________________
અમદાવાદને વિકાસ
૮૭
ત્યાં થઈને વહેતો હોય એમ જણાય છે. માણેક નદી સારંગપુર દરવાજા બહાર હાલ બતાવવામાં આવે છે. સાબરમતીમાં ધબ્રાં જોડાઈને એ વહેળો ચંદ્રભાગાના વહેળાની પેઠે પહેલાં વહે છે. અને આ ડિવા તથા મ ણેક ચેકમાં થઈને રાખંડ આગળ સાબરમતીના મેટા પ્રવાહને મળતું હોય” (પૃ. ૪૦-૪૧)
આમ રત્નમ િણરાવનાં મનમાં આશંકા છે કે મોટી સાબરમતી નદીને પ્રવ હ બદલાય નથી. પરંતુ બ્રીસના જણાવ્યા પ્રમાણે અને મગનલાલ વખતચંદનાં વિધાન પ્રમાણેની મૂળ સાબરમતી નદી ને બદલે માણેક નદીને પ્રવાહ બદલાયાનું વિધાન તેઓ કરે છે અને આ ચર્ચા સમેટી લેતાં તેઓ જણાવે છે કે “આ જોતાં નદીના પ્રવાહ બાબત વિરોધવાળી વાતે જણાય છે અને ચાલતી આવેલી દંતકથાને આધારે જુદી જુદી વાતે ઉપન થયેલી લાગે છે, એટલે આ આખી વાતની ચર્ચા ઉપર વધારે પ્રકાશની જરૂર છે” (પૃ. ૪૧)
રત્નમણિરાવનાં તમામ લખાણના સાર રૂપે નીચેના મુદ્દાઓ ઉભા થાય છે. ૧. સાબરમતીને હાલને પ્રવાહ બદલા હેવા બાબત તેમનું વલણ શંકાશીલ છે. ૨. તેમને મતે નદીને પ્રવાહ બદલા હતા, તે નદી, માણેક નદી હતી. ૩. બ્રીગ્સના મતને બેબે ગેઝેટિયરે ઉધૃત કર્યો છે. અને તે મત રત્નમણિરાવ શંકા
સાથે દર્શાવે છે.
૩. સમગ્ર ચર્ચા પછી તેઓ વધારે પ્રકાશની જરૂર જુવે છે.
આ જુદા જુદા લેખકે એ કરેલી ભૂપૃષ્ઠ અને ઐતિહાસિક પ્રક્રિયાની વાતની પરિસ્થિતિ છે. તેની વિચારણું સ્થાનિક ભૂપૃષ્ઠની તપાસથી થઈ શકે છે. અમદાવાદમાં જે સ્થળે નદી વહેતી હોવાની દલીલે છે તે સ્થળે તપાસતાં કેટલીક વિગતે સ્પષ્ટ થાય છે. અમદાવાદના જમાલપુર, રાયખડ, ખાનપુર, મિરઝાપુર વિસ્તારોમાં જમીન ખાડા ટેકરાવાળી છે. આ તમામ જમીનના ઢાળ સાબરમતીના મુખ્ય પ્રવાહ તરફ છે. આ બાબતે તપાસ કરતાં દરિયાપુર, કાલુપુર વિસ્તારમાંથી રાજમહેતાની પોળ, ટંકશાળ, જેવા વિસ્તાર માંથી વરસાદનું પાણી કાગદી એળ, અને જુમા મસ્જિદના વિસ્તાર તરફ વહીને ત્યાંથી સાબરમતી તરફ જાય છે. આ પાણીને પ્રવાહ ભદ્રની પૂર્વના વિસ્તારોને ભદ્રથી છુટા પાડે છે અને કર્નાન્ડીઝ પુલ તરફના ઊંચા ટેકરા પરના વિસ્તારે નું પાણી તે લઈ આવત દેખાય છે. આ પાણીના પ્રવાહનું મૂળ કાલુપુર, દરિયાપુર વિસ્તારથી આગળ દેખાતું નથી કારણ કે તેની ઉત્તર તરફ પ્રવાહની દીશા બદલાય છે. આ ભૌગોલિક પરિસ્થિતિને લીધે જે નૈસગિક પ્રક્રિયા દેખાય છે તે સાબરમતીમાં સર્વત્ર દેખાતી મુખ્ય નદીને મળતાં નાળાંની છે. તેથી ભૌગોલિક દષ્ટિએ આ મોટું નાળું કાલુપુર-દરિયાપુર વિસ્તારમાં થઈને સાબરમતી નદી તરફ વહેતું હોવાનું સ્પષ્ટ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org