________________
જૈન સ્થાપત્ય
૧૭.
આબુ પરનાં વિમલવસઈ, લુણસઈ તેમ જ દક્ષિણ ભારતનાં બસતી કે વસતી જેવાં નામે ધરાવતા દેરાસરે આ પ્રકારની રચના છે. જયારે આ રચને પૂરી હોય ત્યારે તેની બહાર બીજી રચના હોતી નથી અર્થાત સામે દેખાતી ટેકરા જેવી બાંધકામની રચનાનું પ્રવેશ દ્વાર હોવાનું સૂચન કરે છે. એમ તેનાં પ્રવેશદ્વારને બલાણુક' કહેવામાં આવે છે, આ બલાક બિલ કે વલ એ કિનારા સૂચક શબ્દ પરથી સમજાય છે. તેથી મંદિરની સીમા પરના પ્રવેશને બયાણક એવું સુચક નામ આપ્યું છે, તેની પર વિશિષ્ટ ચર્ચા છે. ભાયાણીએ કરી છે.
આમ બાંધેલાં દેરાસરનાં વિવિધ અંગે માં જગતી, બલાક, દેવકુલિકાઓ, મંડપ અને ગર્ભગૃહ સહિત મૂલ મંદિરને સમાવેશ થાય છે. જ્યારે જૈન શાસનમાં મુખ્ય તીર્થસ્થાન શેત્રુંજય, ગિરનાર આદિ જોઈએ ત્યારે આવાં વિવિધ દેરાસરેથી આ તીર્થ સ્થાને સભર દેખાય છે. તે ઉપરાંત આવાં તીર્થસ્થાનમાં શ્રાવક-શ્રાવિકાઓનાં શિ૯ હસ્તશાળાઓ, અપાસર આદિની પૂરતી વ્યવસ્થા કરીને, આખાં નગરે જેવી રચનાને ભાવ ઊભે. કરવામાં આવે છે.
આ તીર્થસ્થાની ચિત્તાકર્ષક રચનાઓ ઉપરાંત, ઘર દેરાસર એ વ્યક્તિગત ઉપાસનાનું માહાસ્ય દર્શાવે છે. ધર્મની પ્રવૃત્તિ મુમુક્ષુઓની વૈયકિતક પ્રવૃત્તિ છે, તેના ચિત્તની છે. તેથી
વ્યક્તિગત ઉપાસના અને વૃત્તિમાં ધર્મનાં મૂલ તને હેઈને તેની સનાતન આરાધના થતી રહે એ હેતુથી દિગવિરતી પછી પણ આ પ્રવૃતિ અક્ષુણ રહે તે માટે થતી આ રચના છે. ઘરમાં પણ જાપ, ઈષ્ટદેવની Éપાસ ચાલુ રાખવાની પ્રવૃત્તિના કુલ સ્વરૂપે ઉપાસ્ય પ્રતિમાઓનું આર્થિક સગવડ પ્રમાણે ઘરમાં સ્થાપન કરીને તેની ઉપાસના કરવાની પ્રવૃત્તિ ઘરેરાસરના મૂળમાં છે.
ઘરદેરાસરનું નાનામાં નાનું અંગ સામાન્ય ગેખ છે અને તેનું વિકસિત સ્વરૂપ મનોહર ગેખ અથવા ઘરમાં વિશિષ્ટ ખંડ હોય છે વચિત તેની પરનું વિતાન સુશોભિત બનાવવામાં આવે છે. તદુપરાંત પિતાના નિવાસસ્થાનના વંડામાં સ્વતંત્ર દેવસ્થાન પણ તૈયાર થાય છે. પરંતુ આ વ્યક્તિગત બાંધકામે સમષ્ટિ માટે થતાં બાંધકામોની સરખામણીમાં સીમિત હોય છે.
આમ જૈનશાસનની વિશિષ્ટ સ્થાપત્ય પ્રવૃત્તિ ઘરઆંગણથી શરૂ કરીને આપણાં નિવાસસ્થાને પાસેના સામુહિક દેરાસરે, ગામ બહારનાં બાવન જિનાલયોથી માંડીને આપણું મહત્વનાં તીર્થસ્થાને પર બંધાયેલી વસતી, કે, દેરાસરસમૂહ સુધી વિસ્તરતી દેખાય છે. ભૌગોલિક દષ્ટિએ કે શિપ અને પ્રતિમાઓ જોતાં તે અફઘાનિસ્તાન અને યુરોપમાં બગેરિયા સુધી વિકસેલી હતી એમ લાગે છે.
સાંપ્રતકાળમાં દ્રવ્યનાયથી થતી જ્ઞાન સાધનાથી સમગ્ર વિશ્વમાં તે સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવા ગુણોનું મહાસ્ય દર્શાવે છે. આ પ્રવૃત્તિનું અધ્યયન અને અધ્યાપન વિશ્વમાં અહિંસા તેમજ વિશ્વશાંતિના વિચારે દઢ કરીને જીવોની ઉન્નતિ તથા સદૂગતિનું માર્ગદર્શક બને તેવી ભાવના સાથે વિરમું છું. સંધિ છે. ૧૨–૩