________________
આચાર્ય હેમચન્દ્રના કાવ્યનુશાસનમાં
નાટક’ વિચાર તપસ્વી નાન્દી
કાવ્યાનુશાસન (કા.શ.)*ના આઠમા અધ્યાયમાં પ્રબન્ધાત્મક કાવ્યપ્રભેદો વિચારતાં આચાર્યશ્રી હેમચન્દ્ર નોંધે છે કે, કાવ્ય મુખ્યત્વે “પ્રેક્ષ્ય અને શ્રવ્ય” એમ બે પ્રકારનું છે (કા.શા. ૮/૧), દર્શન અને વર્ણનની ક્ષમતા ધરાવે તે થયે કવિ અને તેનું કર્મ તે કાવ્ય. “કવિકર્મને કાવ્ય કહેતાં આચાર્યશ્રી ભટ્ટ તૌતને હવાલે આપે છે. કુન્તક ઉપર પણ તૌતની અસર હશે. હેમચંદ્ર ઉપર કુન્તકનો ઓથાર પણ જોઈ શકાય.
પ્રેક્ષ્ય એ અભિનય પ્રકાર છે જ્યારે શ્રવ્ય અનભિનેય છે. પ્રેક્ષ્યના પાડ્યું અને ગેય એમ બે ભેદ (કા.શા. ૮/૨) રાણાવાયા છે. તેમાં પાઠથના પટાભેદોમાં નાટક, પ્રકરણ, નાટિકા, સમવકાર, ઈહામૃગ, ડિમ, વ્યાયેગ, ઉત્સુષ્ટિકાંક, પ્રહસન, ભાણ, વિરથી અને સદકાદિને સમાવેશ થાય છે. રામચંદ્ર અને ગુણચંદ્રના નાટ્રયદર્પણ (નાદમાં પણ દ્વાદશ રૂપકભેદો જોવા મળે છે, જેમાં સર્વસ્વીકૃત દશ રૂપકો ઉપરાંત નાટિકા અને પ્રક સમાવિષ્ટ થયાં છે. હેમચંદ્ર દ્વાદશ” એમ સંખ્યાનિર્ધારણ કર્યું નથી અને “પ્રકરણને સ્થાને “સદકાદિનું ગ્રહણ કર્યું છે. નાદ. (૧/૩, ૪) પ્રમાણે નાટક, પ્રકરણ, નાટિકા અને પ્રકરણ એ ચાર “પૂર્ણદશાસન્ધિવાળાં રૂપકો છે, જ્યારે બીજા તેવાં નથી. આવો
ભેદ પણ આચાર્યશ્રીએ તારવ્યો નથી. વળી, હેમચંદ્ર જે તે રૂપકપ્રકારની વ્યાખ્યા સીધી . • ભારતના નાટ્યશાસ્ત્ર (ના.શા.) પ્રમાણે જ ઉદ્ધત કરી છે, જ્યારે ના.દ. તથા ધનંજયના દશરૂપક (દ.રૂ.)માં ગ્રંથકારની પોતાની વ્યાખ્યા જોવા મળે છે. હેમચંદ્ર અલબત્ત ભરતની જે તે વ્યાખ્યાન વિમર્શ પિતાની “વિવેક' ટીકામાં વિસ્તારથી કર્યો છે, જેનો ઘણો પ્રભાવ ના.દ. ઝીલે છે તે આપણે જોઈશું. હેમચંદ્ર પિતાની નજીકના આચાર્ય ધનંજયના દ.રૂ.ને બાજુ પર રાખી સીધું ના.શા. સાથે અનુસંધાન તાજુ રાખવાનું વિચાર્યું તે પાછળ એક પરિબળ રૂપે તત્કાલીન રાજકીય સંદર્ભ પણ હોઈ શકે. શક્ય છે કે, કા.શા.માં ભેજની માલવપરંપરાને મુકાબલે કાવ્યશાસ્ત્રીય ચર્ચામાં જેમ દૂરની કાશ્મીરી પરંપરા પુરસ્કાર કરાયો છે, એ જ રીતે, એ જ કારણથી તેમણે કરેલી નાટયશાસ્ત્રીય ચર્ચામાં પણ માલવપતિ મુંજના દરબારના પંડિત ધનંજય/ધમિકને બાજુ ઉપર રાખી માલવપરંપરાને સ્થળે ભારતની મૂળ પરંપરાના પ્રવર્તનનું ધ્યેય એમને ઉચિત જણાયું હશે. જે હોય તે,
બધા સંદર્ભે “કાવ્યાનુશાસન', - આવૃત્તિ બીજી, ૧૯૬૪, શ્રી મહાવીર જેતા વિદાલય, મુંબઈ - ના સમજવા.