SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ * છે. તેમનામાં વિચારકના જેવી કુશાગ્ર બુદ્ધિ ને આગવી સ્વતંત્ર પ્રતિભા છે, વિદ્વત્તા અને જરૂરી સાવચેતી પણ છે. તત્ત્વજ્ઞાનના પ્રસિદ્ધ અધ્યાપક તરીકે તેમણે ભારતના તત્ત્વજ્ઞાન અને ધર્માંની અમૂલ્ય સેવા તેમના ગ્રંથે। અને વ્યાખ્યાના દ્વારા કરી છે, અર્વાચીન હિન્દના તેઓ એક અદ્વિતીય અભ્યાસક અને વિચારક તથા બહુશ્રુત ફિલસૂફ છે, પશ્ચિમના સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના તેમણે સાંગાપાંગ અભ્યાસ કર્યાં છે. એક અચ્છા વિવરણકાર તેમ જ વિવેચક છે. સૂક્ષ્મદČક સમીક્ષક પણ છે. ભારતીય દાŚનિક વિચારસરણીનુ' સુયોગ્ય અને નિષ્પક્ષ અ ઘટન કરવા જતાં તેઓ કડક આલેાચના પણ કરે છે, જે તેમની સર્જનાત્મક આંતર્સ્ઝના પૂરાવા છે. માત્ર ભાષાશૈલી કે સાહિત્યને દષ્ટિ સામે રાખી વિવરણ કરવું એ બરાબર નથી પરંતુ દર્શીનશાસ્ત્રના ઇતિહાસલેખકે શબ્દોની પછવાડે રહેલા ગૂઢ વિચારને સ્પષ્ટ કરી બતાવવાનું કઠિન કાર્ય કરવાનુ છે. તેનુ ચિ'તન માત્ર તાર્કિક ખ`ડન—મંડનની પ્રવૃત્તિથી જ વિકસ્યું` નથી, પરંતુ એક સુદીધ આંતરિક આધ્યાત્મિક અનુભવનુ એ ફળ છે,જ એમ તેએ સ્વયં માને છે, તે અંગ્રેજી ભાષા પર સારું પ્રભુત્વ ધરાવે છે, અને અંગ્રેજી ગદ્યના સિદ્ધહસ્ત લેખક છે. ભારતીય સસ્કૃતિ અને આધુનિક યુરે।પીય સંસ્કૃતિ બન્નેના પાયામાં જે તત્ત્વજ્ઞાન નિહિત છે એને ઊ'ડા અને તલસ્પર્શી અભ્યાસ એમણે કર્યાં છે ૫ અને પ્રત્યે એમના મનમાં અનહદ્ સદ્ભાવ છે. તેઓએ ભારતીય સંસ્કૃતિના મિશનરી થઈ યુરોપ સમક્ષ ભારતીય તત્ત્વજ્ઞાન તથા ધર્માંતે રજૂ કર્યા' છે. તેએ માત્ર હિન્દુ ધર્માંના જ અદ્યતન વિવેચક નર્થી, પરંતુ વિશ્વભરની સામાન્ય ધર્મ ભાવનાના મહાન પુરસ્કર્તા છે. બધા ધર્માંના હામાં પડેલા પ્રાણને તે ખચાવ કરે છે. વર્તમાન જગતના વિકારી દૂર કરવાના એક માત્ર ઉપાય તેમના મતે આધ્યાત્મિક ઉત્થાન છે, તેએક ધાર્મિક તત્ત્વજ્ઞાની છે અને સાથે સાથે સવ ધમ સમભાવના પડિત” છે. ભારતીય તત્ત્વજ્ઞાનનું મુખ્ય દષ્ટિબિન્દુ કર્યુ તે સમજવુ પશ્ચિમના માનસને મુશ્કેલ લાગે છે, કારણ કે પૂર્વ-પશ્ચિમ બન્નેની પ્રણાલિકાએ સેંકડા વરસાથી જુદા જુદા ચીલા પર ચાલતી આવી છે. ભારત વર્ષના ચિન્તનાત્મક તત્ત્વજ્ઞાનના અર્ધાં ડૉ. રાધાકૃષ્ણને સુંદર રીતે સ્પષ્ટ કરી ખતાવ્યા છે, જેમાંથી આજે પણ સૌ કોઈને મધ અને યોગ્ય દારવણી મળે છે. ગાંધીજી અને ટાગેારની સમકક્ષ તેમને મૂકી શકાય. તે નિ:શંકપણે અદ્યતન હિન્દુ નવાસ્થાનના મહાન આગેવાનામાંના એક છે. ધાર્મિક વૃત્તિ માટે માણસે સંન્યાસી બનવાની જરૂર નથી. ડો. રાધાકૃષ્ણના પ્રથા અધટનાત્મક છે; તેમજ અંશતઃ સર્જનાત્મક પણ છે. તેને જો એ વિભાગમાં વહેંચીએ તા પ્રથમ વિભાગ કે જેને અઘટનાત્મક નામ આપીએ તો તેમાં રવીન્દ્રનાથ ટાગોરનું તત્ત્વદર્શન', ભારતીય તત્ત્વજ્ઞાન' પરના બન્ને વિશાળકાય ગ્રંથા, તેમજ ‘સમકાલીન તત્ત્વચિંતનમાં ધતું પ્રભુત્વ' વ. ને મૂકી શકાય, તા ખીજા
SR No.520766
Book TitleSambodhi 1989 Vol 16
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages309
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy