________________
શબદ પણ “દેશીનામમાલામાં છે, એ વિસ્મયની વાત નથી, કેમકે ગુજરાતના લાંબા સમુદ્ર કિનારાનાં બંદરોમાં ઈરાની વેપારીઓની વસાહતો તે સમયે હતી, અને તેમના કેટલાક શબ્દો અહીંની ભાષામાં પ્રવેશ્યા હોય એ સ્વાભાવિક છે.
“દશીનામમાલા’ના ઘણા શબ્દોનો સંબંધ ગુજરાતી સાથે છે, એમાં શંકા નથી. આચાર્ય હેમચન્દ્રકત સંસ્કૃત કેશોમાંના તથા અન્યોન્ય સંસ્કૃત કૃતિઓમાંના ‘જૈન સંસ્કૃત'ના પ્રયોગોનો વિગતે અભ્યાસ આવકાર્ય છે તેમ “દેશીનામમાલા’ વિષે પણ કહી શકાય. માત્ર ઉદાહરણ તરીકે “દેશીનામમાલા'માંના થોડાક શબ્દોનો ગુજરાતી સાથેના નિકટને સંબંધ દર્શાવી આ લેખ પૂરો કરીશું
આગિયં (૧-૬૮): આરોગ્ય ઉલુ (૧-૭૯) : ઊલટું ઉદેહી (૧-૯૨) : ઉધેઈ ઉત્થલ્લા (૧–૯૩) : ઊથલે ઉકરડી (૧-૧૦): ઉકરડી ઓઢણું (૧-૧૧૫): ઓઢણું કફકસ (૨-૦૬) : કૂસકા ખલા (૨-૬૬) : ખાલ, ચામડી ખવએ (૨-૬૭) ખભે ખદિકે (૨–૭૦) ખાટકી ખડકકી: (૨-૭૧) ખડકી ખલઈN (૨-૭૧): ખાલી ખિજિયં (૨-૭૪): ખીજ બેલે (૨-૮૦): નાને ગધેડે ગઢ (૨-૮૧) : દુગ, ગઢ ગડીરી (૨-૮૨): શેરડીની ગડરી ગથ્થર (૨-૧૦૭) ઘાઘરો
ધ્રુજરાતીના અભ્યાસ માટે “દેશીનામમાલાનું મહત્ત્વ દર્શાવવા માટે, સ્થાલીપુલાક ન્યાયે, આ થોડાક શબ્દો પણ પર્યાપ્ત થશે.