SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગમાં કે જેને આપણે સર્જનાત્મક ચિંતન કહીએ તેમાં જીવનની આધ્યાત્મિક દૃષ્ટિ” તથા “પૂર્વને ધર્મ અને પશ્ચિમી ચિંતન”ને મૂકી શકાય. આ ઉપરાંત ઉપનિષદો, ભગવદ્ગીતા, બ્રહ્મસૂત્રો અને ધમપદ પરનાં તેમનાં ભાષ્યો અને સંપાદને ઊંડી વિદ્વત્તા, આર્ષદષ્ટિ અને અસંદિગ્ધ વિવરણના ઉત્કૃષ્ટ ઉદાહરણરૂપ ગણી શકાય તેમ છે. હિન્દુધર્મ, બૌદ્ધધર્મ અને ભારતીય તત્ત્વજ્ઞાન અને તે બધા ઉપરાંત સર્વસામાન્ય ધર્મના ઉદ્દેશ પ્રતિની તેમની સેવા અપ્રતિમ છે. યુરોપીય અને ભારતીય વિચારધારાઓ અંગેનું તેમનું પ્રતિપાદન અને વિવરણ તેમની નૂતન, વિશિષ્ટ અને પ્રેરણાદાયી દષ્ટિ દાખવે છે, તે જ રીતે પરમ ચેતન્યનું સ્વરૂપ, ધર્મોને ઈશ્વર અને પરમ ચૈતન્ય તથા ઈશ્વર વચ્ચેનો સંબંધ, તથા વૈશ્વિક પ્રક્રિયામાં તેમનું સ્થાન અને કાર્ય વ. અંગેના તેમના વિચારોએ આ કોયડાઓ અંગે બીજાઓએ સૂચવેલા સમાધાન અંગેની મુશ્કેલીઓનું નિવારણ કર્યું છે તેમ કહી શકાય. તેમના પૂર્ણ આદર્શવાદ અંગેનું તત્વજ્ઞાન પૂર્વ અને પશ્ચિમના સાચા સમન્વયને રજૂ કરે છે. (દા. ત. બ્રિટીશ વિચારક બ્રેડલેને નડતા કેટલાક ફૂટ પ્રશ્નોને તેમાં ઉકેલ છે.) તેમના જીવનના આદર્શવાદી અભિગમ” અંગેનાં હિમ્મટ વ્યાખ્યાન (૧૯૨૯)માં આપણે તેમના ધર્મ અને તત્વજ્ઞાન અંગેના પરિપક્વ વિચારે જોઈ શકીએ છીએ, આ “તત્ત્વ શુદ્ધ જીવન–દષ્ટિ” દર્શાવતો ગ્રંથ એમની ફિલસૂફીના સારરૂપ છે. જીવન, ધર્મ અને સત્યની આત્યન્તિક સમજ શી હોઈ શકે એ એમણે આ વ્યાખ્યામાં નિરૂપ્યું છે, અને તે કરવા સારૂ પશ્ચિમે જે વૈજ્ઞાનિક અભ્યાસપદ્ધતિ ખીલવી છે તેને આશ્રય લીધો છે, એ એની ખાસ વિશેષતા ગણાય. સ્વ. રામનારાયણ પાઠક જે રા. આનંદશંકરભાઈ ધ્રુવના નિરૂપણ સંબંધમાં કહે છે, તે ડો. રાધાકૃષ્ણનને પણ લાગુ પડી શકે તેમ છે – એમને વેદાન્તની કઈ નવી શાખા સ્થાપવી નહોતી-નવું દર્શન સ્થાપે તેને જ જે ફિલસૂફ કહેવો હોય તે તે ફિલસૂફ નહતા. અને ફિલસૂફી એ અમુક મત અને અભિપ્રાયેનું તંત્ર જ ન હોય, પણ જીવનની દૃષ્ટિ હોય, તે તે તેમનામાં હતી. તેમની દષ્ટિ ખૂહદ દાર્શનિક અને મૂલ્યપર્વતગામી હતી, દાર્શનિક ચર્ચા–પદ્ધતિને તેમણે નવી વિશાળતા અને ગંભીરતા આપી.૧૦ હૈ. રાધાકૃષ્ણન અને ડે. દાસગુપ્તા એ બે વિદ્વાનોએ હિન્દના તત્ત્વજ્ઞાનનો ઈતિહાસ લખ્યો છે. એ સંબંધમાં ઘણીવાર એવો પ્રશ્ન પૂછાય છે કે બેમાંથી કોણ ચઢે ? એનો ઉત્તર આપતાં આ ધ્રવ લખે છે કે સંસ્કૃતિની વિદ્વત્તાપૂર્વક તે તે ગ્રંથને સાર ઉધૂત કરી એને યથા સ્થિત રૂપે પ્રગટ કરવાનું કાર્ય દાસગુપ્ત વધારે સારું કર્યું છે, પરંતુ હિન્દનું તત્ત્વજ્ઞાન એક જુનું જડી આવેલું હાડપિંજર નથી, પણ વેદકાળથી ચાલી આવેલો મૈતન્યથી ભરેલું અને નિત્ય વિકસતે જ એક જીવંત પદાર્થ છે, અને તેથી એના શરીરનું વર્ણન કરવા કરતાં એના આત્માનું પ્રાગટ્ર કરવા ઉપર રાધાકૃષ્ણને અધિક ધ્યાન દીધું છે, અને એ દષ્ટિબિન્દુથી જોતાં રાધાકૃષ્ણનની કૃતિ ચઢિયાતી છે.૧૧
SR No.520766
Book TitleSambodhi 1989 Vol 16
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages309
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy