેમાં એ જરીકે ય યોગ્યતાનો ભંગ કરતો નથી.
- વસન્તસેનાને બદલે ચારુદત્તની દાસી રદનિકા અજાણતાં વિટ અને આકારના હાથે પકડાય છે. પોતાની ભૂલ સમજાતાં તેઓ એને છોડી દે છે. ત્યાં વિટ જતાં જતાં કહે છે કે આ અકસ્માતે થયેલી ભૂલ ચારુદત્તને ના કહેશો અને વિદૂષક પણ એ વાતની સૂચના રદનિકાને આપે છે. ત્યારે બોલે છે કે: આર્ય! કાર્ય ! નિ નવ૬૫ ૧૬ “આર્ય ! હું ખરેખર ‘રદનિકા' છું.” અર્થાત રદન કહેતાં દાંતવાળી છું. મારે જીભ નથી એમ જ સમજે. તેથી આ દુર્ભાગી ઘટના ચારદત્તને જણાવી દઈશ એવી ચિંતા રાખશો જ નહીં. અહીં દાસી રદનિકાએ પોતે પોતાના નામનો અર્થ ધ્યાન ઉપર લેવા કહીને, પોતાના ચરિત્રને -- વ્યવહાર જગતમાં પોતાના અમુક જ પ્રકારના પ્રવર્તનને ઉદ્દઘાટિત કર્યું છે.
એવી જ રીતે, ત્રીજા અંકની અંદર ચોર સજજલક ચાદરના ઘરની અંદર ખાતર પાડીને, અંદર પ્રવેશવાની તૈયારી કરે છે ત્યારે તે બોલે છે કે -
धिक् सज्जलक: खल्वहम् ।
मार्जार: प्लवने वृकोऽपसरणे श्येनो गृहालोकने । निद्रा सुप्तमनुष्यवीर्यतुलने संसर्पणे पन्नगः । माया वर्णशरीरभेदकरणे वाग् देशभाषान्तरे
दीपो रात्रिषु सङ्कटे च तिमिरं वायु: स्थले नौर्जले ॥१७ અર્થાત્ - ધિકાર છે કે હું ખરે જ સજજ-લક' છું (એટલે કે બધા જ ભય, સંકટોને માટે તૈયાર છે. (જેમકે,) “(હું) કૂદકો મારવામાં બિલાડો, છટકી જવામાં વર, ઘરને નિહાળવામાં બાજપક્ષી, ઊંઘતા માણસની તાકાત માપવામાં નિદ્રા, સરકવામાં સાપ, રંગ અને શરીર (આકૃતિ)ને બદલવામાં જાદુ, દેશ મુજબની ભાષા બદલવામાં વાણી, રાત્રિઓમાં દીવો, સંકટમાં અન્ધકાર, જમીન ઉપર વાયુ અને પાણીમાં નૌકા (જ છે).” અહીં સજજલકે “પોતે ચોર તરીકે કેવી રીતે સુસજજ છે?' એનું વર્ણન કરીને પોતાના નામાર્થમાંથી પોતાના ચરિત્રને સમજવાનું જાણે ભાષ્ય રચી આપ્યું છે!
[૪] મધ્યમ-વ્યાયોગ'માં બ્રાહ્મણ કેશવદાસનું કુટુંબ હિડિમ્બાપુત્ર ઘટોત્કચના હાથમાં સપડાય છે. કેશવદાસનો મધ્યમપુત્ર હિડિમ્બાનો આહાર બનવા તૈયાર થાય છે. આ મધ્યમ પુત્રનું કોઈ નામ વિશેષ આપ્યું નથી. કેમ કે પોતાના આત્મજનને મરવા માટે મોકલવાનો છે ત્યારે એનું નામ સ્વાભાવિક રીતે જ કોઈ ના કહે. પણ આ જન્મક્રમે મધ્યમ એવા પુત્રને બોલાવવા માટે જ્યારે ઘટોત્કચ ‘મધ્યમ', “મધ્યમ' કહીને બૂમો પાડે છે ત્યારે કુન્તીપુત્ર ભીમ ઉપસ્થિત થાય છે. ભીમ પોતે કેવી રીતે મધ્યમછે એની જાહેરાત કરતાં કહે છે કે –
मध्यमोऽहं क्षितौ भद्र भ्रातृणामपि मध्यमः ।। २८ ब ।। मध्यम: पञ्चभूतानां पार्थिवानां च मध्यमः ।।२९ अ ।।