SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ ચોથા સર્ગની ૨૨મી ગાથાથી શરૂ કરીને પાંચમા સર્ગના અંત સુધીના કાવ્યભાગમાં આઠમા અધ્યાયના ત્રીજા પાદનાં ૧૮૨ સૂત્રો અને છઠ્ઠા સગની આરંભની ગાથાથી શરૂ કરીને આઠમા સગની ૮૨મી ગાથા સુધીના કાવ્યભાગમાં આઠમા અધ્યાયનાં ૪૪૮ સૂત્રોના–એમ પ્રાકૃત વ્યાકરણનાં સર્વે સૂત્રોનાં ઉદાહરણ આ પ્રાકૃત મહાકાવ્યની ગાથાઓમાં ગૂંથી લીધાં છે. અને છેલ્લી ૮૩મી ગાથામાં મહાકાવ્યની પરિસમાપ્તિના મંગલાચરણ રૂપે શ્રત દેવી આશીર્વાદપૂર્વક વિદાય થાય છે એમ વર્ણન કર્યું છે. સંસ્કૃત થાશ્રયની જેમ જ હેમચંદ્રાચાર્યે પ્રાકૃત થાશ્રય મહાકાવ્યાં પ્રાકૃત વ્યાકરણનાં સૂત્રોના સળંગ ક્રમને અનુસરીને જ ઉદાહરણે પ્રયોજ્યાં છે, અને એમાંના બધાં જ ઉદાહરણોને કાવ્યગાથાઓમાં વણી લેવામાં હેમચંદ્રાચાર્યે કઈ જ કચાશ રહેવા દીધી નથી. દા.ત. શાસઘારવારજનદ રે વા : (સિ. હૈ. શ. ૮.૧.ર૧૭) એ સૂત્રનાં ઉદાહરણોને હેમચંદ્રાચાર્યે નીચેની ગાથાઓમાં વણી લીધાં છે : डरिआणं दरहरणं ड्रड्ढागरुवडूढधूवसूहगन्धं । अहि डसण ड्र सरणं दसणकवाडं सुदतम ॥ डाहत्तदाहहरणं कयाहलयाण पुन्नदोहलयं । कडणमइचत्तकदणं उभङ्कुर नीलनीलमणि ।। दम्भग्गमईदरडेलिर सीसमदोलिरेण हिअएण दूरमहरं इसन्ते डहमाणो मिच्छदिठिजणे ॥३४ અહીં સૂત્રમાં સૂચવ્યા મુજબનાં બધાં જ વૈકલ્પિક ઉદાહરણો ગાથાઓમાં વ્યવસ્થિત રીતે સમાવી લીધાં છે જેમ હેમચંદ્રાચાર્યનું પ્રાકૃત વ્યાકરણ એ વિષયના અન્ય ગ્રંથોની તુલનાએ વધુ વિસ્તૃત વ્યાપવાળું અને સર્વસમાવેશક છે એ જ રીતે, એમનું પ્રાકૃત કથાશ્રય મહાકાવ્ય પણ પરિપૂર્ણ રીતે બધાં જ ઉદાહરણોને વણું લેતી એક સર્વાગ સંપૂર્ણ શાસ્ત્રમહાકાવ્ય કૃતિ છે. પ્રાકૃત વ્યાકરણના ચેથા પાદના ર૫લ્મા સૂત્ર સુધી સામાન્યતઃ મહારાષ્ટ્રી પ્રાકૃતિને પ્રાધાન્ય આપ્યું છે. પ્રાકૃત થાશ્રયના વૃત્તિકાર પૂર્ણ કલશગણિએ સાતમા સર્ગની ૯૧મી ગાથાને પૂર્વાર્ધ– સાથ#શિવાજી મહારાજનુદાદિ તો ૩૫ એમાંના ગત્ત અને ગજુદારિની એ બે પ્રયોગો પ્રાકૃત વ્યાકરણના ઘડતર (સિ.હે.શ. ૮.૪.૨૫૯) એ સૂત્રના ઉદાહરણ તરીકે પ્રયોજાયા માન્યા છે. * પ્રાકૃત વ્યાકરણમાં – તે નાયો શરામયુર (સિહે.શ. ૮.૪ર૬૦) એ સૂત્રથી શેવં પ્રાકૃતવત (સિહૈ.શ. ૮.૪ર૮૬) સુધી વ્યાકરણમાં શરસેની પ્રાકૃત ભાષાની વિશેષતાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રાકૃત દ્વયાશ્રય મહાકાવ્યમાં સાતમાં સર્ગોની ૯૧મી ગાથાના પૂર્વાર્ધના અંતિમ પરથી આરંભીને સાતમાં સર્ગની અંતિમ ગાથા ૧૦૨ સુધી, આ સૂત્રોનાં ઉદાહરણે વણી લેવામાં આવ્યાં છે.
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy