SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીનામમાતા’માં હેમચંદ્ર, દેશી શબ્દોને સંચય કરવા ઉપરાંત તે તે શબ્દ ભાષામાં કેવી રીતે પ્રયોજાય, એ દર્શાવવા ઉદાહરણગાથાઓ આપી છે, અને તેમાંની વણીક કવિત્વમય તેમ જ મનોરંજક છે. દેશનામમાલામાં કુલ ૩૯૭૮ શબ્દો સંધરાયા છે (સંસ્કૃત પ્રાકૃત સાહિત્ય પ્રત્યે એ સમયના વિધાનોનો અભિગમ જોતાં આ સંખ્યા નાની ન ગણાય.) “દેશીનામમાલાના એક સંપાદક શ્રી મુરલીધર બેનરજીએ એ શબ્દના વિભાગ આમ પાડયા છે તત્સમગર્ભિત તદ્દભવ- સંશયયુક્ત તભવ- દેશી શબ્દો ૧૮૫૦ ૫૨૮ ૧૫૦ ૦ ૩૭૮ - એક આધુનિક વિદ્વાને “દેશીનામમાતા’ના શબ્દસંચયના કરેલા પૃથરવાથી એ ગ્રન્થના સંકલન પાછળ રહેલી આચાર્ય હેમચન્દ્રની દૃષ્ટિ સ્પષ્ટ થશે.. દેશીનામમાલા’ની ઉદાહરણ ગાથાઓ, અપભ્રંશ વ્યાકરણમાં હેમચન્દ્રો ઉદ્ધત કરેલ લેમ્પ્રચલિત કે સાહિત્યસંબદ્ધ દુહાઓની જેમ, એક વૈવિધ્યમય સુભાષિત સંગ્રહ 'બને તેમ છે. દેશીનામમાલાએ પ્રાકૃત સાહિત્યમાં પ્રયોજિત, ઉપર્યુક્ત પ્રકારના શબ્દોને કેશ છે, પણ વસ્તુતઃ તે લોકપ્રચલિત શબ્દોને હેમચંદ્ર કરેલ સંગ્રહ છે. આથી, જનસમુદાયમાં પ્રચલિત વ્યવહાર, રીતરિવાજ વગેરેનો કેટલોક ખ્યાલ તે ઉપરથી આવે છે; જે કે વ્યવહાર, રિવાજ કે વિનોદ ભારતના કયા પ્રદેશમાં પ્રચલિત હશે, તે કેવળ શબ્દપ્રયોગ ઉપરથી કહી શકાય નહિ. આમ છતાં એને અભ્યાસ રસપ્રદ છે. એવા કેટલાક શબ્દ અહીં, ઉદાહરણ તરીકે જોઈએ. અણણણ (૧-૭૨): વિવાહ સમયે જે ભેટ વધૂને આપવામાં આવે અથવા વધૂ તરફથી વરને અપાય છે. ઉહિએ (૧-૧૩૭) : પરિણીત સ્ત્રીને ક્રોધ એમિણિઆ (૧-૧૪૫) : એવી સ્ત્રી, જેનું શરીર સૂતરથી માપીને સૂતર ચારે દિશામાં ફેંકી દેવામાં આવે. અનિષ્ટ નિવારણ માટેનો આ કઈ લૌકિક વિધિ જણાય છે. આલુડી (૧-૧૫૩) : સંતાકુકડીની રમત. એરંજ (૧-૧૫૬) એક એવી રમત, જેમાં નથી, નથી” બોલવામાં આવે છે. ગગિજા (૨-૮૮): નવી પરણેલી વહુ. ગજલ(-૧૧૦) : હાસ્યસ્થાનમાં અંગસ્પર્શ, ગલગલિયાં
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy