SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ અમદાવાદને વિકાસ આમ બાબરી વંશના અમલ દરમિયાન અમદાવાદની આજુબાજુ તેમના મરણની સૂચક ઈમારતે બંધાઈ અને અમદાવાદમાં ભદ્રની ઉત્તર તરફ પ્રમાણમાં વધારે વિકાસ થયેલ દેખાય છે. ઔરંગઝેબના મરણ પછી બાબુરી વંશની પાદશાહતની પરિસ્થિતિ કથળી, તેના નબળા પાદશાહો અને માંહોમાંહે લડતા અમીરોની સામે મરાઠાઓનું બળ વધતું ચાલ્યું. તેની અસર ઔરંગઝેબનાં મરાબાદ આશરે અઢાર વર્ષમાં થવા માંડી અને તેમની સત્તા ૧૫થી દઢ થઈ. સામાન્યતઃ અમદાવાદમાં મરાઠી શાસન દરમિયાન તેમણે પૈસા ઊઘરાવવા માટે લીધેલા ઉપાથ, તેમના ચાડિયાઓ વગેરે બાબતે ઘણી જાણીતી છે. પરંતુ તેમના સમય દરમિયાન અમદાવાદમાં ઘણાં મંદિરે બંધાયાં તથા તેમાં રઘુનાથ મહીપત જેવા સરસુબાએ ગામમાં સુધારાવધારા કરાવ્યા અને કેને ઘણું સુખ હતું તથા વેપાર પણ ઘણે સારે ચાથી હતો” (પૃ.૪૬) એવી મગનલાલ વખતચંદની નોંધ અને “અમદાવાદની ઘણી પળ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં થઈ” (પૃ. ૩૪૧) જેવી રત્નમણિરાવની નોંધ પરથી મરાઠા અમલ દરમિયાન અહીં શહેરમાં ફેરફાર થયા તેમ દેખાય છે પરંતુ અમદાવાદને વિસ્તાર વધે નથી. સમગ્ર ગુજરાતમાં બાબુરી પાદશાહના વખતમાં રાજકીય શાંતિ હતી પરંતુ શાહજહાંના અમલ દરમિયાન અને ત્યારબાદ પડેલા દુકાળની વસતી પર ઘણું માઠી અસર પડી ને વસતી તૂટી હતી. આ વખતમાં ઘણાં ગામે ઉજજડ થઈ ગયાં હતાં. આ પરિરિથતિમાં પણ ભૌગોલિક વિસ્તાર ઘટે એ સ્વાભાવિક પ્રક્રિયા છે. આમ સત્તરમી સદીના અંત ભાગ અને અઢારમી સદીના કેટલાક સમયની કુદરતી પરિસ્થિતિ સાથે રાજકીય અશાંતિને લીધે અમદાવાદને વિકાસ અટક હતા. તેમાં ઓગણીસમી સદીમાં ફેરફાર થવા માંડયો. ઓગણીસમી સદીમાં ઈ.સ.૧૮૧૮માં અમદાવાદમાં, ઈ.સ.૧૬૧૮માં અર્થાત બસે વર્ષ પહેલાં જહાંગીરે જે પરદેશી વેપારીઓને વેપારની છૂટ આપી હતી તેમણે રાજ્યસત્તા જમાવી. તેમણે શરૂઆતમાં જના મહેલે અને ભદ્રમાં રહીને રાજ્યની વ્યવસ્થા શરુ કરી. જેમ અહમદશાહે આ વિસ્તારમાં પિતાની નમાઝ માટેની મજિદ બાંધી હતી તેમ અંગ્રેજોએ પિતાનું ચર્ચા બાંધ્યું અને અમદાવાદ પર પિતાની અસર ધીમે ધીમે વધારવા માંડી. રાજ્યમાં શાંતિ સ્થપાઈ હતી પરંતુ ઉત્તર તરફ સીંધ, પંજાબમાં અંગ્રેજોની સત્તા જામી ન હતી. તે જ પ્રમાણે સીધે, હેકર વગેરે પણ બળવાન હતા તેથી અંગ્રેજોએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520761
Book TitleSambodhi 1982 Vol 11
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1982
Total Pages502
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy