________________
અમદાવાદને વિકાસ
૧ ૭૧ ભારતના અન્ય ભાગોની માફક અમદાવાદ પણ વિકાસન્મુખ બન્યું. આ વિકાસને ભૌગેલિક વ્યાપ સાબરમતીના પશ્ચિમ કિનારા પર મુખ્યત્વે રહેઠાણનાં બાંધકામમાં તથા વિદ્યાકીય સંસ્થાઓના વિકાસમાં જોવામાં આવે છે. જયારે પૂર્વ તરફ વેપાર ઉદ્યોગના વિકાસથી અમદાવાદને વિસ્તાર વધતું જાય છે, તેની સાથે વધતી વસતીના આવાસ, માર્ગો, અને વિવિધ ઉપયોગની સંસ્થાઓના વિકાસથી અમદાવાદ વિસ્તાર વધે છે. અમદાવાદમાં ૧૯૨૩ પછી વિકસેલી મકાને બાંધનાર સહકારી સોસાયટીઓનાં કાર્યનું સારું અધ્યયન કુ. બિનીતા શુકલે કર્યું છે.
આ વિકાસમાં મેટાં મકાને, ઉદ્યોગોની સાથે શહેરમાં વધતી ઝુંપડપટ્ટીઓ પણ આજનું આગવું દશ્ય ખડું કરે છે. અને તેની સાથે જેમ અહમદશાહના અમદાવાદ જૂના આશાવલને તેમજ બીજાં પરાઓને સમાવી લઈને વિસ્તાર વધાર્યો તેમ આધુનિક અમદાવાદ પણ ૧૬પ જેટલાં ગામને પિતાના વિકાસમાં સમાવી લેવાના પ્રયાસ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org