________________
૨
પરંતુ એક વાત તેા નક્કી કે કાવ્યશાસ્ત્રીય ગ્રંથમાં પણ આ અધ્યાયમાંથી બે અધ્યાયેા– સપ્તમ અધ્યાય જેમાં નાયક-નાયિકાવિચાર કરાયા છે તે અને સમસ્ત રૂપકવિચારણા આવરી લેતા અષ્ટમ અધ્યાય – કેવળ નાટ્યશાસ્ત્રીય વિગતાની ચર્ચા માટે અલગ તારવીને આ પ્રકારના ગ્રંથનિરૂપણની પરિપાટીમાં આચાર્યશ્રીએ નવું પરિમાણ સાકાર કર્યુ છે; અથવા, કહેા કે એક ‘દ્વિસંધાન' સાધ્યુ છે ! અલબત્ત, અહી રૂપકવિચાર પ્રધાત્મક કાવ્યના પ્રકારવિશેષરૂપે હાથ ધરાયા છે, એ વિગત એવું સૂચવે છે કે 'નાટક'ને પણ કાવ્ય' કહેવામાં હવે તત્કાલીન સહયાને કાઈ ખચકાટ કે છે” અનુભવાતાં નહિ હાય. એક બીજી વાત એ પણ તેાંધીશુ` કે ના..માં વિષયવિસ્તાર જરૂર અધિક સધાયેા છે, પણ તેમાં પણ પ્રતિપદ કા.શા.નું ઋણ પ્રત્યક્ષ થયા વગર રહેતું નથી. વળી, કા.શા.માં વિષયા સકાચ અને પેાતાની રીતની ફાળવણી પણ દષ્ટિગાચર થાય છે. જેમ કે, સંધિવિચાર કા.શા.માં કોઈ પણ કારણે મહાકાવ્યના સંદર્ભમાં રજૂ કરાયા છે અને તેમાં પણ – ‘મુલ વય: સમ્બÀા માતે।। મે' (કા.શા. ૮/૬ ઉપર) એટલી નેાંધ સાથે મૂળ ભરતની વ્યાખ્યાએ જે ઉદ્ધૃત થઈ છે જેના ‘વિવેક’ ટીકામાં વિસ્તારથી વિચાર કરાયા છે. પણ ના.દ.ની માફક સધ્યગાની વિચારણા, વિષ્ણુભકાદિ અર્થાપક્ષેપકાની વિચારણા, વગેરેને ગાળી નાખવામાં આવી છે, જ્યારે રસવિચાર બીજા અધ્યાયમાં તથા તેના ઉપરના ‘વિવેક'માં રસનિના સંદર્ભમાં થયેા છે; વળી આ રસવિચાર સાંગેાપાંગ આનંદવધ ન/અભિનવગુપ્ત પ્રમાણે જ થયેા છે, જ્યારે ના.દ. પેતાની રીતે સુખદુઃખાત્મક રસની મીમાંસા કરી નવેા ચીલા ચાતરે છે.
પ્રસ્તુત લેખમાંની ચર્ચા ફક્ત ‘નાટક’ પ્રકારના રૂપકની કા.શા.માં પ્રાપ્તથતી વિભાવનાની વિચારણા તથા ના.. સાથેના તુલનાત્મક અભ્યાસને આવરી લેશે. અન્ય રૂપકપ્રકારા અહી વિચારશે નહિ, અલબત્ત નાટક અગેની બીજી સામાન્ય વિગતા જે આચાર્યશ્રીએ પાછળથી આપી છે, તેની અહીં સમાવેશ જરૂર થશે.
નાટકની વ્યાખ્યા આપતાં હેમચન્દ્ર ભરત, ના.શા. ૧૮/૧૦, ૧૧ ટાંકે છે. તે વખતે કોઈ પણ નોંધ અલંકારચૂડામણિ'માં (અલ'.ચૂ.) તેઓ આપતા નથી પણ ‘વિવેક'માં તેને ઘેરા વિમર્શી કરાયેા છે. ના.શા. પ્રમાણે નાટક પ્રખ્યાત વસ્તુવિષયવાળુ હોય છે તથા તેને નાયક પ્રખ્યાત અને ઉદાત્ત હાવા ઘટે. વળી નાટક ‘રાષિવશ્યચરિત' તથા ‘દિવ્યાશ્રય’વાળુ હોય છે, તેમાં અનેક પ્રકારની વિભૂતિનું નિરૂપણ કરાય છે તથા તે ઋદ્ધિ, વિલાસ વગેરે ગુણવાળુ હાય છે. આ નાટક અંક, પ્રવેશક વગેરેથી સુશાભિત હાવું જરૂરી છે. ના.દ. (૧/૫) નાટકની વ્યાખ્યામાં ધર્મ જામા સ' અને ‘સાોપાય-તશા-સન્ધિ’એવાં વિશેષણા પ્રયાજે છે અને અંક, ખીજ વ. ઉપાયા, આરંભ વ. અવસ્થાએ મુખ વ. સંધિઓ વગેરેની ચર્ચા યાગ્ય રીતે સવિસ્તર આવરી લે છે. અંકની વિચારણામાં પ્રયાયાપ્રયેાજ્યવિચાર પણ ના.૬. કરી લે છે અને અંકમાં જેનું નિરૂપણ ન થઈ શકે એ વિગતા કેવી રીતે વણી લેવાય એ સમજાવતાં વિષ્ણુભક વગેરે અર્થાપક્ષેપકા પણ વિચારી લે છે, એટલું તા ચાસ કે હેમચંદ્રના પ્રભાવ નીચે પણ રામચન્દ્ર –ગુણચન્દ્રો