________________
116 ૧. મ. ભટ્ટ
SAMBODHI અને “વૃકોદર’ એવી સંજ્ઞાઓથી ઓળખાવ્યા છે. દુર્યોધનને અહીં ‘સુયોધન' નામથી ઓળખાવવા પાછળ કવિનો આશય સ્પષ્ટ છે કે એ ગદાયુદ્ધના નીતિનિયમોનું પાલન કરીને લઢ્યો છે અને સામી છાતીએ લઢતાં મર્યો છે એમ દર્શાવીને એ પાત્રનું ઉદારીકરણ કરવું છે. આવું ઉદાત્તીકૃત પાત્ર રૂપકમાં રજૂ થાય એ પૂર્વે જ સૂત્રધાર ‘સુયોધન' શબ્દ વાપરીને સામાજિકોને એ પાત્રનો પરિચય આપી દીધો છે. હવે એ ‘સુયોધન' એવા દુર્યોધનની જોડે લઢનાર સામો પ્રતિનાયક જે ભીમ છે, તેને સુત્રધારે ‘વૃકોદર' એવી સંજ્ઞાથી ઓળખાવ્યો છે એ પણ સૂચક છે. અહીં ‘વૃકોદર’ શબ્દમાં બ્રહવ્રીહિ સમાસ છે : “વૃકના ઉદર જેવું ઉદર છે જેનું” (અર્થાત્ જે ખાઉધરો છે તે) હવે જે ખૂબ ખાનારો હોય તે સ્વાભાવિક રીતે જ જડમતિનો હોય, નીતિનિયમોનું પાલન કરનારો ન હોય એમ વ્યંજિત થાય છે. અને આવો પરિચય આપ્યા પછી, જ્યારે ખરેખરું ગદાયુદ્ધ પ્રવર્તે ત્યારે પણ એ ભીમને માટે વપરાયેલી એ સંજ્ઞા ચરિતાર્થ થતી પ્રેક્ષકોને જોવા પણ મળે છે. ગદાયુદ્ધના નિયમો નેવે મૂકીને એ વૃકોદર ખરેખર સુયોધનના ઊરુને ભાંગી કાઢે છે. આવું એક અપકૃત્ય કરનાર બીજા પણ વધુ મોટા અપકૃત્યને કરી શકશે એની સુયોધનને ખબર છે. પુત્ર દુર્જય જ્યારે ભાઈઓને અનુસરવા માંગતા પિતા (દુર્યોધન)ને કહે છે કે - મને પણ તમારી સાથે લઈ જાવ, ત્યારે પિતા સુયોધન એને કહે છે કે - છ પુત્ર ! પર્વ વૃવોદ્રાં વૃદ્ધિ “જ બેટા | આ વાત (તારા) વૃકોદર (કાકા)ને જઈને કહે.”' અર્થાતુ - ‘એ તારી બહુ ખાઉધરો કાકો તને બાળકને પણ એકાદ ગદા પ્રહાર કરી આપો કે જેથી તું પણ મારી સાથે સ્વર્ગે આવી શકીશ” એમ સુયોધન વ્યંજિત કરે છે. અહીં સુયોધન એવા દુર્યોધને ભીમને કયારેય “ભીમ' (અર્થાત ભયંકર) કહ્યો નથી, કે તેને તે રૂપે જોયો નથી. દુર્યોધનની આંખમાં તો તે હંમેશા ખાઉધરો - વૃકોદર - જ છે. આમ કવિએ વિશિષ્ટ એવી સંજ્ઞાનો પ્રયોગ કરીને જે તે પાત્રનું ચરિત્રચિત્રણનું કામ બીજાંકુરન્યાયે પલ્લવિત કર્યું છે.
ચારુદત્ત' રૂપકમાં પણ છે જે પાત્રોનું જે જે શબ્દથી સંજ્ઞાકરણ કરવામાં આવ્યું છે, તે બધાય શબ્દોના કોશગત અર્થો તે તે પાત્રોના ચરિત્રચિત્રણ દરમ્યાન યથાર્થ થતાં જોવા મળે છે. જેમ કે, પ્રથમ અંકમાં વિટ અને શિકાર વસન્તસેનાને બળાત્કારે પકડવા દોડાદોડી કરી રહ્યા છે. અહીં શકારા વસન્તસેનાને ઉદ્દેશીને કહે છે કે, - વિના વિના જ્ઞાતે વિ7T પત્રવં વાં, ઘરકૃતિ વ, મધુરં વ, શરિવાં વ, સર્વ વરસન્તમારસં વર | વડ: ત્વાં પિત્રાચતે ૧૪ “આજીજી કર, આજીજી કર (મારી) હુગલી ! પલ્લવને આજીજી કર કે પરભૃતિકાને આજીજી કર, અરે ! શાસિકાને બોલાવ કે સમગ્ર વસન્તમાસને બોલાવ. કોણ, (કહે) કોણ તને બચાવશે ?” અહીં શકારે વસન્ત ઋતુ અને તેના અંગભૂત પુષ્પ, પલ્લવ, સારિકા અને કોયલ વગેરે જેની સેનામાં છે, તેને ‘વસન્તસેના' કહેવાય – એવા સમાસાર્થને પ્રકટપણે શકારની ઉકિતમાં ગૂંથી લીધો છે એ સ્પષ્ટ છે. આમ તો સામાન્ય રીતે શિકારના સંવાદો તપાસીએ તો તેમાં ‘આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ” એવા વાક્યર્થ બોધના ત્રિવિધ હેતુઓમાંથી યોગ્યતા'નો વારંવાર ભંગ થતો હોય છે; અને પરિણામે તેમાંથી હાસ્યનિષ્પન્ન થતું જોવા મળે છે. દા.ત. અહં ત્વાં પૃહીત્વ
શહસ્તે ડૂ:શાસન: સીતાનિવહિરારિ ii': “હું, તને વાળને ચોટલેથી પકડીને, જેમ દુઃશાસન સીતાને અપહરી ગયો હતો તેમ, હરી જાઉં છું.” આમાં ‘દુ:શાસન સીતાનું અપહરી ગયો' - તે વાકયમાં મશિના સિન્ડ્રુતિ | ની જેમ “યોગ્યતા'નો ભંગ થયો છે. પરંતુ તે જ્યારે સમગ્ર વસન્ત માસને બોલાવ' એમ કહે છે ત્યારે વસન્તસેનાની નિ:સહાયને વધુ તીક્ષ્ણતાથી ઉપસાવવા માટે તે સંજ્ઞાના સમાસાર્થની યોગ્યતાને