SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ “અનેકાર્થસંગ્રહ' ઉપર અનેકાર્થ કરવાકર કૌમુદી' નામે ટીકા મળે છે, જે પ્રથમ નજરે હેમચન્દ્રકત હોવાનું લાગે છે. પણ વસ્તુત : હેમચન્દ્રના એક વિદ્વાન શિષ્ય મહેન્દ્ર સૂરિએ એ ટીકા રચીન પોતાના ગુરુના નામે ઉદંકિત કરી છે. ટીકામાં જ એક સ્થળે સ્પષ્ટ ઉલ્લેખ છે કે श्री हेमसूरिशिष्येण श्रीमन्महेन्द्रसूरिणा । भक्तिनिष्ठेन टीकैषा तन्नाम्नैव प्रतिष्ठिता ॥ આ રચનામાં પિતાને સહાયભૂત થયેલા પૂર્વકાલીન કાશે અને કોશકારેની એક સૂચિ આચાર્ય હેમચન્દ્ર આપી છે. એમાંના ઘણુ કાશે સૈકાઓ થયાં અલભ્ય હેઈ એ સૂચિ એતિહાસિક અગત્યની છે. અનેકાર્થસંગ્રહમાંના ઘણા શબ્દો, “અભિધાનચિન્તામણિની જેમ ગુજરાતી અને અન્ય ભારતીય આર્ય ભાષાઓના અભ્યાસ માટે અગત્યના છે. “નિયંકશેષ આચાર્ય હેમચંદ્ર ત્રીજે સંસ્કૃત કેશ વનસ્પતિને ર છે; એનું નામ નિઘંટુશેષ.” એના પ્રથમ શ્લોકમાં જ તેઓ કહે છે विहितकार्थनानाथ देश्यशब्दसमुच्चय :। निघटुकोष वक्ष्येऽह नत्वाह त्पादपंकजम् ॥ “અહેવના ચરણમલને નમસ્કાર કરી, એકાઈ કેશ (અભિધાનચિતામણિ,ના નામાWકેશ ('અકાર્યસંગ્રહ) અને દેશ્યશબ્દ સમુચ્ચય (દેશીનામમાલા) ની રચના કર્યા પછી હું નિઘંટુશેષ” બેલીશ.” આ બતાવે છે કે નિઘંટુશેષ' એ આચાર્યની કોશરચના પ્રવૃત્તિનું છેલ્લું ફળ છે, “દેશીનામમાતા’ની રચના ત્યાર પહેલાં થઈ હતી. અતિ પ્રાચીન કાળમાં “નિઘંટુ અર્થ કેવળ “શબ્દસંગ્રહ એટલે જ થાને હતે. વૈદિક શખસંગ્રહ “નિઘંટુ ઉપર યાસ્કાચાર્યે ટીકા લખી ને નિરુક્ત. પછી વનસ્પતિવાચકશબ્દસંગ્રહને પણ નિઘંટુ' નામ અપાયું. આવા અનેક વનસ્પતિકશે અર્થાત નિઘંટુઓ આયુર્વેદના સંસ્કૃત સાહિત્યમાં છે. ધન્વતરિનિઘંટુ હેમચંદ્રની સામે હતો, એ “અનેકાઈ કેશની ટીકા ઉપરથી જણાય છે, ધન્વતરિનિઘંટુ અત્યારે પણ વિદ્યમાન છે. સરસ્વતી નિઘંટુ, હનુમાનિઘંટુ આદિ લુપ્ત થયાં લાગે છે. પણ રાજા મદનપાલકૃત મદનપાલનિઘંટુ અને નરહરિ પંડિતકૃત રાજનિધ ટુ પ્રસિદ્ધ છે. આ ઉપરાંત હલાયુધ, ચંદ્રનંદન, ભેજરાજ, મુદ્દગલ, શેષરાજ, કેયદેવ આદિ વિદ્વાનોએ રચેલ નિઘંટુના ઉલ્લેખ મળે છે. હેમચનકૃત “નિઘંટુશેષનાં છ કાંડ ઉપલબ્ધ છે-વૃક્ષકાંડ, ગુલ્મકાંડ, લતાકાંડ, - શાકકાંડ, તુણકાંત અને ધાન્યકાંડ,
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy