________________
SAMBODHI ઈણિ પરિ ચઉવીહ દેવ, આવ્યા કરવા સેવ,
સમોસરણ કર્યું છે. પુણ્ય પોતઈ ભર્યું એ. ઋષભદેવના કેવલજ્ઞાન પ્રાપ્તિ પ્રસંગે એમની માતા મરુદેવી ત્યાં હાથી પર ચઢીને ઉપસ્થિત થાય છે. તે પ્રસંગે કવિએ કંડારેલ શબ્દ ચિત્ર અને તે પ્રસંગ નોંધપાત્ર છે.
હસ્તી ચઢિ મરુદેવિ, તિહાં આવઈ તતખેવિ. આનંદઈ ભરીએ, પામઈ શિવપુરી એ.
૨૩ કાવ્યને અંતે કવિ પોતાના નામનો ઉલ્લેખ કરી વિમલમતિ જગપતિ’નું સ્મરણ કરે છે.
સેવક લીંબઉ [બો]લઈએ, તુઝ તોલઈ કુણ સ્વામિ, દેહ વિમલમતિ જગપતિ, હું લીણ તોરઈ નામિ. ૨૭
કવિ લીંબોકત ઋષભદેવ કાગ. (આદિનાથ ફાગ) (અનુમાને સોળમા સૈકાનો અંત).
રાગ કેદારો श्रीशारदां हृदि ध्यात्वा, नत्वा श्रीनाभिनंदनं, फागबंधेन वक्षेहं, तवंशस्थापना...
ઢાલ ફાગની સોહમ સુરપતિ પભણતિ, પણમિય પ્રભુના પાય, લ્યઉ એ રૂઅડી સુખડી, સેલડી લીઈ જિનરાય. ૧ તામ, પરંદર સુંદર, થાપઈ ઈષાંગ વંશ, જય “મેરુદેવી- નંદન, ત્રિભૂવન કરઈ પ્રસંસ. ૨ અનુક્રમિ પામ્યું યૌવન, મોહન મૂરતિ સ્વામી, તું અમરેલર આવીઉં, ભાવિ જિનગુણામિ.’ ૩ ઈદાણી પણિ આવઈએ, ભાવઈ એ ગીત રસાલ, કરિઉ વીવાહ મનોહર, જિનવર રૂપ વિશાલ. ૪
અથ દૂહા રાજ સમય જાણી કરી, કરઈ મહોત્સવ ઈન્દ્ર, બહુ આભરણ શોભતા, સિંહાસણિ જિણચંદ. ૫ બિહું પાસઈ ચામર ઢલઈ, મેઘાડંબર છત્ર, રાજ કરઈ રલીઆમણું, ઋષભદેવ સુપવિત્ત. ૬
ઢાલ અઢીઉં એક અવસરિ હિત હોઈ, ઋતુ મધુ માધવ જોઈ, માધવી મહમહઈ એ, મધુકર ગહગહઈ. ૭. ચંપક બહુલ મંદાર, મહોય સવિ સહકાર, મલયાચલ તણી એ, સુરભિ પવન ઘણઉએ. ૮ લવંગ તાલ તમાલ, કરણી વેલિ ગુલાલ, વન રલીઆમણું એ, એહવું સોહામણું એ.