SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પણ્ડિતરાજ જગનાથકૃત પ્રૌઢમનારમાકુચમર્દિની ટીકાનો અભ્યાસ વસન્તકુમાર મ. ભટ્ટ* ૦.૦ ભૂમિકા : ૦.૧ પાણિનિએ પિતાના “અષ્ટાધ્યાયી” વ્યાકરણમાં જે ક્રમે સૂત્રોની રચના કરી છે, તે જ ક્રમને વળગી રહીને કાશિકાવૃત્તિ (ઈ.સ. ૬૦૦-૭૦૦)માં પાણિનિનાં સૂત્રોની સમજૂતી રજૂ કરવામાં આવી છે. પાણિનિનાં સૂત્રોની મદદથી જ્યારે કે વાક્ય કે વાક્યના એક એકમરૂપ નામપદ કે ક્રિયાપદની રૂપસિદ્ધિ વર્ણવવી હોય ત્યારે પાણિનિનાં સૂત્રોને ઉપસ્થિતિ ક્રમ બદલાય છે. આવી રૂપસિદ્ધિમાં જે કમે સૂત્રોની ઉપસ્થિતિ થાય છે, તેને “પ્રક્રિયાક્રમ પણ કહે છે. કાલક્રમે “કાશિકાગ્રુત્તિ', કે જેમાં “અષ્ટાધ્યાયી’નાં સૂત્રોની પાણિચ્ચરિતક્રમે વ્યાખ્યા કરવામાં આવી છે, તેવા વૃત્તિગ્રન્થોને બદલે પ્રક્રિયાગ્રન્થની, (કે જેમાં રૂપસિદ્ધિમાં જે ક્રમે સૂત્રો ઉપસ્થિત કરવામાં આવતાં હોય છે તે પ્રક્રિયા ક્રમાનુસાર સૂત્રોની વ્યાખ્યા કરવામાં આવતી હોય તેવા ગ્રન્થની રચના થવી શરૂ થઈ છે. આમાં ધમકાતિ (ઈ.સ. ૧૧૦૦ - ૧૧૫૦)ના “રૂપાવતાર' અને વિમલ સરસ્વતી(ઈ.સ. ૧૭૫૦) ના રૂપમાલા' જેવા ગ્રસ્થા પછી, ઈ.સ. ૧૫૦૦ માં રામચન્દ્રાચાર્યુંકત પ્રક્રિયાકીમદી' અસાધારણ મહત્વનું સ્થાન ધરાવે છે. (કારણું કે આ પ્રક્રિયા ગ્રન્થની પરંપરામાં જ, અને ‘પ્રક્રિયા કૌમુદી'માંથી જ વિપુલ પ્રેરણા મેળવીને કાલક્રમે ભોજિ દીક્ષિતે (ઈસ. ૧૬૫૦) વૈયાકરણ-સિદ્ધાન્ત-કીમુદી' ગ્રન્થની રચના કરી છે.) ૦.૨ રામચન્દ્રાચાયત પ્રક્રિયાકૌમુદી' ઉપર “પ્રકાશ અને પ્રસાદ નામની બે નોંધપાત્ર ટીકાઓ મળે છે. આમાંથી પહેલી “પ્રકાશ” (અથવા “પ્રક્રિયાકૌમુદીવૃત્તિ) નામની ટીકા શેષવંશમાં જન્મેલા શ્રીકૃષ્ણ પંડિતે રચી છે, અને બીજી “પ્રસાદ’ નામની ટીકા પ્રક્રિયાકૌમુદીકાર રામચન્દ્રાચાર્યના જ પૌત્ર વિઠ્ઠલે રચી છે. ૧૩ પ્રક્રિયાકૌમુદીકાર રામચન્દ્રાચાર્યનું દ્વિવિધ વંશવૃક્ષ નીચે પ્રમાણે હોય એમ જણાય છે :* તા. ૧૭ - ૧૮ ડિસેમ્બર, ૧૯૯૧ ના દિવસે એ સંસ્કૃત વિભાગ, ભાષાસાહિત્યભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા આયોજિત “ડિતરાજ જગન્નાથ વિષયક રાજ્યકક્ષાને પરિસંવાદ” માં રજૂ કરેલ શોધપત્ર * રીડર, સંસ્કૃત વિભાગ, ભાષાસાહિત્યભવન, ગુજરાત યુનિવર્સિટી,અમદાવાદ- ૯.
SR No.520767
Book TitleSambodhi 1990 Vol 17
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages151
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy